GSTV

ફાયદાની વાત: વરસાદી સિઝનમાં નવું ઘર ખરીદવાનું તમારા માટે સારૂ રહેશે, આ 5 કારણો છે જે આપને અપાવશે સપનાનું ઘર

Last Updated on June 22, 2021 by Pravin Makwana

જો તમે પણ ઘર અથવા પ્રોપર્ટ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ સિઝન તેના માટે યોગ્ય રહેશે. વરસાદની સિઝનમાં મકાન અથવા તેની આસપાસના વિસ્તાર એવા નથી રહેતા જેવા વર્ષ આખુ દેખાતા હોય છે. આ સિઝનમાં ઘર અને પ્રોપર્ટીને સરખી રીતે પારખી શકાય છે. આ ઉપરાંત કોરોનાના કારણે દેશાં પ્રોપર્ટીની કિમતોમાં પણ ભારે ઘટાડો થયો છે. એટલુ જ નહીં આ સમયે બેંકની હોમ લોનના વ્યાજદર પણ સૌથી ઓછા છે. આ પાંચ કારણોથી વરસાદની સિઝનમાં મકાન ખરીદવાનું યોગ્ય રહેશે.

મકાનની બનાવટ માટે મજબૂતી કેવી છે તે જણાઈ આવશે

મકાન કેટલુ સુંદર છે, તેના કરતા કેટલુ મજબૂત છે તે અતિ મહત્વનું છે. વરસાદમાં પ્રોપર્ટી ખરીદી રહ્યા છો, તો મકાનમાં વરસાદ દરમિયાન પાણીના કારણે મકાનની સામગ્રી અને ક્વોલિટી પર અસર થઈ શકે છે. જો છત અથવા દિવાલ, જમીન, બારી, દરવાજા ખાસ કરીને બાથરૂમમાં ભેજ જોવા મળે છે. તો આવા મકાન ન ખરીદવામાં જ ભલાઈ રહેશે. તોવળી કેટલીય જગ્યાએ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા પણ રહે છે. તેથી એ પણ જોવુ કે પાણી નિકાલની વ્યવસ્થા છે કે નહીં.

રસ્તાની યોગ્ય સ્થિતી જાણી લો

ઘર ખરીદતી વખતે આજૂબાજૂની સુવિધા અને ઈંફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપો. વરસાદની સિઝનમાં અમુક રસ્તાઓ પર પાણી ભરાઈ જવુ, ટ્રાફિક, વિજળીની સમસ્યા જોઈ લેવી. ખાસ કરીને મકાન અથવા કોલોની નિર્માતા દ્વારા મુખ્ય રસ્તા સાથે ઘરનો રસ્તો જોડવાની વાતો કરતા હોય છે. પણ હકીકતમાં આવુ કંઈ હોતુ નથી. રસ્તા છે તો પછી જોખમ વાળા તો નથી તે પણ ચેક કરી લેવું.કારણ રસ્તાની સાચી પરખ તો વરસાદમાં જ થાય છે.

લાઈટની સમસ્યા પર ધ્યાન આપજો

કેટલીય વાર એવુ બને છે કે, વરસાદ થતાં જ વિજળી ગુલ થઈ જતી હોય છે. અમુક વિસ્તારો એવા છે, જ્યાં કલાકો સુધી લાઈટ ગાયબ રહેતી હોય છે. આપ જે પ્રોપર્ટીમાં રોકાણ કરી રહ્યા છો, ત્યાં પણ આવી હાલત તો નથી ને, ચેક કરી લેજો. અને જો લાઈટ જાય છે તો ત્યાં કેમ્પસમાં અથવા પાર્કિંગમાં જનરેટરની સુવિધા છે કે કેમ તે પણ જોઈ લેવું. ખાસ કરીને આપ જ્યારે આઉટર અથવા શાંત વિસ્તારમાં મકાન લઈ રહ્યા છો, ત્યારે તો આ વાત ખાસ ચેક કરવી.

બેંકના વ્યાજદર

બેંકવ્યાજ દર (%)
કોટક મહિન્દ્રા6.65
SBI6.70
HDFC બેંક6.70
સિટી બેંક6.75
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા6.80
પંજાબ નેશનલ બેંક6.80
બેંક ઓફ બરોડા6.85
બેંક ઓફ ઈન્ડિયા6.85

કોરોનાકાળમાં પ્રોપર્ટીના ભાવ ઘટ્યા

દેશમાં આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ વચ્ચે હાઉસિંગ પ્રોપર્ટીની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે. 2020ની જાન્યુઆરી-માર્ચની સરખામણીએ 2021ના જાન્યુઆરી-માર્ચના સમયમાં દેશમાં મકાનોની કિંમતોમાં 1.6 ટકાનો ઘટાડો થયો છે. પ્રોપર્ટી કન્સલટેંટ ફર્મના જણાવ્યા અનુસાર હાઉસિંગ પ્રોપર્ટીની કિંમતોમાં વધારાના મામલે ગ્લોબલ રેંકીંગ પણ ઘણુ નીચે ગયુ છે. આ રેંકીંગમાં ભારત 55માં નંબર પર છે. રેંકીંગમાં 56 દેશોમાં હાઉસિંગ પ્રોપર્ટીની કિંમતો પણ શામેલ છે.

READ ALSO

Related posts

Rare Notes: ફક્ત 5 રૂપિયામાં બદલો તમારું નસીબ, આ 1 નોટના બદલામાં મેળવો હજારો રૂપિયા

Vishvesh Dave

દવા તરીકે ઉપયોગમાં આવતા આ ફૂલનું ઉત્પાદન કરીને કરી દર વર્ષે કમાઈ શકાય છે 15 લાખ રૂપિયા, જાણો શું છે ખર્ચ?

Pritesh Mehta

ઈલેક્શન કાર્ડ ખોવાઈ ગયું છે તો ચિંતા ના કરોઃ આ રીતે મિનિટોમાં થઈ જશે તમારું કામ, બસ આ એક જ કરવાની છે સરળ પ્રોસેસ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!