ચાલુ વર્ષે ચોમાસામાં અત્યાર સુધીમાં 10 રાજ્યોમાં વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે કુલ 1400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં કેરળમાં સૌથી વધુ 488 લોકોના મોત નિપજ્યા છે. ગૃહ મંત્રાલયે સોમાવારે આ જાણકારી આપી. એનઇઆરસી મુજબ કેરળમાં વરસાદ અને પૂરના કારણે 488 લોકોના મોત નિપજ્યા છે. અને રાજ્યના 14 જિલ્લામાં આશરે 54.11 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા હતા. એનઇઆરસી મુજબ ઉત્તર પ્રદેશમાં 254 લોકો. પશ્ચિમ બંગાળમાં 210 લોકો. કર્ણાટકમાં 170 લોકો, મહારાષ્ટ્રમાં 139 લોકો. ગુજરાતમાં 52 લોકો. આસામમાં 50 લોકો અને ઉત્તરાખંડમાં 37 લોકો મોતને ભેટ્યા છે.

previous post
Related posts
