GSTV

ઘર ખરીદારો માટે સૌથી મોટી ઓફર, માત્ર આટલા ઓછા વ્યાજ દર પર મળશે હોમ લોન

ઘર ખરીદારોની સામે સૌથી મોટો પડકાર હોમ લોનનો હોય છે. ઘરની કિંમતો પ્રમાણે, લોન વેલ્યુ મળવી અને તે પણ આકર્શક વ્યાજ દર પર હવે ફેસ્ટિવ સીઝનમાં હોમ લોન લેનાર લોકો માટે મોટી ઓફર આવી છે. ટાટા હાઉસિંગે પોતાની સૌથી ઓછા વ્યાજદરની આકર્ષક સ્કીમ લોન્ચ કરી છે. કંપની માત્ર 3.99ટકા વ્યાજ પર હોમ લોન આપી રહી છે. જોકે, આ વ્યાજ માત્ર પ્રથમ વર્ષ માટે લાગુ હશે.

વ્યાજની રકમ ચૂકવણી ખુદ વહન કરશે

ટાટા હાઉસિંગ તરફથી ઘર ખરીદારોને હોમ લોન પર એક વર્ષ માટે 3.99 ટકા વ્યાજદરની ચૂકવણી કરવાની રહેશે. કંપની ગ્રાહકોને આકર્ષિત કરવા માટે વ્યાજની રકમ ચૂકવણી ખુદ વહન કરશે. આ સ્કીમ 20 નવેમ્બર સુધી 10 પ્રોજેક્ટો માટે માન્ય હશે.

કંપની ઉઠાવશે બાકી ખર્ચ

કંપનીએ જણાવ્યુ છે કે, આ સ્કીમ હેઠળ ગ્રાહકોને એક વર્ષ માટે માત્ર 3.99 ટકા ફ્લેટ વ્યાજ દરની ચૂકવણી કરવી પડશે. બાકી લાગત ટાટા હાઉસિંગ વહન કરશે. કંપનીના મત પ્રમાણે ગ્રાહકોને બુકિંગ બાદ પ્રોપર્ટીના આધાર પર 25,000 રૂપિયાથી લઈને 8 લાખ રૂપિયા સુધીનું ગિફ્ટ વાઉછર મળશે. વાઉચર 10 ટકા ચૂકવણી અને પ્રોપર્ટીની નોંધણી બાદ જાહેર કરવામાં આવશે.

ફેસ્ટિવ ઓફર્સનો ફાયદો

ટાટા રિયલ્ટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના MD અને CEO સંજય દત્તના જણાવ્યા પ્રમાણે, કોરોનાની મહામારીને છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન રિયલ એસ્ટેટ ક્ષેત્ર સૌથી ખરાબ રીતે પ્રભાવિત થયુ છે, પરંતુ હવે સુધારના કેટલાક સંકેતો દેખાઈ રહ્યા છે. સરકાર અને RBI એ રિયલ એસ્ટે ક્ષેત્રે રાહત આપવા માટે ઘણા પગલા ઉઠાવ્યા છે. હવે ઘર ખરીદનારાઓને મદદ કરવાનો ખાનગી ક્ષેત્રનો વારો છે. પરંપરાગત રીતે, તહેવારોની સીઝનમાં ઘરોનું વેચાણ વધુ થાય છે. આ કારણ છે કે સ્થાવર મિલકત વિકાસકર્તાઓ ગ્રાહકોને લલચાવવા માટે વિવિધ યોજનાઓ શરૂ કરે છે.

આ કંપનીઓને પણ આપી ઓફર

મુંબઈની ક્લતરૂ લિમિટેડે પણ ફેસ્ટીવ સીઝનમાં સબવેંશન સ્કીમ લોન્ચ કરી છે. જે હેઠળ ઘર ખરીદારોને માત્ર 10 ટકા પેમેન્ટ કરવાનું રહેશે. આગામી બે વર્ષ સુધી ગ્રાહકો પાસેથી કોઈપણ પ્રકારના પૈસા લેવામાં આવશે નહી. સાથે જે પસંદીદા પ્રોજેક્ટ્સ પર ઝીરો સ્ટેંપ ડ્યૂટીની પણ ઓફર આપવામાં આવી છે. તે સિવાય ગૃપે પણ પોતાની પસંદીદા પ્રોજેકટ્સમા રેડૂ ટૂ મૂવ યૂનિટને માત્ર 10 ટકા પેમેંટથી બુક કરવાનો ઓપ્શન આપ્યો છે. બાકીનું બેલેન્સ પેમેંટ એક વર્ષ બાદ આપવાનું રહેશે.

READ ALSO

Related posts

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!