GSTV

નહી ખાવા પડે ધક્કા: 48 કલાકમાં જ મળી જશે હોમ લોન, આ બેન્કે શરૂ કરી છે ખાસ સુવિધા

હોમ

કોરોનાકાળમાં મોટાભાગની બેન્ક પોતાની સેવાઓને ડિજિટલ રીતે ગ્રાહકો માટે લઇને આવી રહી છે. તેવામાં હવે હોમ લોન લેવા માટે બેન્કોના ધક્કા નહી ખાવા પડે. પ્રાઇવેટ સેક્ટરની કોટક મહિન્દ્રાએ એક નવી સુવિધા શરૂ કરી છે, જે અંતર્ગત ગ્રાહકોને હોમ લોન 48 કલાકથી પણ ઓછા સમયમાં મળી જશે. જેના માટે ગ્રાહકોને હોમ લોન 48 કલાકથી પણ ઓછા સમયમાં મળી જશે. તેના માટે ગ્રાહકોએ હાવ દસ્તાવેજ, અરજીના સમયે ઓનલાઇન જ જમા કરાવાના રહેશે.

કોને મળશે આ લોન

હાલ વર્તમાન અને નવા ગ્રાહક કોટક ડિજી હોમ લોન સુવિધાના માધ્યમથી હોમ લોન માટે અરજી કરી શકે છે. કોટક ડિજી હોમ લોન સુવિધા હાલ નવા હોમ લોન અને બેલેન્સ ટ્રાન્સફર મામલાની સાથે વેતનભોગી, સ્વરોજગાર વાળા ઉદ્યમીઓ અને પ્રોફેશનલ્સ સહિત અન્ય ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.

આ રીતે કરો અપ્લાય

  • કોટક ડિજી હોમ લોન માટે આવેદનની પ્રક્રિયા સરળ છે.
  • અરજદારોએ www.kotak.com પર હોમ લોન એપ્લિકેશન પેજ પર કેટલાક પર્સનલ અને પ્રોપર્ટીની ડિટેલ્સ આપવાની રહેશે.
  • તે બાદ એક રિલેશનશિપ મેનેજર સરળ ઓનલાઇન પ્રોસેસ દ્વારા અરજદારનું માર્ગદર્શન કરશે.
  • ડિજિટલ એપ્લીકેશન ફોર્મ અને સંબંધિત દસ્તાવેજોને ઓનલાઇન જમા કરવા પર, લોન પ્રોસેસ થઇને 48 કલાકમાં મંજૂર થઇ જશે.

કોટક મહિન્દ્રા બેન્કના કંઝ્યુમર એસેટ્સના પ્રેસિડેંટ અંબિજ ચાંદનાએ જણાવ્યું કે, કોરોના કાળમાં ઘરેથી બેન્કિંગ કરવાનું વધી ગયું છે. ગ્રાહકો માટે તે સરળ બની ગયુ છે અને સુવિધા પણ મળી છે. એક ડિજિટલ-પ્રથમ બેન્ક રૂપે, અમારો ઉદ્દેશ તે સુનિશ્વિત કરવાનો છે કે ગ્રાહક પોતાના ઘરોમાં આરામથી સુરક્ષિત રૂપે બેન્કિંગ કરી શકે. તેને ધ્યાનમાં લેતા અમને કોટક ડિજી હોમ લોન લૉન્ચની ઘોષણા કરતા ખુશી થઇ રહી છે. આ એક સંપૂર્ણ રીતે ઓનલાઇન મંજૂરી પ્રક્રિયા છે જેના માધ્યમથી ગ્રાહક પોતાના સપનાનુ ઘર બસ થોડી ક્લિકમાં સુરક્ષિત અને શૂન્ય સંપર્ક દ્વારા બનાવી શકે છે.

Read Also

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!