પ્રિયંકાએ આ હૉલીવુડ સ્ટારને આપ્યું લગ્નું આમંત્રણ, નહી સામેલ થાય એકપણ બૉલીવુડ સેલેબ્રિટી

ઇન્ટરનેશનલ સ્ટાર પ્રિંયંકા ચોપરાના લગ્નને લઇને જબરદસ્ત માહોલ છે. 2 ડિસેમ્બરના રોજ જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં તવા જઇ રહેલા આ રૉયલ વેડિંગમાં પસંદગીના મહેમાનોને જ આમંત્રિત કરવામાં આવ્યા છે. જ્યાં હજુ સુધી લગ્નમાં બોલીવુડ સેલેબ્રિટીઝના સામેલ થવા પર પ્રશ્નાર્થ છે ત્યાં એક્ટ્રેસના ડ્રીમ વેડિંગમાં હૉલીવુડ સ્ટાર ડ્વેન જૉનસન એટલે કે ધ રૉક સામેલ થશે તેવી ચર્ચાઓ થઇ રહી છે.

એક અહેવાલ અનુસાર પ્રિયંકા-નિકના લગ્નમાં ડ્વેન જૉનસન આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે. જણાવી દઇ કે પ્રિયંકા-નિક બંનેએ આ સ્ટાર સાથે કામ કર્યુ છે. પ્રિયંકાએ ડ્વેન સાથે બેવૉચમાં અને નિકે જુમાંજીમાં ડ્વેન સાથે કામ કર્યુ છે.

એક ઇન્ટરવ્યુંમાં ડ્વેને મજાકમાં કહ્યું હતું કે પ્રિયંકા-નિકને સાથે લાવવા માટે તે જવાબદાર છે. બીજી બાજુ લગ્નના ફંક્શન્સન પહેલા એક્ટ્રેસના ધરે ગણેશ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પ્રિયંકા અને નિકના પરિવારજનો સામેલ થયા હતાં.


રિપોર્ટસ અનુસાર ઉમેદ ભવનથી મહેરાનગઢ કિલ્લા સુધી જવા માટે પ્રિયંકાએ પોલીસ સુરક્ષા માગી હતી. તેના માટે તેણે પ્રાઇવેટ સિક્યોરીટી એજન્સી પણ હાયર કરી હતી. પરંતુ જોધપુર પોલીસે રાજસ્થાનની આગામી વિધાનસભા ચૂંટણીનો હવાલો આપતા એક્ટ્રેસને સુરક્ષા આપવાથી ઇનકાર કરી દીધો હતો. તેથી પ્રી-વેડિંગ અને વેડિંગ તમામ ફંક્શન ઉમ્મેદ ભવન પેલેસમાં થશે.

View this post on Instagram

Ralph Lauren’s 50th Anniversary

A post shared by Priyanka Chopra FC (@priyankachopraaa) on

આ ઉપરાંત ઉમેદ ભવન પેલેસની બહાર એક નોટિસ લગાવી દેવામાં આવી છે- સૂચિત કરવામાં આવે છે કે રખ-રખાવ કારણોસર ઉમ્મેદભવન પેલેસ મ્યુઝિયમ ગુરુવાર 29-11-2018થી તારીખ 3-12-2018 સુધી દર્શકો માટે બંધ રહેશે.

પ્રિયંકા ચોપરાના લગ્નમાં ફક્ત નજીકના સંબંધીઓ અને મિત્રો જ સામેલ થશે. આશરે 80 લોકોની હાજરીમાં તેઓ સાત ફેરા લેશે. આ શાહી લગ્નમાં આવેલા મહેમાનોને નિક-પ્રિયંકા ખાસ ભેટ આપશે. મીડિયા રિપોર્ટસ અનુસાર આ કપલ મહેમાનોને સ્પેશિયલ પર્સનલાઇઝ્ડ ચાંડીનો સિક્કો ભેટમાં આપશે. સિક્કાની એક બાજુ NP લખેલું છે અને બીજી બાજુ ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની આકૃતિ છે. મહેમાનોને લગ્નના અંતમાં આ ખાસ હેન્ડીક્રાફ્ટ ગિફ્ટ આપવામાં આવશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter