GSTV

ઘર ખરીદવાનું થયું સરળ, ફક્ત 3.99 ટકા વ્યાજ પર આ કંપની આપી રહી છે હોમ લોન

તહેવારોની સીઝનમાં(Festive Season), બેંકો હોમ લોન પર આકર્ષક વ્યાજ દર આપી રહી છે. જો તમે તહેવારની સીઝનમાં ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આનાથી વધુ સારી તક ફરીથી મળશે નહીં. વાસ્તવમાં, જાણીતી કંપની ટાટા હાઉસિંગ (Tata Housing)ખૂબ જ ઓછા વ્યાજ દરે હોમ લોન આપી રહી છે. ટાટા હાઉસિંગની આ યોજના હેઠળ, હોમબાયર્સને એક વર્ષ માટે હોમ લોન પર માત્ર 3.99 ટકા વ્યાજ દર ચૂકવવો પડશે.

બાકીનો ખર્ચ કંપની ઉઠાવશે

કંપની હોમબાયર્સને એક વર્ષ માટે 3.99 ટકા ફ્લેટ વ્યાજ દરનો વિકલ્પ આપી રહી છે અને બાકીનો ખર્ચ કંપની ઉઠાવશે. આ યોજના 20 નવેમ્બર સુધી માન્ય છે. કંપનીના જણાવ્યા અનુસાર ગ્રાહકોને બુકિંગ બાદ સંપત્તિના આધારે 25,000 થી આઠ લાખ રૂપિયાના ગિફ્ટ વાઉચર્સ મળશે. 10 ટકા ચૂકવવા અને સંપત્તિની નોંધણી કર્યા પછી વાઉચર આપવામાં આવશે.

આ જગ્યાઓ ઉપર લોકોને મળશે લાભ

ફેસ્ટિવ સિઝન દરમ્યાન મુંબઇ, બેંગલુરુ, કોચી, દિલ્હી-એનસીઆર અને કસૌલીના ઘર ખરીદનારાઓને ટાટા હાઉસિંગની આ યોજનાનો લાભ મળશે. આ યોજના 20 નવેમ્બર સુધી રેડી-ટૂ-મૂવ-ઈન અને અંડરકન્સટ્રક્શન પ્રોપર્ટીઝની સાથે 10 ટાટા હાઉસિંગ પ્રોજેક્ટ પર લાગૂ છે.

ટાટા રિયલ્ટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એમડી અને સીઇઓ સંજય દત્તે જણાવ્યું હતું કે, કોરોના સમયગાળાને કારણે છેલ્લા કેટલાક મહિના દરમિયાન રીઅલ એસ્ટેટ ક્ષેત્રને ખૂબ અસર થઈ હતી. પરંતુ, હવે તેમાં સુધારાના કેટલાક સંકેતો છે. આ ક્ષેત્રને રાહત આપવા સરકાર અને આરબીઆઈએ અનેક પગલા લીધા છે. હવે ઘર ખરીદનારાઓને મદદ કરવાનો ખાનગી ક્ષેત્રનો વારો છે.

READ ALSO

Related posts

કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ

Mansi Patel

આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’

Ali Asgar Devjani

ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!