GSTV

SBI પાસેથી હોમ લોન લીધી હોય તો આ ખબર તમારા માટે છે, આ સુવિધાનો ઉઠાવો લાભ

SBI

હાલ એસબીઆઈ (SBI)ની હોમ ઈક્વિટી ઈન્ટેરેસ્ટ રેટ્સ તે બહારી બેન્ચમાર્ક રેટ પર આધારિત છે જે રેપો રેટ પર આરબીઆઈના ઓર્ડર સાથે જોડાયેલ છે. રેપો રેટમાં કોઈ પણ પ્રકારના બદલાવથી ઈબીઆરમાં બદલાવ થશે. એસબીઆઈએ મહિલા દેવાદારોને વ્યાજ દર પર 0.05 ટકાની વિશેષ છુટ આપી છે. દેશમાં કોરોના વાયરસ મહામારીના ફેલ્યા બાદથી આરબીઆઈએ રેપો રેટમાં ભારે કપાત કરી છે અને આ 4 ટકા પર આવ્યું છે.

કઈ રીતે કામ કરે છે ઈબીઆર સાથે જોડાયેલ લોન?

બેન્ક હોમ લોન પર જે વ્યાજ દરની રજુઆત કરે છે તે એક બહારી બેન્ચમાર્ક સાથે જોડાયેલુ છે. આરબીઆઈ સાથે દરેક શેડ્યુલ્ડ કમર્શિયલ બેન્કો, લોકલ એરિયા બેન્કો અને લઘુ નાણાકીય બેન્કોને રીટેલ અને એમએસએમઈ પર વ્યાજ દરોને એક બહારના બેન્ચમાર્ક રેટ સાથે જોડવાનો આદેશ આપ્યો હતો.

SBI

કોને મળશે છુટ

એસબીઆઈએ પોતાના હોમ લોન ગ્રાહકો માટે વિશેષ ઓફર આપી છે. બેન્કનું કહેવું છે કે હોમ લોન માટે અપ્લાય કરનારને ત્રણ લાભ મળશે. તેમને કોઈ પ્રોસેસિંગ ફીસ નહીં આપવાની રહે. 30 લાખથી એક કરોડ રૂપિયા સુધીની લોન લેનાર ગ્રાહકોને સારી સિબિલ સ્કોર પર વ્યાજ પર 0.10 ટકાની છુટ મળશે અને જો તે એસબીઆઈના યોનો એપ દ્વારા એપ્લાય કરે છે તો તેમને વધારે 0.5 ટકા છુટ મળશે.

એસબીઆઈએ ઘટાડી એમસીએલઆરની રિસેટ ફ્રિક્વન્સી

એસબીઆઈએ સાથે જ એમસીએલઆરની રિસેટ ફ્રિક્વન્સી એક વર્ષથી ઘટાડીને 6 મહિનાની કરી દીધી છે. એસબીઆઈએ ટ્વીટ કરી પોતે તેની જાણકારી આપી, બેન્કે કહ્યું, વ્યાજ દરોમાં છુટનો ફાયદો ઉઠાવવા માટે હવે એક વર્ષની રાહ જોવાની જરૂર નથી. બેન્કે એમસીએલઆર રિસેટ ફ્રિક્વેન્સી એક વર્ષથી ઘટાડીને 6 મહિના કરી દીધી છે.

SBI

કઈ રીતે કામ કરે છે એમસીએલઆર સાથે જોડાયેલી લોન?

જો તમારા હોમ લોનના વ્યાજ દર એમસીએલઆર સાથે જોડાયેલ છે તો હપ્તાની રકમ હોમ લોનની રિસેટ હેટ પર જ બદલાય છે. ઉદાહરણ માટે જો તમારા હોમ લોનની રિસેટ ડેટ ઓગસ્ટ છે અને બેન્ક ફેબ્રુઆરીમાં એમસીએલઆરને સંશોધિત કરે છે તો પછી તમારો હપ્તો બદલાવ ઓગસ્ટમાં જ પ્રભાવ થશે. દરેક એસબીઆઈનું એક વર્ષનું એમસીએલઆર 7 ટકા છે અને છ મહિનાની અંદર 6.95 ટકા છે.

Read Also

Related posts

ઉત્તર ગુજરાતમાં કોરોના વકર્યો : માત્ર સિદ્ધપુર મુક્તિધામમાં 7 કોરોનાગ્રસ્તોની થઈ અંતિમવીધી, રોજના 100થી વધારે કેસ

pratik shah

Google Pay યુઝર્સ ખાસ વાંચે/ મની ટ્રાન્સફર પર હવે ચુકવવો પડશે આટલો ચાર્જ, એક ક્લિકે જાણી લો તમામ ડિટેલ્સ

Bansari

કોવીડ પ્રોટોકોલ મુજબ અંતિમ વિધિ થશે, અહેમદ પટેલની અંતિમ વિધિમાં રાહુલ ગાંધી આપશે હાજરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!