GSTV

Home Loan : રૂપિયાની તંગી હોય તો પણ સરળતાથી મેનેજ કરો EMI, આ ટિપ્સ આવશે તમારે કામ

નોકરિયાત વર્ગ માટે હોમ લોન લેવી સામાન્ય વાત થઇ ગઇ છે. દરેક પ્રકારની લોનમાં સૌથી કોમન લોન છે હોમલોન, જે સૌથી મહત્વપૂર્ણ પણ છે. તેની પાછળ ઘણાં કારણો છે. પરિણામે હોમલોનની ટિકિટ સાઇઝ પર્સનલ લોન કે કાર લોનથી મોટી હોય છે એટલે કે તેની અમાઉન્ટ અન્ય લોનની તુલનામાં વધુ હોય છે.

મોટી ટિકિટ સાઇઝ

પર્સનલ લોન એક નોકરિયાત વર્ગની સેલરીના 10 ગણી વધુ હોઇ શકે છે, પરંતુ હોમ લોન નેટ મંથલી ઇનકમની તુલનામાં 30 ગણી કે તેથી વધુ મોટી પણ હોઇ શકે છે.

લોન્ગ ડ્યુરેશન

પર્સનલ લોનનું ડ્યુરેશન 3/5 વર્ષ હોઇ શકે છે. પરંતુ હોમલોનનું ડ્યુરેશન 30 વર્ષ કે તેથી પણ વધુ હોઇ શકે છે.

લોન્ગ ડ્યુરેશન પર ભારે ઇન્ટરેસ્ટ

હોમલોન પર પૂરી લાઇફમાં ભરવામાં આવતુ ઇન્ટરેસ્ટ લાખોમાં હોય છે.

ઘરની સેન્ટીમેન્ટલ વેલ્યૂ

દરેક ભારતીય માટે ઘરની એક સેન્ટીમેન્ટલ વેલ્યૂ હોય છે. તેથી તેના માટે લોન લેવી સામાન્ય વાત છે.

વધી રહ્યાં છે હોમલોન ડિફોલ્ટ

તાજેતરમાં જ જારી ટ્રાન્સ યુનિયન રિપોર્ટ અનુસાર હોમલોન ડિફોલ્ટના કેસ વધી રહ્યાં છે. રિપોર્ટ અનુસાર એકાઉન્ટ વાઇઝ લોન 2.96 ટકા અને વેલ્યૂ વાઇઝ લોન 1.68 ટકાના દરે વધી રહી છે. ભારતમાં પ્રોપર્ટી માર્કેટ લાંબા સમયથી મંદીના દોરમાંથી પસાર થઇ રહ્યુ છે. આર્થિક મંદીના કારણે પણ હોમ લોન ડિફોલ્ટના કેસ વધી રહ્યાં છે. ગત એક દશકની વાત કરીએ તો પ્રોપર્ટીની સતત વધતી કિંમતો બાદ પણ અનેક સંપત્તિઓ ખરીદી હતી. તે દોરમાં ઉપયોગના બદલે આ સટ્ટા ખરીદ વધુ હતી. આ તમામ ઘટાડાના કારણોથી પ્રોપર્ટીની કિંમતો વધુ ઘટી શકે છે. આ ચૂકનું કારણ હોઇ શકે છે કારણ કે હોમ લોન અમાઉન્ટ નીચે આવી જાય છે.

સામાન્ય રીતે, લેંડર એટલે કે બેન્ક પ્રોપર્ટીની માર્કેટ વેલ્યૂના લગભગ 80 ટકા લોન આપે છે, જ્યારે 20 ટકા પોતાના યોગદાનની કિંમતોમાં ઘટાડા વિરુદ્ધ બફર તરીકે કામ કરે છે. જો કે અનેક ઉધારદાતાઓએ સંપત્તિની કિંમતોનું વધુ અનુમાન લગાવ્યું છે અને તેના પરિણામ સ્વરૂપ લોનની માત્રામાં વધારો થયો છે. હવે જેની સંપત્તિની કિંમતો ઘટે, લેંડર્સ પાસે ઝટકાને દૂર કરવા માટે પૂરતુ બફર નથી હોતુ.

ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં શું કરશો

વર્તમાન આર્થિક મંદીના દોરમાં લોકો પોતાની નોકરીને લઇને વધુ આત્મવિશ્વાસ વ્યક્ત નથી કરી શકતાં. આવી સ્થિતિમાં તમારા હોમલોનની ઇએમઆઇ યોગ્ય રીતે ચાલતી રહે, તેના માટે આ ઉપાય જરૂરી છે. જો તમારી પાસે મલ્ટીપલ પ્રોપર્ટી અને હોમલોન હોય તો પહેલા તે પ્રોપર્ટીને સેલ કરવાનું વિચારો, જેનો ઉપયોગ તમે પોતાના માટે કરવા નથી માગતા. તેનાથી તમારો બોજો હળવો થશે. જો કે કરંટ માર્કેટ સિચુએશનમાં આ સરળ નથી પરંતુ વ્યાજબી કિંમત કોઇપણ ખરીદવારને આકર્ષિત કરી શકે છે. તેનાથી ઇએમઆઇ ભરવાનાં ટેન્શનના બદલે તમે એક ટેન્શન ફ્રી લાઇફ જીવી શકો છો.

પોતાની બેન્ક સાથે વાત કરી શકો છો કે તે લોનની ઇએમઆઇ કરવા માટે ડ્યૂરેશન વધારી દે. તેનાથી જ્યાં લોનની ઇમઆઇ ઘટી જશે, ત્યાં આવનારા દિવસોમાં ફાઇનાન્શિયલ સ્ટ્રેસ દૂર થતાં તમે ફરીથી રિવાઇઝ કરી શકશો. ઇમરજન્સી કે આકસ્મિક ફંડ બનાવો. જેમાં ઓછામાં ઓછા 6 મહિનાના ખર્ચની બરાબર ફંડ હોય. આ અચાનક નોકરી જવા અથમા મુસીબતના સમયે કામ આવશે. અનએમ્પ્લોયમેન્ટ ઇન્શ્યોરન્સ પર વિચાર કરી શકે છે. આ નોકરી જવાની સ્થિતિમાં લિમિટેડ ટાઇમ માટે તમારા ઇએમઆઇ ભરવાના કામમાં આવી શકે છે. ક્રાઇસિસના દોરમાં લગ્ઝરી હોલીડે કે એક્સપેન્સિવ આઉટિંગ જેવા ફાલતૂ ખર્ચ બંધ કરી દો.

Read Also

Related posts

આ દેશે ‘Corona વાયરસ’ શબ્દ પર મૂક્યો પ્રતિબંધ, માસ્ક પણ નહીં પહેરી શકે લોકો!

Bansari

અમેરિકાને કોરોના યુદ્ધ સામે જીતવા બિલ ગેટ્સે આપી સલાહ, આ વસ્તુઓ પર રાખે ખાસ ધ્યાન

Ankita Trada

Lockdownમાં નકલી ડોક્ટર બનીને આરામથી ફરી રહ્યો હતો યુવક, પોલીસે પક્યો અને પછી જે હાલ થયા…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!