GSTV
Fashion & Beauty Life

ખીલને દૂર કરવા અપનાવો આ ઘરેલુ ઉપચાર, ત્વચાને પણ નિખારવાનું કામ કરશે આ ફેસ પેક

ખીલ થવી એક સામાન્ય સમસ્યા છે. ઓઈલવાળી ત્વચાવાળા લોકોને સામાન્ય રીતે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં આ સમસ્યાથી બચવા માટે ઘણા પ્રકારના ઘરેલું ઉપચાર પણ અજમાવી શકો છો. તમે કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના ફેસ પેક બનાવી તેનો ઉપયોગ કરી શકો છો. આ ફેસ પેક માત્ર ખીલથી છુટકારો મેળવવામાં જ નહિ પરંતુ અન્ય ઘણી સમસ્યાઓમાં પણ મદદ કરશે. આ ફેસ પેક તમારી ત્વચામાં કુદરતી ચમક લાવશે. આ ફેસ પેક ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે.

ચંદન

મુલતાની મિટ્ટી ફેસ પેક

મુલતાની માટીથી બનેલા ફેસ પેકનો ઉપયોગ કરી શકાય છે. આ ફેસ પેક ખીલ દૂર કરવાનું કામ કરે છે. આ માટે એક બાઉલમાં એક ચમચી મુલતાની માટીનો પાવડર લો, તેમાં ગુલાબજળ ઉમેરો. આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને ચહેરા અને ગરદન પર લગાવો. તેને થોડીવાર માટે રહેવા દો અને ત્યારબાદ ચહેરાને પાણીથી ધોઈ લો. આ ફેસ પેક બ્લેકહેડ્સ અને ખીલની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

ચંદન ફેસ પેક

એક બાઉલમાં એક ચમચી ચંદન પાવડર લો. તેમાં થોડું ગુલાબજળ ઉમેરો. આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. આ ફેસ પેકને ચહેરા અને ગરદન પર લગાવો. ત્યાર બાદ ચહેરો ધોઈ લો. તમે અઠવાડિયામાં 1 થી 2 વાર આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.

ફુદીનો ફેસ પેક

મિન્ટ ફેસ પેકનો પણ ઉપયોગ કરી શકાય છે. ખીલની સમસ્યાથી રાહત અપાવવાનું કામ કરે છે. ફુદીના પેસ્ટમાં કાકડીનો રસ અને મધ ઉમેરો કરી શકાય છે.  આ ફેસ પેકને 30 મિનિટ સુધી લગાવીને રહેવા દો. તે પછી ત્વચાને સાદા કપડાથી ધોઈ લો.

બેન્ટોનાઈટ માટીનો ફેસ પેક

એક બાઉલમાં એક ચમચી બેન્ટોનાઈટ માટી લો અને તેમાં પાણી ઉમેરી બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. આ ફેસ પેકને ચહેરા અને ગરદન પર લગાવો. તેને થોડીવાર માટે રહેવા દો અને પછી ત્વચાને સાદા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 1 થી 2 વાર આ ફેસ પેકનો ઉપયોગ કરી શકાય છે.

ફેસપેક

એલોવેરા જેલ

એલોવેરા જેલનો ઉપયોગ પણ કરી શકાય છે. આ માટે એક બાઉલમાં એલોવેરા જેલ લો અને તેને મોં અને ગરદન પર લગાવો. પછી તેને 20 મિનિટ સુધી રહેવા દો અને ત્વચાને સાદા પાણીથી ધોઈ લો. આ ફેસ પેક તમારી ત્વચાને નિખારવાનું કામ કરે છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. GSTV ન્યુઝ આની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Also Read

Related posts

Diwali 2022: દિવાળીએ વાસ્તુ અનુસાર પ્રગટાવો દિવા, ઘરમાં વધશે સુખ-સમૃદ્ધિ; માતા લક્ષ્મીનું થશે આગમન

Hemal Vegda

સારી ઊંઘ માટે કઈ પોઝીશનમાં સૂવું જોઈએ, તમારા સવાલનો અહીં છે જવાબ, જાણો

Hemal Vegda

ચાર બાળકોની માતા સાથે શખ્સે કર્યા લગ્ન, પ્રેમ મેળવવા છોકરાએ છોડ્યું માતા પિતાનું ઘર, લવ સ્ટોરી થઈ વાયરલ

HARSHAD PATEL
GSTV