GSTV

હું તને કેવી ખુશ રાખુ છુ તારે પણ મને ખુશ રાખવાનો : હોમગાર્ડના જવાનની શરમજનક શરત

Last Updated on October 14, 2021 by Pritesh Mehta

ધરમપુરમાં હોમગાર્ડ કમાન્ડન્ટ દ્વારા એક મહિલા હોમગાર્ડને સારા પોઇન્ટ પર નોકરી આપવાની લાલચ આપી તેની પાસે અશ્લિલ માંગણી કરી હોવાની ઘટના બહાર આવી છે. પોલીસે હોમગાર્ડ કમાન્ડન્ટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતાં પોલીસબેડામાં ભારે ચર્ચા ચાલી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ધરમપુરમાં હોમગાર્ડની નોકરી કરતી એક મહિલાને તેના ઓફિસર ઓફ કમાન્ડીંગ સાજન ભાયલુભાઇ ગાંવિત (રહે. કરંજવેરી, ધરમપુર, વલસાડ) દ્વારા હેરાનગતિ થતી હોવાનું બહાર આવ્યું છે. જૂની મામલતદાર કચેરીમાં ફરજ બજાવતો સાજન રોજ હોમગાર્ડોની નોકરી નક્કી કરી તેમને ડયૂટી આપે છે. તેના દ્વારા એક મહિલાને સારી નોકરી આપ્યા બાદ તેને જણાવ્યું કે, હું તને કેવી ખુશ રાખું છું. તારે પણ મને ખુશ રાખવાનો.

અઠવાડિયે મારી સાથે બે કલાક મજા કરવા આવવાનું. બે કલાક ફરીને આવશું. તેની આ માંગણીથી મહિલા હોમગાર્ડ વશ ન થતાં કમાન્ડન્ટ સાજન સતત તેને ફોન કરી હેરાન કરતો હતો. જેના કારણે આ સંદર્ભે મહિલા હોમગાર્ડે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે સાજન વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

હોબાળો/ આદિવાસી ન હોવા છતાં નિમિષા સુથારને આરોગ્ય મંત્રી બનાવી દીધા, ભાજપના સાંસદે ભાજપના જ મંત્રી સામે મોરચો માંડયો

Pravin Makwana

ગુજરાત સરકારનો મોટો નિર્ણય/ સરકારી નોકરીમાં પતિ-પત્નીને એક જગ્યાએ કે નજીકના સ્થળે મૂકવા આદેશ, પાંચ વર્ષનો નિયમ રદ

Pravin Makwana

ચેતી જજો: પાંચ વર્ષમાં 20થી 40 વયના યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું! સ્ટ્રેસ, અત્યંત ઝડપી જીવનશૈલી, અપૂરતી ઉંઘ સહિતના પરીબળો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!