GSTV
Entertainment Hollywood Videos ટોપ સ્ટોરી

Oscar 2020માં Parasiteનો દબદબો : અમેરિકન ફિલ્મોને પછાડી બેસ્ટ ફિલ્મ અને ડાયરેક્શનનો ઓસ્કર જીત્યો

હોલિવુડના પ્રતિષ્ઠિત એવા 92મા ઓસ્કર એવોર્ડનું લોસ એન્જેલસના ડોલ્બી થીએટર ખાતે રંગારંગ પ્રારંભ થયો હતો. જેમાં હોલિવુડ ફિલ્મની વિવિધ હસ્તીઓએ એવોર્ડમાં હિસ્સો લીધો હતો. આ એર્વોડમાં 1917 અને પેરેસાઈટનો દબદબો રહ્યો હતો. પેરેસાઈટ ફિલ્મે અમેરિકન ફિલ્મોને પછાડતા ફિલ્મના ત્રણ મોટા એર્વોડ સ્ક્રિપ્ટ, ડાયરેક્શન અને બેસ્ટ ફિલ્મ પર કબ્જો જમાવ્યો હતો. જ્યારે અભિનયમાં પ્રબળ દાવેદાર માનવામાં આવી રહેલા જેક્વીન ફોનેક્ષને ફિલ્મ જોકર માટે એર્વોડ મળ્યો હતો. બીજી તરફ બ્રાડ પીટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકેનો પ્રથમ ઓસ્કર એર્વોડ જીત્યો હતો.

બેસ્ટ એક્ટર

પોતાની અભિનય ક્ષમતાથી સમગ્ર વિશ્વને પોતાના પ્રેમમાં પાડનારા જેક્વીન ફોનીક્ષને બેસ્ટ અભિનેતાનો ઓસ્કર એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ તેને જોકર ફિલ્મ માટે મળ્યો છે. જેક્વીને આ પહેલા ગ્લેડીયેટર અને હર જેવી ખ્યાતનામ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જોકરની રિલીઝ બાદ સમગ્ર વિશ્વને ખ્યાલ આવી ગયો હતો કે આ એવોર્ડ જેક્વીનને જ મળશે.

બેસ્ટ ફિલ્મ

બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પેરેસાઈટ ફિલ્મને મળ્યો છે. બેસ્ટ ડાયરેક્શન બાદ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ આ ફિલ્મને મળતા બે કદાવર એવોર્ડો પોતાના નામે કર્યા છે. આ ફિલ્મ મૂળ સાઉથ કોરિયાની છે. આ સાથે જ પેરેસાઈટે નોન-ઈંગ્લીશ ફિલ્મ હોવા છતાં ઓસ્કર જીતવાનો કિર્તીમાન રચી દીધો છે.

બેસ્ટ એક્ટ્રેસ

Renée Zellwegerને જ્યુડી ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કર એવોર્ડ મળ્યો છે. જે એન્ડ ઓફ ધ રેનબો નામના સ્ટેજ પ્લે પર આધારિત છે.

બ્રેડ પીટે પોતાના કરિયરનો સૌ પ્રથમ ઓસ્કર એવોર્ડ જીત્યો છે. બ્રાડને આ એવોર્ડ 2019ની ડ્રામા ફિલ્મ Once Upon A Time In Hollywood માટે જીત્યો છે.

બ્રેડ પીટ સિવાય સપોર્ટિંગ એક્ટરનો ઓસ્કર જીતવાની રેસમાં ટોમ હેંક્સ, એન્થની હોપકિન્સ, જો પેસ્કી અને અલ પચીનો જેવા ખ્યાતનામ કલાકારો હતા. બ્રેડે પોતાનો પ્રથમ ઓસ્કર જીતવાની સાથે જ ફિલ્મના કો સ્ટાર લિયોનાર્ડો ડિ કેપ્રિયોને ગળે લગાવ્યો હતો. તેણે પોતાની ઓસ્કર સ્પીચમાં ખાસ ક્વેંટન ટેરેન્ટીનોનો આભાર માન્યો હતો. આ સિવાય બ્રેડે 45 સેકન્ડની સ્પીચ પણ આપી હતી.

બેસ્ટ ડાયરેક્શન

ફિલ્મ પેરેસાઈટ માટે ખ્યાતનામ ડાયરેક્ટ બોંગ જૂન હોએ ઓસ્કર એર્વોડ જીત્યો છે. સાઉથ કોરિયાની આ ફિલ્મે આ સાથે જ ઈતિહાસ રચી દીધો છે કારણ કે આ ફિલ્મે અમેરિકન ફિલ્મોને પરાજય આપી દીધો છે.

બેસ્ટ ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મ

બેસ્ટ ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મનો એવોર્ડ સાઉથ કોરિયની ફિલ્મ પેરેસાઈટે જીત્યો છે. આ એ જ કેટેગરી છે જ્યાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ગલી બોય પણ નોમિનેટ થઈ હતી. આ એવોર્ડ એનાયત કરવા માટે ખ્યાતનામ અભિનેત્રી પેનોલોપે ક્રૂઝ પહોંચી હતી. પેરાસાઈટ સાઉથ કોરિયાની પહેલી એવી ફિલ્મ છે જેને અમેરિકન કેટેગરીમાં પણ ઓસ્કર માટે નોમિનેશન મળ્યું હોય.

બેસ્ટ સિનેમેટોગ્રાફી

હોલિવુડના લેજેન્ડરી સિનેમેટોગ્રાફર રોજર ડિકિન્સે પોતાનો બીજો ઓસ્કર એવોર્ડ પોતાના નામે કર્યો છે. રોજરે ફિલ્મ 1917 માટે આ એવોર્ડ મળ્યો છે. સેમ મેન્ડેસ દ્રારા નિર્દેશિત આ ફિલ્મ પ્રથમ વિશ્વયુદ્ધના સમયની આસપાસ ઘુમે છે. રોજરે આ ફિલ્મમાં અદભૂત કેમેરા વર્ક દર્શાવ્યું હતું. જેથી તેમને આ એવોર્ડ માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા. રોજર ડિકિન્સનું આ 15મુ નોમિનેશન હતું. અત્યાર સુધીમાં તેઓ બે એવોર્ડ પોતાના નામે કરી ચૂક્યા છે.

બેસ્ટ સાઉન્ડ એડિટીંગ

બેસ્ટ સાઉન્ડ એડિટીંગની જો વાત કરવામાં આવે તો આ એવોર્ડ ફિલ્મ ફોર્ડ vs ફેરારીને મળ્યો છે. આ ફિલ્મની સામે 1917, સ્ટાર વોર્સ, વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવુડ જેવી કદાવર ફિલ્મો હતી. આ ડૉનાલ્ડ સિલવેસ્ટરનો પ્રથમ ઓસ્કર એવોર્ડ છે.

બેસ્ટ એડિટીંગ

બહુ ચર્ચિત ફિલ્મ ફોર્ડ vs ફેરારીને બેસ્ટ એડિટીંગનો ઓસ્કર એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ જેમ્સ મેનગોલ્ડ દ્રારા ડાયરેક્ટ કરવામાં આવી હતી. Michael McCusker અને Andrew Buckland આ એવોર્ડ મળ્યો છે. વાર્તામાં બે ઓટોમોબાઈલ ધૂરંધરોની વાત કરવામાં આવી છે. ફિલ્મમાં ફેરારીએ ફોર્ડનું અપમાન કર્યા બાદ કેવી રીતે ફોર્ડે રેસિંગ કાર બનાવી સૌને હરાવ્યા તેની કહાની છે. ફિલ્મમાં ક્રિસ્ચયન બેલ અને મેટ ડેમન જેવા કલાકારો છે.

બેસ્ટ સાઉન્ડ મિક્સિંગ

બેસ્ટ સાઉન્ડ મિક્સિંગનો ઓસ્કર એવોર્ડ માર્ક ટેલર અને સ્ટુઅર્ટ વિલ્સનની જોડીને મળ્યો છે. આ ઓસ્કર તેમને પ્રથમ વિશ્વયુદ્ધ પર આધારિત વોર ફિલ્મ 1917 માટે મળ્યો છે. આ માર્કનો પ્રથમ ઓસ્કર છે. આ પહેલા માર્કને ત્રણ ઓસ્કર નોમિનેશન મળી ચૂક્યા છે. બીજી તરફ સ્ટુઅર્ટને અત્યાર સુધી 6 ઓસ્કર નોમિનેશન મળી ચૂક્યા છે. આ સ્ટુઅર્ટના કરિયરનો પણ પ્રથમ ઓસ્કર એવોર્ડ છે.

બેસ્ટ ઓરિજનલ સ્ક્રિનપ્લે

સાઉથ કોરિયન સ્ક્રિપ્ટરાઈટર્સ Bong Joon Ho અને Han Jin Hoને ફિલ્મ પેરેસાઈટ માટે બેસ્ટ ઓરિજનલ સ્ક્રિનપ્લેનો ઓસ્કર એવોર્ડ મળ્યો છે. આ પ્રથમ એવી સાઉથ કોરિયન ફિલ્મ છે જે ઓસ્કર એવોર્ડ માટે નોમિનેટ થઈ હોય અને જીતવામાં પણ સફળ થઈ હોય. આ ફિલ્મ સિવાય મેરિઝ સ્ટોરી, વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવુડ, 1917 જેવી ફિલ્મો પણ પોતાના સ્ક્રિનપ્લે માટે નોમિનેટ થઈ હતી. જેમાંથી પેરેસાઈટે ઓસ્કર એવોર્ડ જીત્યો છે.

