GSTV

અતિની નહીં ગતી/ સંબધો તૂટ્યાને ભૂલવા માટે શારીરીક સંબધનો આદી બન્યો હતો આ ફેમસ હોલિવુડનો અભિનેતા, હાલત તો એવી થઈ ગઈ હતી કે….

Last Updated on November 24, 2021 by Zainul Ansari

હોલીવુડ એક્ટર વિલ સ્મિથ તેની બાયોગ્રાફીને કારણે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. સ્મિથે તેની બાયોગ્રાફીમાં દાવો કર્યો છે કે ગર્લફ્રેન્ડ સાથેના બ્રેકઅપ પછી એક સમય એવો હતો જ્યારે તેણે ઘણી બધી મહિલાઓ સાથે સંબંધ બનાવ્યા હતા અને તે બીમાર પડી ગયો હતો.

વિલ સ્મિથ (53)નું આ પુસ્તક આ મહિનાની શરૂઆતમાં રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં અભિનેતાએ તેની યાદો અને અનુભવો શેર કર્યા છે. પુસ્તકમાં સ્મિથ લખે છે કે Melanie નામની યુવતી સાથે 16 વર્ષની ઉંમરે રિલેશનશિપ સમાપ્ત થયા પછી હું “મોટા પાયે સેક્સુઅલ રિલેશન” બનાવવા તરફ વળ્યો હતો.

વિલ સ્મિથે જણાવ્યું કે બ્રેકઅપ મારા માટે એકદમ અસહ્ય બની ગયું. તે પછી મેં ઘણી મહિલાઓ સાથે સંબંધો બનાવવાનું શરૂ કર્યું. તેના કારણે મને Psychosomatic Disorder થઈ ગયો. સેક્સ પછી મને ઘણી વાર ઉલ્ટી થતી હતી.

બ્રેકઅપ પછીના અનુભવ વિશે વાત કરતા અભિનેતાએ લખ્યું મને રાહતની સખત જરૂર હતી, કારણ કે દિલ તૂટવા માટેની કોઈ દવા નથી. મેં શોપિંગ અને મોટા પાયે સંબંધ બાંધવાના ઉપચારનો આશરો લીધો હતો.

સ્મિથ કહે છે કે જ્યારે હું મારી પહેલી ગર્લફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં હતો, ત્યાં સુધી મારે માત્ર એક અન્ય મહિલા સાથે જ સંબંધ રહ્યો હતો, પરંતુ બ્રેકઅપ પછી તે સંપૂર્ણપણે બદલાઈ ગયો. પછીના થોડા મહિનામાં મેં એટલી બધી મહિલાઓ સાથે સેક્સ કર્યું કે એક સમયે હું બીમાર પણ પડી ગયો.

જો કે વિલ નોંધે છે કે બ્રેકઅપ પછી ગુસ્સામાં ‘મોટા સ્તરે સંબંધ’ બનાવી સાજા થવાના તેના પ્રયાસોનો કોઈ ફાયદો નથી થયો. આટલા બધા લોકો સાથે સંબંધ બાંધ્યા પછી પણ તેને કોઈ ઈચ્છિત જીવનસાથી ન મળ્યો.

જણાવી દઈએ કે વિલ પરિણીત છે. તેણે બે લગ્ન કર્યા છે. વિલે જેડા પિંકેટ સ્મિથ સાથે બીજા લગ્ન કર્યા હતા, જે હવે વિલની પત્ની છે.

પર્સનલ લાઇફને લઇ ચર્ચામાં છે સ્મિથ

ઉલ્લેખનીય છે કે સ્મિથ લાંબા સમયથી પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. તેણે હાલમાં જ તેની યુટ્યુબ સીરીઝ ‘બેસ્ટ શેપ ઓફ માય લાઈફ’માં તેના જીવન સાથે જોડાયેલા કેટલાક શોકિંગ ખુલાસા કર્યા છે. જેમાં વિલ સ્મિથે તેની માતા સાથે થયેલી ઘરેલુ હિંસાનો ઉલ્લેખ કર્યો હતો. તેણે એ પણ જણાવ્યું કે તેને હજુ પણ ગિલ્ટી છે કે તે તેના પિતાના ખરાબ વર્તનથી પોતાની માતાને બચાવી ના શક્યો. પિતાએ એકવાર તેની માતાને મુક્કો માર્યો. જેના કારણે માતાના મોઢામાંથી લોહી આવી ગયું હતું.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!