GSTV
Gujarat Government Advertisement

Home Loan લેવા જઈ રહ્યા છો તો આ સમાચાર જરૂર વાંચી લો, 4 ટકાથી પણ ઓછા વ્યાજ પર મળે છે લોન

Last Updated on October 21, 2020 by Mansi Patel

ફેસ્ટિવ સીઝનમાં જો ઘર કે પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યાં હોવ તો તમારા માટે ટાટા હાઉસિંગ એક શાનદાર ઑફર લઇને આવી છે. આ ઑફર અંતર્ગત તમે 4 ટકાથી પણ ઓછા વ્યાજ દરે હોમ લોન લઇ શકો છો. ચાલો તમને જણાવીએ કે શું છે આ ઑફર….હકીકતમાં ટાટા હાઉસિંગે એક યોજનાનું એલાન કર્યુ છે, જે અંતર્ગત ઘર ખરીદનારાઓને હોમ લોન પર એક વર્ષ માટે 3.99 ટકા વ્યાજ દરની ચુકવણી કરવાની રહેશે. સાથે જ કંપની સંભવિત ગ્રાહકોને આકર્ષિત કરવા માટે બાકીનો ખર્ચ પોતે વહન કરશે.

લોન

જાણો શું છે ટાટા હાઉસિંગની ઑફર

ટાટા હાઉસિંગે એક નિવેદનમાં કહ્યું કે આ યોજના અંતર્ગત ગ્રાહકોને એક વર્ષ માટે ફક્ત 3.99 ટકા ફ્લેટ વ્યાજ દરની ચુકવણી કરવી પડશે. બાકી ખર્ચ ટાટા હાઉસિંગ વહન કરશે. આ યોજના 20 નવેમ્બર સુધી 10 યોજનાઓ માટે માન્ય છે. ટાટા હાઉસિંગે જણાવ્યું કે ગ્રાહકોને બુકિંગ બાદ સંપત્તિના આધારે 25,000 રૂપિયાથી લઇને આઠ લાખ રૂપિયા સુધીનું ગિફ્ટ વાઉચર મળશે. વાઉચર 10 ટકા ચુકવણી કરવા અને પ્રોપર્ટીના રજીસ્ટ્રેશન બાદ જારી કરવામાં આવશે.

રિયલ એસ્ટેટ ક્ષેત્રને કોરોનાની સૌથી વધુ માઠી અસર ટાટા રિયલ્ટી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સીનિયર અધિકારીએ જણાવ્યું કે કોરોના વાયરસ મહામારીના પગલે ગત કેટલાક મહિનાઓ દરમિયાન રિયલ એસ્ટેટ ક્ષેત્ર સૌથી વધુ ખરાબ રીતે પ્રભાવિત થયુ હતું પરંતુ હવે સુધારના કેટલાંક સંકેતો જોવા મળી રહ્યાં છે. તેમણે આગળ કહ્યું કે સરકાર તથા આરબીઆઇએ રિયલ એસ્ટેટ ક્ષેત્રને રાહત આપવા માટે અનેક પગલાઓ લીધા છે અને હવે ખાનગી ક્ષેત્રનો વારો છે કે તે ઘર ખરીદનારાઓની મદદ કરે. જણાવી દઇએ કે રિઝર્વ બેન્કે કોરોના કાળમાં રેપો રેટ પર સતત કાતર ચલાવી છે. આ કારણે બેન્કો પર વ્યાજ દર ઘટાડવાનું દબાણ છે. પરિણામે લોન લેવી ઘણી સસ્તી અને સરળ બની ગઇ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!