GSTV

આ 3 સરકારી બેંકોએ સસ્તી કરી દીધી Home અને Car લોન, અહીં જાણો નવા રેટ્સ

Last Updated on September 12, 2020 by Mansi Patel

તહેવારની સિઝનમાં તમે કાર અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો 3 સરકારી બેંકો યુકો બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક અને યુનિયન બેંકે વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. તેનાથી તમામ પ્રકારની લોનની EMI ઘટી જશે.

જાહેર ક્ષેત્રની યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ MCLRમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. નવા દરો શુક્રવારથી લાગુ થશે. બેંકના જણાવ્યા અનુસાર, 1 વર્ષની લોન પર MCLR 7.25 ટકાથી ઘટાડીને 7.20 ટકા કરવામાં આવ્યા છે. એ જ રીતે, 1 દિવસ અને 1 મહિનાની લોન બાદ બાદ, વ્યાજ દર 6.75 ટકા થઈ ગયા છે.

યુકો બેંકે પણ લોન પરના MCLR 0.05 પોઇન્ટ ઘટાડ્યા હતા. બેંકના કહેવા પ્રમાણે, આ પછી, 1 વર્ષની લોન પરનો સ્ટાન્ડર્ડ રેટ 7.40 ટકાથી ઘટીને 7.35 ટકા થયા છે. આ કપાત તમામ લોન માટે સમાન લાગુ પડશે.

અન્ય જાહેર ક્ષેત્રની બેંક ઇન્ડિયન ઓવરસીઝ બેંકે પણ MCLR માં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. બેંકે 1 વર્ષના સમયગાળા માટે લોન પરના વ્યાજના દરને 7.65 ટકાથી ઘટાડીને 7.55 ટકા કર્યા છે. આ દરો પણ તાત્કાલિક અમલમાં આવ્યા છે.

અગાઉ, બેન્ક ઓફ મહારાષ્ટ્રએ MCLRને 1 વર્ષ અને 6 મહિનાની લોન પર અનુક્રમે 7.40 ટકાથી ઘટાડીને 7.30 અને 7.30 ટકાથી ઘટાડીને 7.25 ટકા કરી દીધી છે. બેંકના નવા દરો 7 સપ્ટેમ્બરથી લાગુ થશે. બેન્ક ઓફ મહારાષ્ટ્રએ MCLRને સુધારીને 1 દિવસ, 1 મહિના અને 3 મહિનાની લોન અનુક્રમે 6.80 ટકા, 7 ટકા અને 7.20 ટકા કરી છે.

READ ALSO

Related posts

કામનું/ SBI, HDFC કે પછી PNB? જાણો કઈ બેન્ક આપી રહી છે FD પર સૌથી વધુ વ્યાજ

Damini Patel

લાખો પેન્શનર્સને મળી દિવાળીની ભેટ! મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો થયો વધારો, જાણો ક્યારથી થશે લાગુ

Bansari

સાચવીને રહેજો / કોરોનાનું ત્રણ ગણું જોખમ વધારી શકે છે આ ગંભીર બીમારી, દર્દીઓની થઇ જાય છે આવી હાલત

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!