GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

The Last of the Mohicans : એક બાહુબલી યૌદ્ધાની અમર પ્રેમ કહાની

Mayur Khavdu : કેટલીક વાર ફિલ્મ જોતી વખતે મનમાં થવા લાગે કે યાર આ તો ઘણા વર્ષ પહેલાં જોયું હતું. મોટાભાગે હોલિવુડની ફિલ્મ જે લાંબા સમયે જોતા હો ત્યારે આવા મનઘડત વિચારો આવવા લાગે. આવા બહુમુલક વિચારો આવવા પાછળનું કારણ પાછું મિથુન ચક્રવર્તી કે ગોવિંદા સહિતના કલાકારો હોય. તેમની ફિલ્મના વિષયો અંગ્રેજીની 70 કે 80ના દાયકાની ફિલ્મોમાંથી આવ્યા હોય. પરિણામે 2019માં તમે 1966માં બનેલી હોલિવુડ ફિલ્મ જોતા હો અને તેમાં મિથુનની ચાંડલના દર્શન થઈ જાય તો કંઈ નવી વાત નથી. આવું બન્યા કરે છે અને બન્યા કરશે. માનવીની દરેક જગ્યાએ નજર નથી હોતી. પણ હવે ડિઝીટલ યુગમાં કઈ જગ્યાએ ગટર ગંધાઈ તેની માહિતી મળી જતી હોય તો આ તો ફિલ્મી પ્લેટફોર્મ છે, માહિતી મળી જ જવાની. આજે એક એવી જ ફિલ્મની વાત કરવાની છે. જેના સંગીત સહિત પટકથાને અલગ અલગ રીતે કોપી તો ઘણા હિન્દી દિગ્દર્શકોએ કરી પણ જ્યારે ચોરી પકડાઈ તો સ્વીકાર્યું બિલ્કુલ નહીં. કોઈએ પણ નહીં…

કહાની

ફિલ્મની શરૂઆત થાય છે એક બાહુબલી યૌદ્ધાથી. જેની તમામ જગ્યાએ ચર્ચા છે. તે જ્યાં રહે છે તે કબીલાના સમાજનો નથી. જેથી તેને તેના સાવકા પિતા વ્હાઈટ મિહોકના હુલામણા નામે બોલાવતા હોય છે. આ સમયગાળો છે 1757નો. જ્યાં ફ્રેન્ચ અને અમેરિકનો વચ્ચે યુદ્ધની જ્વાળાઓ ઉઠી રહી છે. એક કબીલો ફેન્ચોનો સાથ આપે છે કારણ કે તેમને અમેરિકનો સાથે બદલો લેવાનો છે. જ્યારે મોહિકન્સ અમેરિકનોને સાથ આપે છે. જ્યારે અમેરિકનો પોતાની સૈન્ય ટુકડી સાથે નીકળતા હોય છે ત્યારે અન્ય કબીલાના લોકો પોતાની અંગત વેરવૃતિને ધ્યાનમાં રાખી હુમલો કરે છે. એ હુમલામાં મોટાભાગના અમેરિકનો માર્યા જાય છે. બચે છે તો ચાર લોકો. જેને મોહિકન્સે બચાવ્યા હોય છે. તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની જવાબદારી હોક લે છે. હોક તેમને કિલ્લા પર લઈ જાય છે જ્યાં પહેલાથી જ ફ્રેન્ચો ગોલાબારી કરી રહ્યા છે. મોહિકન્સના કબીલાના લોકો નક્કી કરે છે કે હવે અમેરિકનોનો સાથ આપી કંઈ કાઢી લેવાનું નથી. આ તમામ મિત્રોની મદદ હોક કરે છે. કારણ તેને અમેરિકન સૈન્યના લીડરની દિકરી Cora Munroની દિકરી સાથે પ્રેમ થઈ ગયો છે. વેવિશાળના સ્વપ્ના તે સેવતો હોય છે. આખરે ગઢને હારી ફ્રેન્ચો સામે અમેરિકનો સમર્પણ કરી દે છે. એ વાત બધાને ગમે છે પણ ફ્રેન્ચોનો સાથ આપી રહેલા ઈન્ડિયન્સને નથી પચતી. કારણ કે તેમને સૈન્યના સેનાપતિનું હ્રદય કાઢી ચાટવું છે. હવે આગળ શું થાય છે તે આપ પોતે ફિલ્મ ડાઊનલોડ કરી જોઈ લેજો. કેમ કે 1992માં રિલીઝ થયેલી ફિલ્મ હવે થોડી થીએટરમાં લાગે.

શું ખાસમખાસ છે ?

90ના દાયકાની કેટલીક ફિલ્મોમાં કોઈ કોઈ જગ્યાએ સરસતા જેવું અને કર્ણપ્રિય સંગીત સાંભળવા મળતું હતું. ત્યારે સંશાધનો અને ટેક્નોલોજીના અભાવના કારણે આ સંગીત આવતું ક્યાંથી તેની ભાળ નહોતી મળતી, પણ બાદમાં ખબર પડી ગઈ કે કરણ-અર્જૂનનું બેકગ્રાઊન્ડમાં વાગતું સંગીત એ મૂળ જેમ્સ કેમેરોનની ફિલ્મ ટર્મિનેટરમાંથી ઉઠાવેલું હતું, પણ અહીં The Last of the Mohicansની વાત વચ્ચે શા માટે સંગીતની વાત ઉચ્ચારી ? કારણ એ છે કે The Last of the Mohicansના બેકગ્રાઊન્ડમાં જે સંગીત વાગે છે એ બાદમાં 90ના દાયકામાં દર શુક્રવારે રિલીઝ થતી મેક્સિમમ હિન્દી ફિલ્મોમાં સાંભળવા મળતું હતું. ફિલ્મને સંગીત માટે જેટલા અંક આપવા પડે તેટલા ઓછા છે. Trevor Jones અને Randy Edelmanની બેલડીએ રચેલું સંગીત એ કુદરતી કેટેગરીમાં પણ ફિટ થઈ જાય છે.

ફિલ્મ શરૂઆતમાં તેની પટકથાના કારણે 1931માં આવેલી BLACK ROBEની યાદ અપાવી જાય છે, પણ ફિલ્મ BLACK ROBEથી પ્રેરિત નથી. વાત બિલ્કુલ અલગ છે. એક નવલકથા પર આધારિત ફિલ્મ છે. પણ એ નવલકથા ઐતિહાસિકની સાથે સાથે થોડી ઘણી બાયોપિક અને વધારે પડતી લવસ્ટોરી છે. બાદમાં એ જ લવસ્ટોરીનો થોડો પોર્શન કટ કરી નાખો તો ખ્યાલ આવે કે આપણે ત્યાં બોબી દેઓલની બરસાત પણ આ કન્સેપ્ટને આખે આખો નહીં તો અધૂરો ચાવીને ઓડકાર લેતી ગઈ હતી. જેમાં જંગલની વાત હતી અને હિરો હિરોઈન ટ્વીન્કલ ખન્નાને લઈ ભાગ્યા કરતો હતો. Hawkeyeના કિરદારમાં Daniel Day-Lewis અદભૂત લાગે છે. તે મોહિકન તો નથી, પણ ફિલ્મમાં વારંવાર તેના અપર પિતા દ્રારા તેને વ્હાઈટ સન કહી સંબોધવામાં આવે છે તે કેરેક્ટરમાં તે ફિટ બેસે છે. ઉપરથી હાફ મોહિકન તરીકે પણ તે ખીલ્યો છે.

ફિલ્મ જો 2020 બાદ બને તો Mohicans માટે રોલને અનુરૂપ એક્ટિંગની સાથે સાથે શરીર ખડતલ હોવું જોઈએ. Daniel Day-Lewisનું શરીર ખડતલ નથી. મોટાભાગની ફિલ્મો નાયકના નામને આધારે બનતી હોય છે. અમિતાભ બચ્ચનની મોટાભાગની ફિલ્મોમાં તેનું નામ વિજય હતું અને છેલ્લે વિજય પણ તેનો જ થતો હતો. The Last of the Mohicansમાં Daniel Day-Lewisનું નામ Hawkeye છે. Hawkeye ફિલ્મની પટકથા અને નવલકથાના તાંતણે પણ જોડાય જાય છે. પ્રોટોગોનિસ્ટ Hawkeyeનો એક પણ નિશાનો ચૂકતો નથી.

ફિલ્મ છળકપટ કરતાં વેરવૃતિ પર વધારે આધાર રાખે છે. Wes Studi જે ફિલ્મમાં Maguaનો રોલ પ્લે કરે છે તેને પોતાના કબીલાવાસીઓ માટે વેર લેવું છે. જેનું વેર પૂર્ણ પણ થાય છે. તે Cora Munroના પિતાને ન માત્ર મારે છે પણ તેની છાતીમાંથી તેનું હ્રદય પણ ચીરીને બહાર કાઢી નાખે છે. વિલન કેટલો ભયંકર હોય છે તે તેના દેખાવથી નહીં પણ તેના કર્તુત્વથી ખ્યાલ આવે. Wes Studi પોતાના લૂકમાં તો ભયંકર દેખાય જ છે પણ અભિનયમાં તેની આંખો ભયંકરતાને થરથર કંપાવવા માટે કાફી છે.

ખૂદ હિરો બનતા Hawkeye કરતા તેની પ્રતિભા ઉંચી જોવા મળે છે. ફિલ્મનો પ્રોટોગોનિસ્ટ Hawkeye એ મૂળ ભલે સારો માણસ રહ્યો પણ તેની અંદર સ્વાર્થવૃતિનો કીડો સળવળી રહ્યો છે. તેને પ્રેમ થઈ ગયો છે. તેની તે ભનક ઓડિયન્સને તો ઠીક ખુદને પણ લાગવા નથી દેતો, પણ જ્યારે મિત્રો કિલ્લા પર ફ્રેન્ચો દ્રારા થઈ રહેલી તોપમારીમાં ભાગવાનું કહે છે ત્યારે તે પોતાના સ્વાર્થ ખાતર રોકાય જાય છે. તેના મિત્રોનું જે થયું તે પણ તે પોતે ફસાય જાય છે. બાકીની લાંબીલચ ચ્યુગમ જેવી વાત અહીં કરવા કરતાં ફિલ્મને જોઈ લેશો તો ઘણો અંદાજો આવી જશે.

READ ALSO

Related posts

આ માનવસર્જીત આફત એવી ત્રાટકી કે અનેક ખેડૂતો થઇ ગયા પાયમાલ

Nilesh Jethva

કપડાંની આરપાર જોઈ શકતો હતો ચાઈનીઝ ફોનનો કેમરા, જુઓ તસ્વીરો વિશ્વાસ નહીં આવે

Arohi

આઈસોલેશન વોર્ડમાં શ્વાનના આંટાફેરા : કોરોના પોઝીટીવ દર્દીની હાલત દયનીય, આ હોસ્પિટલનો વીડિયો વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!