GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

The Revenant : વાત એક એવા માણસની જે મર્યા બાદ પણ પરત ફરે

Mayur Khavdu : The Revenant. આ શબ્દનો અર્થ થાય છે એવો વ્યક્તિ જે લાંબા સમયથી ગાયબ હોય અથવા તો એવો વ્યક્તિ જે મરી ગયા બાદ પરત ફર્યો હોય. આ તો થઈ અર્થની વાત પણ જો ફિલ્મની વાત કરવામાં આવે તો ફિલ્મ તમામ કળાઓમાં સિંહપુરૂષ સાબિત થાય છે. ટેરેન્ટીનોની ફિલ્મની માફક હિંસક હોવા છતાં તે લાંબી નથી. તેમાં ભયાનકતા, હિંસા અને યૌદ્ધાઓની લડાઈ છે. આ પહેલા દાયકાઓ સુધી Leonardo DiCaprioએ ઓસ્કર માટે સંઘર્ષ કર્યો હતો. તેની ચાર ફિલ્મો ઓસ્કરના દ્રાર સુધી પહોંચી અને હાથમાં કંઈ ન આવ્યું. એ ચાર ફિલ્મો એટલે What’s Eating Gilbert Grape, The Aviator, Blood Diamond, The Wolf of Wall Street, પણ The Revenantથી ઓસ્કર લિઓનાર્ડોનો થયો.

ફિલ્મમાં અભિનય કરવા માટે તેણે શું કર્યું તેના કરતાં અલગ શબ્દ વાપરવો જોઈએ કે તેણે શું ન કર્યું. તેણે યાકનું લિવર, જાનવરના હાડકાનો બોનમેરો, જીવતી માછલી સહિતની અઢળક વસ્તુઓ ખાધી. સાથે એક ઉત્તમ સર્વાઈવલ ડ્રામામાં અભિનય કેવી રીતે કરવો જોઈએ અને કેવો હોવો જોઈએ તેનું પણ Leonardoએ એક સ્ટાન્ડર્ડ સેટ કર્યું.

આ ફિલ્મની ખાસિયત એ હતી કે તે હાફ બાયોપિક હતી. The Guardianના જણાવ્યા પ્રમાણે ફિલ્મમાં Hugh Glassની પત્નીના વારંવાર સીન દર્શાવવામાં આવે છે. તેના જીવનને બેકગ્રાઊન્ડમાં લઈ જવામાં આવે છે, પણ હકિકતે તેની કોઈ પત્ની હતી જ નહીં. શ્રીમાન Guardianનું તો એ પણ કહેવું છે કે તેને હકિકતમાં કોઈ બાળક જ નહોતા, દતક બાળક પણ નહોતા. The Guardianની વાત પર વિશ્વાસ કરીએ તો ડાયરેક્ટરે ફિલ્મમાં માત્ર મસાલો ભર્યો છે બીજું કંઈ નથી.

જે હોય તે પણ ઓરિજલી આ ફિલ્મ 2002માં લખાયેલી Michael Punkeની બાયોગ્રાફી પરથી બની હતી. જેમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો તે માટે બુક વાંચવાની મહેનત કરવી રહી પણ અત્યારે ફિલ્મ પર ફોક્સ કરીએ.

કહાની

Savageના હુલામણા નામે ઓળખાતા વેસ્ટના રેડ ઈન્ડિયન્સથી ત્રાસી ગયેલા ત્યાંના સ્થાનિક અમેરિકનો એક નાના એવા કબીલામાં રહી રહ્યા છે. એવામાં રેડ ઈન્ડિયન્સ તેમના પર હુમલો કરે છે. દર્દનાક દ્રશ્યો સર્જાય છે. કોઈની આંખમાં તીર ઘુસી જાય છે તો કોઈના માથાની વચ્ચે. સામે રેડ ઈન્ડિયનો પણ એટલા જ ઢેર થાય છે. કબીલા પર હુમલો થયો છે એ વાતના કાને ભણકારા પડતા પુત્ર Hawk સાથે Hugh Glass દોડે છે. તે શિકારે ગયો હોય છે ત્યાંથી તેને ગોળીનો અવાજ સંભળાય છે. પરત આવે છે તો બધું તહેસ નહેસ થઈ ગયું હોય છે. કબીલો છોડી કેટલાક લોક ગામ તરફ પ્રયાણ કરે છે. બીજી તરફ અધવચ્ચે એકલો શિકાર પર નીકળેલો Hugh Glass બ્રિઝારે જાતિના રિંછ સાથે ઝપાઝપી કરે છે. આ દ્રંદ્ગયુદ્ધ તેને એટલું મોંઘુ પડે છે કે રિંછ તેના અડધા શરીરનું નિકંદન કાઢી નાખે છે. નથી ચાલી શકતો નથી બોલી શકતો. પીઠ છોલાઈ ગઈ છે, ગળામાં નખ વાગ્યા છે. હાથ ઉતરડી નાખ્યો છે. સામેની બાજુ રિંછ તો મૃત્યું પામી છૂટકારો મેળવી લે છે પણ Hugh Glassની હાલત મરૂ કે ન મરૂ તેના જેવી થઈ જાય છે. ગામના લોકો તેની પાટા પીંડી કરી ચાલતા થાય છે પણ હવે રસ્તો એવો છે કે ઠાઠડીમાં સુવડાવી લઈ જવાતા ગ્રાસને ઉપર લઈ જઈ ન શકાય. જેથી ગ્રાસની જવાબદારી તેનો દિકરો Hawk , Jim Bridger અને John Fitzgerald સંભાળે છે. John Fitzgerald અંદરથી, લોભ, લાલચ અને યુક્તિ-પ્રયુક્તિનો બનેલો છે. તે છળકપટ કરી Glassના દિકરાને મારી નાખે છે. પોતાના સાથીને લઈ Glassને તેની હાલત પર છોડી વિદાય લે છે. હવે પોતાના માટે નહીં પણ દિકરાની મોતનો બદલો લેવા માટે શરીરથી વેતરાય ગયેલો Glass ઉભો થાય છે. અને દુશ્મનને કેવી રીતે મારે છે તેનો સર્વાઈવલ પ્લસ રિવેન્જ ડ્રામા એટલે The Revenant.

ખાસ શું છે ?

Alejandro G. Iñárritu. આ કોઈ નાનો સૂનો ડાયરેક્ટર નથી. આ અગાઉ તેણે સાયન્સ ફિક્શન ફિલ્મ ગ્રેવિટી બનાવી દર્શકોને દંગ કરી દીધેલા છે. તેની કોઈ ફિલ્મ કોઈ કેટેગરીમાંથી સિલેક્ટ થઈ ઓસ્કરમાં ન પહોંચે તો જ નવાઈ.Emmanuel Lubezkને સાથે રાખી છેલ્લે સુધી સિનેમેટોગ્રાફીમાં તેણે કસબ બતાવ્યો છે. આ ફિલ્મ અભિનયકળા સિવાય સિનેમેટોગ્રાફીના એક્સ્ટ્રીમ લેવલ માટે ઓળખવામાં આવે છે.

સિનેમેટોગ્રાફી દ્રારા કોઈ પણ દ્રશ્ય કંડારવામાં આવ્યું હોય તેમાંથી કોઈ પ્રતીક નીકળતું જ હોય છે. એ પ્રતીકને પામવા માટે ફિલ્મ વારંવાર જોવી પડે છે. બાકી બે યારમાં પ્રતીક ગાંધીને દિવ્યાંગ ઠક્કર જવાબ આપે છે તેવું થાય કે, શીપ ઓફ થીસીયસમાં આર્ટ છે એ તને ન સમજાય.

તો સિનેમેટોગ્રાફર Emmanuel Lubezkના આર્ટને જ સમજીએ. ફિલ્મ 90 ટકા નેચરલ લાઈટીંગમાં શૂટ થઈ છે. ફિલ્મમાં બરફ પડી રહી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. રાત્રે ઠંડીથી બચવા આગનો ઉપયોગ કરવામાં આવે છે. આજુબાજુ કુદરતી વાતાવરણ છે આ માટે ખાસ Arri Alexa 65 ડિઝીટલ કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં 12mm to 21mm લેન્સ હતા.

Emmanuel Lubezkની સિનેમેટોગ્રાફીને હળવા શબ્દોમાં કહેવું હોય તો દરેક વસ્તુ જ્યારે દર્શક બારીમાંથી જોતો હોય તેવું ફિલ થશે. 90 ટકા નેચરલ લાઈટીંગનો ઉપયોગ કરવા પાછળનું કારણ એ જ છે કે આ ઘટના બની ચૂકી છે તેવું ઓડિયન્સને લાગવું જોઈએ. આ એક રીતે ડિસ્કવરી ચેનલનો મેન વર્સેસ વાઈલ્ડ પ્રોગ્રામ છે, તેને બેર ગ્રેલ્સની જગ્યાએ કોઈ મોટા અભિનેતાની રાખી બનાવવામાં આવી રહ્યો હોય તેવું લાગશે.

ફિલ્મના એક સીનમાં DiCaprio પાણીમાંથી જ્યારે બહાર આવે છે ત્યારે તેના હોઠ ગુલાબી હશે. ઠંડા પાણીમાં વધારે પડતું રહેવાથી શરીરની આવી સ્થિતિ થાય તે ફિલ્મમાં દર્શાવ્યું છે. જે નેચલ લાઈટીંગ અને વસ્તુ જેવી છે તેવી રીતે બતાવવાનો એક ઉત્કૃષ્ટ નમુનો છે.

કથાની દ્રષ્ટિએ જોઈએ તો આ ફિલ્મ વધુમાં વધુ એક સાઈલેન્ટ ફ્લિકનો દરજ્જો ધરાવે છે. અહીં હિરો નથી બોલી રહ્યો. હિરોને રિછે મૂંઢ જ કરી દીધો છે. બાકીના જે થોડા ઘણા ડાઈલોગ છે તે વેસ્ટર્ન ભાષામાં છે જ્યાં તમારે માત્ર દ્રશ્ય જોઈને જ અનુમાન લગાવવાનું છે. જે અન્ય થોડા ઘણા ડાઈલોગ અંગ્રેજીમાં આવે છે તે મોટાભાગના વિલન બનતા ટોમ હાર્ડીના ફાળે જાય છે. એટલે એમ ન માનતા કે ડાઈલોગ ડિલેવરીમાં ફિલ્મ માત ખાઈ ગઈ છે.

ફિલ્મમાં ગ્રાસને તેનો મિત્ર સલાહ આપે છે, ‘તું ત્યાં જઈશ તો મરી જઈશ’

જવાબમાં ગ્રાસ કહે છે, ‘હું મરીને જ પાછો આવ્યો છું.’ અહીં ફિલ્મનું ટાઈટલ બોલાવીને સંદર્ભ સેતુ બાંધી શકાયો હોત અને ટાઈટલને સાર્થક કરી શકાયું હોત પણ એવું થયું નથી. હિરો બોલે છે. I am Already Die…

ટાઈમપાસ માટે કરવામાં આવેલું કુંડાળુ એ Jim Bridger માટે ટાઈમપાસ હોય શકે દર્શકો માટે નથી. એ બોટલ ક્યાંથી ક્યાં પહોંચી એ પણ મહત્વ નથી રાખતું. જે પેટર્ન તે દોરી રહ્યો છે અને તેને જે કેન્દ્ર સ્થાનેથી દોરવાની શરૂઆત કરી છે ત્યાંથી પેન ઉંચકીને બીજો રસ્તો પકડી શકાતો નથી. તે તો બસ જ્યાંથી શરૂ થયું ત્યાંથી દોરાયું જ જાય છે. તેમ ફિલ્મમાં પણ બોટલ ફરી તેની પાસે જ આવે છે.

હોલિવુડ એટલે અમેરિકન ફિલ્મો આવું આપણે ત્યાં ઘણા લોકો માને છે. પણ એવું હોલિવુડમાં નથી. ત્યાં વેસ્ટર્ન સિનેમાનો પણ એક પ્રકાર પડે છે. તમે ક્લીન્ટ ઈસ્ટવૂડને જોયો હશે ન જોયો હોય તો ઈન્ડિયાના જ્હોન્સ જે રીતે કમરમાંથી ચાબુક કાઢે છે તે રીતે બંદુક કાઢનારાઓની ફિલ્મો. સ્ટીવન (સ્ટીફન) કિંગે ડાર્ક ટાવર નામની સાયન્સ ફિક્શન નોવેલમાં ગનસ્લાઈગરનું કેરેક્ટર બનાવ્યું છે બસ અદ્દલ તેવા. તેનાથી આગળ જઈએ તો વેસ્ટર્ન ફિલ્મોમાં રેડ ઈન્ડિયન્સ પણ હોય છે. અહીં પણ એ રેડ ઈન્ડિયન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનો ગંભીર અને ભીરૂ ચહેરો ડરાવવા માટે પૂરતો છે.

અંત થોડો મૂંઝવણમાં મુકી દે તેવો છે. દુશ્મન હોવા છતાં રેડ ઈન્ડિયન્સે Hugh Glassને શું કામ ન માર્યો. કદાચ તેના ચહેરાની દરિદ્રતા જોઈને ?

READ ALSO

Related posts

આવો મેસેજ આવે તો ભૂલથી પણ ક્લિક ના કરતાં, બેન્ક એકાઉન્ટ થઇ જશે તળિયાઝાટક

Bansari

ડભોઈના ભરચક વિસ્તારમાં મકાન થયું ધરાશાયી, પાલીકાની આ બેદરકારીને કારણે લોકોમાં રોષનો માહોલ

pratik shah

સુશાંત કેસ : સંજય રાઉત અને મુંબઈ કમિશ્નર સામે પટનામાં ફરિયાદ, ધરપકડની થઈ માગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!