દશેરાના દિવસે દ્વારકામાં સમરી પૂજન કરાયું

યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશજી બિરાજમાન છે ત્યારે વર્ષ માં માત્ર ચાર વખત જ ભગવાનનું બાળ સ્વરૂપ નગર ચર્યાએ નીકળે છે. ત્યારે આજ રોજ દશેરા ઉત્સવ હોવાથી ભગવાન સમરી પૂજન કરવા માટે નીકળે છે અને શસ્ત્રોનું પૂજન ભગવાન ખુદ કરે છે તે પરંપરા આજે પણ દ્વારકામાં પૂજારી પરિવાર દ્વારા જીવંત રખાઈ છે .

યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં દર વર્ષે હજારો યાત્રિકો દર્શનાર્થે આવે છે અને ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અહીંની પરંપરા મુજબ ભગવાન શ્રી દ્વારકાધીશ વર્ષમાં માત્ર 4 વખત બહાર નગરમાં ભ્રમણ માટે નીકળે છે અને ખુદ નગરને જોવા તેમજ દર્શન આપવા જાય છે ત્યારે આજ રોજ ભગવાન શ્રી દ્વારકાધીશનું બાળ સ્વરૂપ દશેરાના દિવસે બહાર પૂજારી પરિવાર દ્વારા લાવવામાં આવ્યું હતું અને ભગવાન સમરી પૂજન કરવા નીકળ્યા હતા.

ભગવાન શ્રી દ્વારકાધીશ દ્વારા આજ રોજ સમરી પૂજન (શસ્ત્રોનું પૂજન) કરાયું હતું કહેવાય છે કે ભગવાન શ્રી દ્વારકાધીશએ પાંડવોને વનવાસ હતો ત્યારે સમરીના વૃક્ષ નીચે હથિયાર રાખવાનું કહ્યું હતું અને બાદમાં એ હથિયાર કાઢી અને તેનું પૂજન કરાયું હતું અને તે દિવસે દશેરા હતા એથી જ દશેરાના દિવસે દ્વારકામાં સમરી પૂજન કરાય છે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter