GSTV
Home » News » હોલિવુડ ફિલ્મોના પ્રોડ્યુસર અને શારીરિક શોષણના આરોપોમાં ફસાયેલા હાર્વે વિંસ્ટીને સરેન્ડર કર્યુ

હોલિવુડ ફિલ્મોના પ્રોડ્યુસર અને શારીરિક શોષણના આરોપોમાં ફસાયેલા હાર્વે વિંસ્ટીને સરેન્ડર કર્યુ

શારીરિક શોષણ જેવા ગંભીર આરોપોમાં ફસાયેલા હોલિવૂડ પ્રોડ્યુસર હાર્વે વિંસ્ટીને અમેરિકાની મેનહટ્ટન પોલીસની સમક્ષ સરેન્ડર કર્યું છે. કાયદા મંત્રાલયના અધિકારીઓએ આ જાણકારી આપી છે. વિંસ્ટીન વિરૂદ્ધ અનેક મહિલાઓએ યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા છે.

વિંસ્ટીનના ગંભીર મામલા સામે આવ્યા બાદ ઘણી મહિલાઓએ હેશટેગ મી ટુ દ્વારા પ્રભાવશાળી અને પાવરફુલ લોકો દ્વારા યૌન શોષણ થયાની વાત દુનિયા સમક્ષ રાખી હતી. ધરપકડ પહેલા હાર્વે વિંસ્ટીને પોતાના કરતા પોતાના પરિવાર અંગે વધુ ચિંતા વ્યક્ત કરી.

એક સૂત્રએ પીપલ ડોટ કોમને જણાવ્યું કે હાર્વે સ્ટાન્ડર્ડ લીગલ પ્રોટોકોલનું પાલન કરશે. આ દરમિયાન તે પોતાના આત્મસુધાર પ્રત્યે ઇમાનદાર છે અને પરિવાર, મિત્રો પર ભરોસો કરી રહ્યા છે.

સૂત્રો મુજબ વિંસ્ટીન હજુ પણ હસી મજાક કરી રહ્યા છે. અને તે પોતાના પરિવારને લઇને વધુ ચિંતિત છે. આરોપની ઝીણવટભરી તપાસ બાદ મેનહટ્ટનમાં તપાસ અધિકારી વિંસ્ટીનની ધરપકડ કરવાની તૈયારીમાં હતા.

 

Related posts

VIDEO : રાજનાથ સિંહની સ્વદેશી વિમાન તેજસમાં ઉડાન

Mayur

સલમાન ખાનની ફિલ્મમાં તેના દુશ્મન અભિનેતાની એન્ટ્રી થતા સલમાન ગુસ્સે ભરાયો

Arohi

કાશી પહોંચી હર હર મહાદેવ કરશે આયુષ્માન ખુરાના, નવી ફિલ્મનું શૂટિંગ થયું શરૂ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!