એક ઘર હોય, એક ગાડી હોય.. આ દરેક ભારતીય નોકરીયાતનું સપનું હોય છે. પરંતુ, એક મોટી રકમ અને રોજબરોજના ખર્ચ વચ્ચે ઘર ખરીદવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, શ્રેષ્ઠ વિકલ્પ હોમ લોન જ દેખાય છે. સામાન્ય માણસ માટે આ લોન 25 લાખથી 40 કે 50 લાખ સુધીની છે.

પરંતુ શું તમે ક્યારેય એ પાસા પર વિચાર કર્યો છે કે તમારે હોમ લોન પર કેટલા વધારાના પૈસા ચૂકવવા પડશે. ઘણીવાર આ રકમ ઘણી વધારે હોય છે. જો તમે લોન લેતી વખતે યોગ્ય બેંક અથવા ફાયનાન્સ કંપની પસંદ ન કરો તો આ રકમ લગભગ બમણી થઈ જાય છે.
પહેલા બધી માહિતી શોધો
સામાન્ય રીતે, મોટાભાગના કેસોમાં હોમ લોનનો સમયગાળો 20 વર્ષનો હોય છે. આવી સ્થિતિમાં હોમ લોનના વ્યાજ અને અન્ય બાબતોની ગણતરી કરવી જરૂરી છે. ઘણી બેંકો તમારી 25 લાખ અથવા 30 લાખની લોન માટે 20 વર્ષના સમયગાળામાં તમારી પાસેથી ડબલ વસૂલે છે. તેથી, લોન લેતા પહેલા અલગ-અલગ બેંકોના વ્યાજ દર તપાસી લેવાનું વધુ સારું રહેશે.
લોનનું ગણિત
ધારો કે તમે ઘર ખરીદવા માટે 25 લાખની લોન લો છો. આ લોન ચૂકવવાની મુદત એટલે કે EMI 20 વર્ષ નક્કી કરવામાં આવી છે. હવે વ્યાજ દર વિશે વાત કરીએ. સામાન્ય રીતે, વિવિધ બેંકોના હોમ લોન વ્યાજ દર 7 ટકાથી 8.5 ટકાની રેન્જમાં હોય છે. લગભગ 7 ટકા એ પ્રારંભિક શ્રેણી છે. વધતા વ્યાજ દર અને અન્ય સંજોગોને ધ્યાનમાં રાખીને, જો તમે સરેરાશ કરો છો, તો હોમ લોન માટે વ્યાજ દર 7.5 ટકાથી 8 ટકાની વચ્ચે હશે.

કુલ હોમલોન | 25 લાખ રૂપિયા |
વ્યાજદર | 7.5 ટકા |
લોનનો સમયગાળો | 20 વર્ષ |
દર મહિનાનું EMI | 20140 રૂપિયા |
કુલ વ્યાજ | 23,33,559 રૂપિયા |
કુલ ચુકવણી | 48,33,559 રૂપિયા |
આ વ્યાજ દર ફ્લોટિંગ રેટ છે એટલે કે બદલાયેલી સ્થિતિમાં વ્યાજ દર બદલાશે. જો વ્યાજ દર 8 ટકા થાય છે, તો આ કિસ્સામાં માસિક EMI 20911 રૂપિયા હશે અને કુલ વ્યાજ 25,18,640 રૂપિયા થશે. એટલે કે તમારે બેંકને કુલ 50,18,640 રૂપિયા ચૂકવવા પડશે. આ તમારી લોનની બમણી રકમ છે.
30 લાખ સુધીની લોન પર વ્યાજ
- SBI 6.65% – 7.65% p.a.
- ICICI બેંક 7.10% – 7.95% p.a.
- બેંક ઓફ બરોડા 6.90% – 8.40% p.a.
- HDFC લિ. 6.70% – 7.50% p.a.
- એક્સિસ બેંક 7.00% – 11.90% p.a.
- કોટક મહિન્દ્રા બેંક 6.50% – 7.30% p.a.
- કેનેરા બેંક 7.05% – 11.85% p.a.
READ ALSO:
- અગાઉના દોષિતોની અપીલો પેન્ડીંગ છે, ત્યારે તમને સાંભળવા પ્રાથમિકતા આપી શકાય નહી : હાઇકોર્ટે રોકડું પરખાવ્યું
- કામની વાત/ પોસ્ટ ઓફિસના ખાતાધારકોને મળી રહી છે આ મોટી સુવિધા, જાણશો તો થઇ જશો ખુશ
- 145મી રથયાત્રા! કેન્દ્રીય મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, રથયાત્રાના દિવસે સવારે જગન્ન્ાાથ મંદિરમાં મંગળા આરતી કરશે
- Twitter નથી માની રહ્યું IT Rules? સરકારે આપી છેલ્લી તક, લેવાઈ શકે છે એક્શન
- યુવતીને રોડ પર ઉભી રાખીને કિસ કરવાની કરી માંગ, ના પાડતા કર્યુ શરમજનક કૃત્ય