દરેકનું સપનું હોય છે કે તેના પોતાનું ઘર હોય. અનેક કારણોસર લોકો પોતાનું ઘર ખરીદી શકતા નથી. અને ભાડાના મકાનમાં રહેવું તેમની મજબૂરી બની જાય છે. કોરોના મહામારી દરમ્યાન લોકોની આવકમાં ઘટાડો થયો છે. તેની અસર દરેક સેક્ટરમાં પડી છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં કોરોનાની અસર વધુ જોવા મળે છે. લોકોએ તેમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાનું ઓછું કરી દીધું છે. ત્યારે જે લોકોએ બેંકમાં લોન લઈને ઘર ખરીદ્યા હતા તેમને પણ સમયસર EMI આપવામાં મુશ્કેલી થાય છે. ત્યારે હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એવા ઉપાય બતાવ્યા છે કે જેના દ્વારા લોકોને ઓછા વ્યાજે હોમ લોન મળી શકે. રિઝર્વ બેંકે રેપોરેટમાં ઘટાડો કરી દીધો છે. જેનાથી હોમ લોનના દરમાં ઘટાડો થયો છે. બેંકની પ્રતિસ્પર્ધાને કારણે અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે આવી ગઈ છે. હવે સરકારી બેંક ઉપરાંત ખાનગી બેંક પણ ઓછા વ્યાજ પર હોમ લોન આપી રહી છે.

હોમ લોનના વ્યાજ પર સૌથી ઓછો ઘટાડો ખાનગી બેંકના કોટક મહિન્દ્રા બેંકે કર્યો છે. હોમ લોન પર કોટક મહિન્દ્રા બેંકનો વ્યાજ દર 6.75 % થઈ ગયું છે.

કોટક મહિન્દ્રા બેંકે એક પ્રેસ જાહેર કરી હોમ લોન પર વ્યાજ ઓછું કરવાની જાહેરાત કરી છે. બેંકે કહ્યું કે, આ હોમ લોનની સ્કીમને લોકો વચ્ચે લઈ આવવા માટે ડિઝીટલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવશે.

કોટક મહિન્દ્રા બેંકે તેના નામ પર અનબિલિવબલ લો હોમ લોન રાખ્યું છે. બેંકે કહ્યું કે, કોવિડ-19 મહામારી વચ્ચે લોકોને પોતાનું ઘર ખરીદવાનો મોકો આપવા બેંકે આ સ્કીમ લોન્ચ કરી છે.

કોર્પોરેટર લોનમાં ઓછા વધારાને કારણે બેંક હવે રિયલ એસ્ટેટ સેર્ટરમાં હોમ લોનમાં તેજી લઈને નફો વધારવા માગે છે. હવે બેંક આ મામલે નોન-બેંકિંગ ફાઈનાન્શિયલ કંપનીઓથી આગળ વધી ગઈ છે. નાણાંકીય વર્ષ 2020માં હોમ લોનના ક્ષેત્રમાં બેંકની બજાર ભાગીદારી 66 % અને NDFC ની 34 % હતી. 2021માં બેંકની ભાગીદારી વધી 75 % થઈ ગઈ છે. NBFC ની ભાગીદારી માત્ર 25 % રહી ગઈ છે.

જણાવી દઈએ કે વર્ષ 2019માં હાઉસિંગ ફાઈનાન્સની દેશમાં ત્રીજા સૌથી મોટી કંપની દિવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન નાદારી થઈ ગઈ છે. આ કારણે તેણે ઘણા ગ્રાહકોએ હોમ માટે બેંક તરફ વળ્યા છે. હવે સસ્તા હોમ લોનની ઓફર લગભગ દરેક બેંક આપી રહી છે.

કોટક મહિન્દ્રા બેંકના જોઈન્ટ પ્રેસિડેન્ટ એલિસાબેથ વેંકટરમને કહ્યું કે, એવા લોકોની સંખ્યા વધી ગઈ છે જેમને ઘર ખરીદવાનું સપનું પૂરું નથી થઈ શકતું. તેમણે કહ્યું કે, કોટક મહિન્દ્રા બેંકની આ યોજના હેઠળ લોકોને ખૂબ સસ્તા વ્યાજ દર પર હોમ લોન મળશે. હવે વધુ પડતી બેંક 6.75 થી 7.30 % વ્યાજ દર પર હોમ લોન આપી રહી છે. હાલ ગોદરેજ હાઉસિંગ ફાઈનાન્સે પણ 6.69 % હોમ લોન આપવાની શરૂઆત કરી છે.
READ ALSO
- વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન
- શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત
- પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી
- વડાલીના અનુસૂચિત સમાજનો વરઘોડો તો નીકળ્યો પણ પોલીસ બંદોબસ્ત સાથે, પણ કેમ?
- સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી