GSTV
Home » News » હૉલીવુડ એક્ટર જ્હોની ડેપનો ખુલાસો : મારી પત્ની મને દારૂ પી ઢોર મારતી હતી

હૉલીવુડ એક્ટર જ્હોની ડેપનો ખુલાસો : મારી પત્ની મને દારૂ પી ઢોર મારતી હતી

હૉલીવુડ અભિનેતા જ્હોની ડેપે તેના બહુચર્ચિત ડિવોર્સ મામલામાં લગભગ રોતા રોતા પોતાની આપવીતી જણાવી હતી. “પાઈરેટ્સ ઓફ કેરેબિયન” ફિલ્મોમાં જૅક સ્પેરો નામનાં ડાકુનો અભિનય કરીને દુનિયાભરનમાં લોકપ્રિય થયેલા જ્હોની ડેપ હૉલીવુડનાં સૌથી મોંઘા કલાકારોમાંથી એક છે. પરંતુ હાલનાં દિવસોમાં તે પોતાનાં ડિવોર્સને લઈને ચર્ચામાં છે.

જ્હોની ડેપે તેની પત્ની અંબર હર્ડ સાથે છૂટાછેટા લઈ લીધા છે. હાલમાં આ બંને વચ્ચે 50 મિલિયન ડોલર (લગભગ 348 કરોડ રૂપિયા)નાં  દાવાને લઈને લડાઈ ચાલી રહી છે. જ્હોની ડેપે તેની પૂર્વ પત્નીને માનહાનિના બદલામાં આ રકમ ચૂકવવા માટે કહ્યુ છે.

વર્ષ 2016માં બંને અભિનેતાઓએ એકબીજા સાથે છૂટાછેડા લઈ લીધા હતા. તો જ્હોનીની પત્નીએ તેની ઉપર આરોપ લગાવ્યા હતા કે, તેમના 18 મહિના ચાલેલાં લગ્નજીવનમાં જ્હોની તેને મારતો હતો. તો બાદમાં જ્હોનીએ દસ્તાવેજો કોર્ટમાં જમા કરાવીને પોતાની આપવીતી જણાવી હતી.

જ્હોનીએ અંબર ઉપર આરોપ લગાવ્યો હતો કે, અંબર નશામાં ધુત રહેતી હતી, અને તેને મારતી હતી. ઘણીવાર નશાની હાલતમાં જ્હોનીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જ્હોનીએ કોર્ટમાં કહ્યુ હતુકે, અંબર નશાની હાલતમાં જ પથારીમાં શૌચ કરતી હતી, ત્યારે આ ઘટનાઓ બાદ જ જ્હોનીએ અલગ થવાનો નિર્ણય લીધો છે.

READ ALSO

Related posts

એવું તો શું છે આ ફોટોમાં કે ફોટોગ્રાફરને તે ખીસકોલીના ફોટા પાડતાં એક વર્ષ લાગ્યું

Dharika Jansari

ના પાડવા છતાં સંભોગ પહેલા પતિ એ વસ્તુ કરતો હતો જેની કોઈ સ્ત્રીને ઈચ્છા નથી હોતી

Mayur

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર મિચેલને તેના કોચે કહ્યું એવું કે તેને ગુસ્સો આવતાં દીવાલ પર માર્યો મુક્કો, હાથમાં થયું ફ્રેક્ચર

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!