GSTV
Home » News » હોલીવુડ સ્ટાર બ્રાડ પીટને આવી ચંદ્રયાન-2ની યાદ, એસ્ટ્રોનોટને પૂછ્યું શું તમે વિક્રમ લેન્ડરને જોયું?

હોલીવુડ સ્ટાર બ્રાડ પીટને આવી ચંદ્રયાન-2ની યાદ, એસ્ટ્રોનોટને પૂછ્યું શું તમે વિક્રમ લેન્ડરને જોયું?

હોલીવુડ સ્ટાર બ્રાડ પિટે સોમવારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) પર ફોન કરીને અમેરિકન અંતરિક્ષયાત્રી નિક હોજ સાથે ચેટ કરી હતી. આ કોલ નાસા ટીવી પર પ્રસારિત થયો હતો અને બ્રાડ પિટની આગામી ફિલ્મ એઇડ એસ્ટ્રાના પ્રમોશનલ ટૂરનો એક ભાગ હતો. ફિલ્મમાં, બ્રાડ પિટ ખતરનાક મિશન પર મોકલવામાં આવેલા અવકાશયાત્રીની ભૂમિકા ભજવશે. નિક સાથેની વાતચીત દરમિયાન, બ્રાડ પિટે આઈએસએસ કાર્યકરોના જીવન વિશે પૂછ્યું, જેના માટે હોજે કહ્યું કે અંતરિક્ષયાત્રીએ સવારે 7.30 થી સાંજ 7.30 વાગ્યા સુધી કામ કર્યું.

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) પર ફોન કરીને અમેરિકન અંતરિક્ષયાત્રી નિક હોજ સાથે ચેટ કરી

બ્રાડે નિકને એ પણ પૂછ્યું કે શું તેણે ભારતનાં ચંદ્રયાન -2 વિક્રમ લેન્ડરનું ઉતરાણ જોયું

બ્રાડે નિકને એ પણ પૂછ્યું કે શું તેણે ભારતનાં ચંદ્રયાન -2 વિક્રમ લેન્ડરનું ઉતરાણ જોયું છે? જે 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું હતું. બે અન્ય અમેરિકનો, બે રશિયનો અને એક ઇટાલિયન સાથે આઇએસએસમાં રહેલા નિક હોજે જવાબ આપ્યો – કમનસીબે નહીં.

7 સપ્ટેમ્બરના રોજ, ચંદ્રયાન 2 ના વિક્રમ લેન્ડર, જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવા જઇ રહ્યો હતો, તે ઉતરાણની થોડી મિનિટો પહેલા ઇસરો સાથે સંપર્ક ગુમાવ્યો. ઘણા સમયથી વિક્રમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ઇસરોના વૈજ્ઞાનિકો સંપર્ક કરી શક્યા નહી.

READ ALSO

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

મોદી સરકાર ‘મંદી’ શબ્દને સ્વિકારવા તૈયાર જ નથી, જો સમસ્યાઓની ઓળખ નહીં થાય તો…

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!