હવે જનતાને ઘરે-ઘરે રાશન પહોંચાડવામાં આવશે. સરકારનો ઉદ્દેશ છે કે રાશન માટે કોઇને પરેશાન ન થવુ પડે. એક અધિકારીએ જણાવ્યું કે 1 ફેબ્રુઆરીથી ચોખા અને રાશનને ઘર સુધી ડિલીવર કરવામાં આવશે. યોજનામાં સરકાર 830 કરોડ રૂપિયા ખર્ચ કરશે. નાગરિક પુરવઠા વિભાગે ચોખાની ખરીદીમાં બદલાવ કર્યો છે. જનતાને સોર્ટેક્સ ચોખા મળશે અને રીયુઝેબલ બેગનો ઉપયોગ રાશન પુરવઠામાં કરવામાં આવશે. દરેક ચોખાની બેગને સીલ કરવામાં આવશે અને તમામનો એક યુનિક કોડ હશે.

લાભાર્થીઓને રાશન 60 ટકા સબસિડી પર મળશે
એક વાહનમાં આશરે પાંચ લાખ 81 હજાર રૂપિયાની કિંમતનો સામાન આવશે. લાભાર્થીઓને સામાન 60 ટકા સબસિડી પર મળશે. સબસિડીનું કુલ બજેટ ત્રણ લાખ 48 હજાર 600 રૂપિયા છે. આંધ્ર પ્રદેશની જહન મોહન રેડ્ડી સરકારે એક મોટી યોજનાની શરૂઆત કરી છે. સરકારે રાશનની હોમ ડીલિવરી શરૂ કરી છે. સીએમ રેડ્ડીએ આજે (ગુરુવારે) વિજયવાડામાં રાશન ડોર ડીલીવરી વ્હીકલ્સને લીલી ઝંડી બતાવી છે. જગન સરકારે ચોખા અને અન્ય જરૂરી વસ્તુઓને ઘરે પહોંચાડવા માટે 539 કરોડ રૂપિયા ની 9260 ગાડીઓ ખરીદી છે.

વાહનોમાં હશે GPS
ડીલીવરી વાહનોમાં જીપીએસ ફીટ હશે, જેથી દરેક વાહનોને ટ્રેક કરી શકાશે. વાહનોને દર મહિને 18 દિવસમાં રાશન પહોંચાડવુ પડશે. બેરોજગારોને રોજગાર ગેરેન્ટી યોજના અંતર્ગત રાશન આપવામાં આવશે. જણાવી દઇએ કે દિલ્હીમાં આ યોજના પહેલાથી જ ચાલી રહી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગત વર્ષે તેનું એલાન કર્યુ છે. દિલ્હી સરકારે તેને મુખ્યમંત્રી ઘર-ઘર રાશન યોજનાનું નામ આપ્યુ છે.
Read Also
- નવા સ્ટેડિયમની પીચની કમાલ : ફટાફટ વિકેટો પડી, બે દિવસમાં ખેલ ખતમ, અંગ્રેજોની નાલેશીજનક હાર!
- ‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ
- પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં
- લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો
- ધર્મસંકટ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર નિર્મલા સીતારમણે આપ્યા આવા જવાબ, સરકારનો મત રજૂ કર્યો