GSTV

સંસદમાં ચર્ચા બાદ નિર્ણય, હવે ઈટાલીના લોકોને ઘરોમાં ભાંગના છોડ ઉગાડવાની મળી અનુમતિ

Last Updated on September 10, 2021 by Pritesh Mehta

દુનિયાના ઘણા દેશોમાં કેનેબિસ એટલે કે ભાંગના છોડની ખેતી અને તેના ખરીદવેચાણ પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પરંતુ, આ દરમ્યાન ઇટાલીમાં કેનેબિસના છોડને ઘરમાં ઉગાડવા માટે કાયદેસર માન્યતા મળી છે. કેટલીંક શરતોને આધીન ઈટાલીના લોકોને કેનેબિસની ખેતીને પરવાનગી મળવાનું હવે નક્કી છે.

ભાંગના છોડ

એક અહેવાલ અનુસાર, બુધવારે ઈટાલીના નીચલા ગૃહની ન્યાય સમિતિ દ્વારા એક સુધારાને મંજૂરી બાદ ઇટાલીની સરકાર ઘરે ભાંગના છોડની ઓછી માત્રામાં ખેતીને પરવાનગી આપવા માટે સહમત થઇ ગઈ છે.

જોકે, આ કેનેબિસની તસ્કરી અને લેવડદેવડ સાથે જોડાયેલા અપરાધો માટે દંડની જોગવાઈ પણ વધારી દેવામાં આવી છે જેમાં વધુમાં વધુ સજા 6 થી 10 વર્ષ સુધી વધારી દેવામાં આવી છે. આ નિયમને લીધે હવે ઇટાલી યુરોપનો એક એવો દેશ બની ગયો છે જેને કેનેબિસની વ્યક્તિગત ખેતીને બિનપરાધી બનાવી છે.

સ્પેન અને ચેક રિપબ્લિકે પણ ઘરે કેનેબિસના વધુમાં વધુ 5 છોડ લગાવવાની પરવાનગી આપી છે. અમેરિકાના કેટલાંક રાજ્યોમાં પણ શરતોને આધીન તેની છૂટ આપવામાં આવી છે.

જાણવા મળી રહ્યું છે કે આ નિયમ 2019માં ઇટાલીની સુપ્રીમ કોર્ટના એક ઐતિહાસિક ચુકાદાના લગભગ 2 વર્ષ બાદ આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે નાની માત્રામાં કેનેબિસની ઘરેલુ ખેતી કાયદેસર છે. હાલતો, આ નિયમે ઇટાલીમાં કેનેબિસના ઉપયોગ પર એક રાજનૈતિક ચર્ચાને હવા આપી દીધી છે.

અહેવાલો અનુસાર, યુકેમાં કેનેબિસની ઘરેલુ ખેતી ગેરકાનૂની હોવાની સાથે તેનો સ્ટોક કરવા કે તેના ખરીદવેચાણ પર અપરાધીઓને 2500 ડોલરનો દંડ અને 5 વર્ષની જેલની સજા પણ થઇ શકે છે.

ગૃહ વિભાગના તાજેતરના આંકડાઓ જણાવે છે કે પોલીસ એક દિવસમાં રેકોર્ડ કેનેબિસ જપ્ત કરી રહી છે. 2019માં 21%નો વધારો થયો હતો. માર્ચ 2020ના અંત સુધી 12 મહિનામાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 71% ડ્રગ ઝડપી પાડવાની સાથે પોલીસે સૌથી વધુ કેનેબિસ જપ્ત કર્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણસમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારનાસમાચાર.

MUST READ:

Related posts

આ દુકાનમાં મળે છે સોનાથી બનેલ ‘ગોલ્ડન મોદક’: કિંમત અને વિશેષતા જાણીને ચોંકી જશો તમે

Vishvesh Dave

ચીનની મોટી છલાંગ / 90 દિવસની અકવાસી સફર ખેડી 3 ચાઈનીઝ એસ્ટ્રોનોટ ધરતી પર પરત ફર્યા

Pritesh Mehta

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!