GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો / હોમ લોન લીધી છે તો ભૂલીને પણ ના કરો આ ભૂલ, તમારા ખિસ્સા પર વધી શકે છે ભાર

લોન

Last Updated on April 17, 2021 by Bansari

નોકરિયાત વર્ગના લોકોને ઘર ખરીદવું એક મોટી વાત હોય છે. ખૂબ જ ઓછા લોકો હોય છે, જેમને ઘર ખરીદવા માટે હોમ લોન લેવાની જરૂર નથી પડતી. મોટાભાગના લોકો ઘર લેવા માટે હોમ લોન પર જ નિર્ભર હોય છે. એવામાં નાણાકિય સમસ્યાઓના કારણે હોમ લોનની એક પણ ઈએમઆઈ મિસ થઈ ગઈ તો તેનો દુષ્પ્રભાવ પડી શકે છે. એક ઈએમઆઈ મિશ થયા પછી આગળના ઇન્સ્ટોસલમેન્ટ ભરતા સમયે પેનલ્ટી પણ આપવી પડે છે.

એવામાં તમારે એ જાણી લેવું ખૂબ જ જરૂરી છે કે હોમ લોનની ઈએમઆઈ મિસ થયા પછી ક્યા પ્રકારની સમસ્યા ઉભી થાય છે અને તેની શું અસર પડે છે. ચાલો જાણીએ તેના વિશે…

લેટ ફી અથવા પીનલ ઇન્ટરેસ્ટ

હોમ લોનની ઈએમઆઈ પ્રથમ વખત મિસ થયા પછી તમને પેનલ્ટી આપવી પડે છે. આગળના ઇન્સ્ટોલમેન્ટ ભરતા સમયે લેટ ફી આપવી પડશે. આ ફી તમારા હપ્તાના 1થી 2 ટકા હોય છે. આ ઉપરાંત પણ તમને પીનલ ઇન્ટરેસ્ટ ચુકવવો પડી શકે છે. આ ઇન્ટરેસ્ટ ત્યાં સુધી હોય છે, જ્યાં સુધી તમે હોમ લોનની ઈએમઆઈ જમા નથી કરાવી.

ક્રેડિટ સ્કોર પડે છે અસર

જો તમે એક ઈએમઆઈ છોડી દો છો, તો તેનાથી તમારી નાણાકિય પ્રતિષ્ઠા પર પણ અસર પડે છે. જે તમારી ક્રેડિટ હિસ્ટ્રીમાં દેખાય છે. આ પ્રકારે હોમ લોનની ઈએમઆઈમાં કોઈ પણ ડિફોલ્ટ ક્રેડિટ સ્કોર પર અસર કરે છે. મહત્વપૂર્ણ છે કે લોન લેવા માટે ક્રેડિટ સ્કોર ખૂબ જ ઉપયોગી હોય છે. જો તેના પર અસર પડે છે, લોન મળવામાં તકલીફ પડી શકે છે.

ભવિષ્યમાં લોન લેવામાં સમસ્યા

જો લોનમાં તમે કોઈ મોટો ડિફોલ્ટ કર્યો છે અથવા તમારો ક્રેડિટ સ્કોર ખૂબ જ ઓછો છે, તો આગળ ચાલી કોઈ બીજી લોન લેવામાં તમને મોટી સમસ્યા ઉભી થઈ શકે છે. બેંક લોન આપવા માટે તૈયાર પણ થાય છે, તો તમારી પાસેથી વધુ વ્યાજ વસૂલ કરશે.

NPA ક્લાસિફાઈ થયા પછી કાયદાકિય કાર્યવાહી થઈ શકે છે

જો કે તમારી પાસે કોઈ વેલિડ કારણ છે, તો લોન આપતી સંસ્થાને તે અંગે જરૂર જણાવો. કેટલીક વખત નોકરી જવાના કારણે અથવા કોઈ પ્રકારની મેડિકલ ઇમરજન્સી હોય છે, જેના કારણે ઈએમઆઈ આપવામાં નિષ્ફળ જતા રહે છે. લેન્ડરને આ અંગે જાણકારી આપી કોઈ ઉકેલ નિકળી શકે છે. કઈ પણ લોનમાં ડિફોલ્ટના 90 દિવસ પછી તેને નોન-પરફોર્મિંગ એસેટ તરીકે ક્લાસિફાઈ કરી દેવામાં આવે છે.

જો તેના પછી લોન રિપેમેન્ટ નથી થતી તો લેન્ડર તમારા પર કાયદાકિય કાર્યવાહી કરી શકે છે. સંભવ છે કે તે તેની મૂડી રિકવર કરવા માટે તમારી મિલકતની પણ હરાજી કરી શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!