બેસ્ટ એનિમેટેડ ફિલ્મ

વર્ષોથી લોકોનું એનિમેશન દ્રારા દિલ લુભાવી રહેલી ટોય સ્ટોરી સિરીઝની ફિલ્મ Toy Story 4એ પણ ઓસ્કર જીતી લીધો છે. 2011માં Toy Story 3ને પણ આ કેટેગરીમાં જ નોમિનેશન મળ્યું હતું. જ્યારે Toy Storyનો પહેલો પાર્ટ ઓલરેડી એક ઓસ્કર લઈ ચૂક્યો છે.

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ

અભિનેત્રી Laura Dernને ફિલ્મ મેરિઝ સ્ટોરી માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર એર્વોડ મળ્યો છે. આ તેના કરિયરનું ત્રીજું નોમિનેશન હતું. આ કેટેગરીમાં માર્ગેટ રોબી, ફ્લોરેન્સ પગ, સ્કારલેટ યોહાનસન અને કેથી બેટ્સ જેવી ધુરંધર અભિનેત્રીઓ સામેલ હતી. જેમને પછાડી Laura Dern ઓસ્કર પર કબ્જો જમાવ્યો છે. ખાસ વાત એ છે કે Laura Dernનો આજે જન્મદિવસ પણ છે. તેણે પોતાની ઓસ્કર સ્પીચમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

બેસ્ટ કોસ્ટ્યુમ

જેક્લીન ડુરેનને ફિલ્મ લિટિલ વિમેન માટે બેસ્ટ કોસ્ટ્યુમ ડિઝાઈનરનો ઓસ્કર એવોર્ડ મળ્યો છે. 2020ના ઓસ્કરમાં આ ફિલ્મ 6 કેટેગરીમાં નોમિનેટ થઈ હતી. જેમાં બેસ્ટ એડોપ્ટેડ સ્ક્રિનપ્લે, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ, બેસ્ટ ફિલ્મ સહિતની કેટેગરીનો સમાવેશ થાય છે.

બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન અને બેસ્ટ સેટ ડેકોરેશન

Once Upon A Time In Hollywood ફિલ્મે બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનનો બીજો ઓસ્કર પણ મેળવ્યો છે. Barabara Lingને આ એવોર્ડ મળ્યો છે. આ સિવાય Nancy Haighને બેસ્ટ સેટ ડેકોરેશનનો ઓસ્કર એવોર્ડ મળ્યો છે.

બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ

બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મની જો વાત કરવામાં આવે તો ફિલ્મ The Neighbors’ Windowના ખાતામાં ઓસ્કરનો આ ખિતાબ ગયો છે. આ ફિલ્મની સાથે સ્પર્ધામાં બ્રધરહૂડ, નેફ્ટા ફૂટબોલ ક્લબ, સિરીયા અને અ સિસ્ટર જેવી ફિલ્મો જીતવાની રેસમાં હતી. ફિલ્મના ડાયરેક્ટર માર્શલ કરીએ આ એર્વોડ જીત્યા બાદ પોતાની માતાને અર્પણ કર્યો હતો.

કોઈ હોસ્ટ નહીં

ગત્ત વર્ષે આ એવોર્ડનો કોઈ હોસ્ટ નહોતો. ઓસ્કરની છેલ્લી હોસ્ટ તરીકે અમેરિકન ટીવી હોસ્ટ જીમ્મી કિમ્મેલ જોવા મળી હતી. જેણે 2018ના 90માં સંસ્કરણમાં યજમાની કરી હતી. આ વર્ષે જે લોકો એવોર્ડ આપવા માટે આવશે તેમાં ટોમ હેંક્સ, મહરશાલા અલી, નેટલી પોર્ટમેન, તિમોથી શાલામે, રામી મલેક, માર્ક રફેલો, સ્પાઈક લી, બ્રી લાર્સન અને કિયાનૂ રિવ્સ જેવા કલાકારોનો સમાવેશ થાય છે.

નામ બદલાયું

ખાસ વાત એ છે કે આ વખત બેસ્ટ ફોરેન કેટેગરીનું નામ બદલીને બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ રાખવામાં આવ્યું છે. આ વર્ષે દુનિયાભરમાં ચર્ચામાં આવેલી ફિલ્મ પેરેસાઈટને બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મની કેટેગરી સિવાય અમેરિકન કેટેગરીમાં પણ 8 નોમિનેશન્સ મળ્યા છે. જેણે દર્શકોમાં ઘણી જ ઉત્સુકતા જગાવી છે.

READ ALSO

Related posts

દાદીએ પોતાના ગરબાથી ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, એનર્જી જોઈ સારા-સારા ડાન્સર્સ રહી ગયા દંગ

Damini Patel

BIG BREAKING: ગહલોતના પાયલટ પરના નિવેદને મચાવી રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ, શું મહારાષ્ટ્ર જેવું સંકટ સર્જાશે?

pratikshah

સંજય રાઉતનો એકનાથ શિંદેને ખુલ્લો પડકાર! તમારી પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે તો શા માટે ગુવાહાટીમાં છો, દેખાડો તમારું શક્તિપ્રદર્શન

pratikshah
GSTV