GSTV
Home » News » હવે ઘરે બેઠા મળશે ડીઝલ, ભારત પેટ્રોલિયમે શરૂ કરી આ સેવા

હવે ઘરે બેઠા મળશે ડીઝલ, ભારત પેટ્રોલિયમે શરૂ કરી આ સેવા

હાલ સુધી તમે ઓનલાઈન (Online) અથવા એપ દ્વારા જમવાનું, મોબાઈલ, કપડાં વગેરે ઓર્ડર આપીને મંગાવતા હતા, જોકે હવે તમે ઘરે બેઠા ડીઝલ (Diesel) પણ મંગાવી શકશો. દેશની સૌથી મોટી ઓઈલ માર્કેટિંગ કંપની ભારતીય પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટિડે (BPCL) નોઈડામાં મોબાઈલ પેટ્રોલ પંપ (Mobile Petrol Pump)ની શરૂઆત કરી છે. દિલ્હી-NCRમાં આ પ્રથમ પેટ્રોલ પંપ છે જે ઘરે બેઠા ડીઝલ પહોંચાડશે. કંપનીએ આ સેવા નોઈડાના શહીદ રામેન્દ્ર પ્રતાપ સિંહ પેટ્રોલ પંપ (સેક્ટર-95)થી શરૂ કરી છે.

નહી આપવો પડે વધારાનો ચાર્જ

BPCLના જણાવ્યા અનુસાર “ડીઝલ હોમ ડિલિવરી” (Diesel Home Delivery) સેવાનો લાભ નોઈડા, ગ્રેટર નોઈડા અને આસપાસના વિસ્તારોમાં તૈયાર અને બની રહેલી હાઉસિંગ સોસાયટી, મોલ, હોસ્પિટલો, બેંક, મોટા ટ્રાન્સપોર્ટર, બાંધકામ સાઈટ્સ, ઉદ્યોગોને મળશે. ખાસ વાત એ છે કે આ માટે કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં.

ફિલ નાઉ એપથી બુકિંગ

 ફિલ નાઈટ એપ દ્વારા ગ્રાહકો ઘરે બેઠા ડીઝલ મંગાવવા માટે બુકિંગ કરાવી શકે છે. એપ દ્વારા ડીઝલ મંગાવવા માટે ઓછામાં ઓછું 100 લીટર ડિઝલનું બુકિંગ કરાવવું પડશે. મોબાઈલ પેટ્રોલ પંપ 4000 લીટરનું ફ્યુલ ટેંક હોય છે.

સામાન્ય લોકો માટે ટુંક સમયમાં શરૂ કરાશે આ યોજના

મોબાઈલ પેટ્રોલ પંપ વિશે વધુ જાણકારી આપતા BPCLના સેલ્સ ઓફિસર કીર્તિકુમારે જણાવ્યું હતું કે, હાલ આ સેવા ઉદ્યોગો, મોલ, હોસ્પિટલો વગેરે માટે શરૂ કરવામાં આવી છે. જોકે સરકારની યોજના ઝડપથી સામાન્ય વ્યક્તિ માટે પણ શરૂ કરવાની છે. આ યોજનાનો હેતુ પારદર્શક રીતે ડીઝલની ઘરે ઘરે પહોંચાડવાનો છે. આ યોજનાની સૌથી મહત્વની બાબત એ છે કે, આમાં કોઈપણ ગડબડી થવાની સંભાવના નથી, કેમ કે આ મોબાઈલ પેટ્રોલ પંપ જિયો ફેસિંગ ટેકનોલોજીથી જોડાયેલું છે, જેનાથી નક્કી કરેલા સ્થળે જ ઓઈલ પહોંચાડી શકાશે, અન્યથા વચ્ચે ક્યાંય આનો ઉપયોગ કરવામાં આવી શકશે નહીં.

આ રીતે નોંધણી કરાવો

ગૂગલ પ્લેસ્ટોર (Google play Store) અને IOS પરથી “ફિલનાઉ એપ” (FillNow App)ને ડાઉનલોડ કરવું પડશે. ત્યારબાદ આ એપમાં લોકેશન ટ્રેકિંગ (Location Tracking)નો વિકલ્પ મળશે. આ વિકલ્પની પસંદગી કર્યા બાદ તમારું લોકેશન કંપનીના સર્વર સાથે જોડાઈ જશે. ત્યારબાદ તમે આસાનીથી ડિઝલનો ઓર્ડર આપી શકશો.

SMSથી જાણકારી મળશે

શહીદ રામેન્દ્ર પ્રતાપ પેટ્રોલ પંપના મેનેજર વિનોદ કુમારસિંહે જણાવ્યું છે કે, ડીઝલની બુકિંગ કરાવનારા ગ્રાહકોને ડિઝલ પહોંચાડતા પહેલા 10 મિનિટ પહેલા એપ દ્વારા SMSથી જાણકારી આપવામાં આવશે. ડિઝલ ટેન્કર 500 મીટરે પહોંચશે ત્યારે ટેન્કર આવવાની સૂચના ગ્રાહકોને SMSથી મોબાઈલ પર મળી જશે.

સરળ ચૂકવણીનો વિકલ્પ

ઘરે બેઠા ડિઝલ મંગાવનાર ગ્રાહકોને ચુકવણીમાં સરળા રહે તેવી સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગ્રાહકો તેમના UPI એપ, મોબાઈલ વોલેટ, ડેબિટ-ક્રેડિટ કાર્ડ, NEFT, RTGS વગેરે દ્વારા ચુકવણી કરી શકશે. ગ્રાહકો પાસે મોબાઈલ પેટ્રોલ પંપ દ્વારા કરવામાં આવેલ તમામ પ્રકારની લેવડ-દેવડનો રેકોર્ડ પણ આપવામાં આવશે.

READ ALSO

Related posts

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દિકરી ઇવાન્કા પણ આવી ભારત, જુઓ તેની ખૂબસુરત તસવીરો

Bansari

આ માંગ સાથે સરકારી કંપની BSNLનાં દેશભરનાં કર્મચારીઓ આજે છે ભૂખ હડતાળ પર

Mansi Patel

મોદી સરકારની આ યોજનાથી ખેડૂતોની આવકમાં થઈ રહ્યો છે વધારો, બમણી થઈ જશે ઈનકમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!