GSTV

અમદાવાદ અને રાજકોટમાં રદ કરી દેવાઈ રજાઓ, મહા વાવાઝોડાને નાથવા બન્યા એક્શન પ્લાન

NDRF

Last Updated on November 4, 2019 by Mayur

મહા વાવાઝોડાને લઈને રાજકોટ તંત્ર સજ્જ થઈ ગયું છે. જિલ્લા કલેક્ટર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જિલ્લા કલેકટર કચરીમાં ખાસ કોન્ટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે. સાથે જ જિલ્લાના તમામ અધિકારીઓની રજા પણ રદ્દ કરી દેવામાં આવી છે. સવારથી રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ડિઝાસ્ટર મૅનેજમેન્ટ વધુ સક્રિય બન્યું છે. મગફળીના તૈયાર પાકને નુકસાન ના પહોંચે તે માટે તલાટીઓ અને ગ્રામ સેવકોને સૂચના આપી દેવામાં આવી છે. સાથે જ તૈયાર પાકને ઢાંકી દેવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

રાજકોટ મહાનગર પાલિકાએ પણ તૈયાર કર્યો એક્શન પ્લાન

આ તરફ રાજકોટ મનપનો આગતરો એક્શન પ્લાન તૈયાર કરી લેવામા આવ્યો છે. મનપાનું ફાયર એન્ડ ઇમર્જન્સી તંત્ર એલર્ટ પર છે. સાથે જ 5 રેસ્ક્યુવાન અને એક રેસ્ક્યુક્રેન સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. તેમજ અલગ અલગ 8 ફાયર સ્ટેશન ખાતે ઇમર્જન્સી ટેલિફોન સેવા શરૂ કરવામાં આવી છે. સંભવિત પરિસ્થિતિમાં રોશની વિભાગ, ફાયર વિભાગ રાઉન્ડ ધી ક્લોક ખડે પગે રાખવામાં આવશે.

ફાયરબ્રિગેડના જવાનોની રજા રદ કરવામાં આવી

મહા વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ છે, ત્યારે અમાદવાદ ફાયરબ્રિગેડના જવાનોની રજા રદ કરવામાં આવી છે. 5થી 8 નવેમ્બર દરમિયાન ફાયરબ્રિગેડના જવાનોની રજા રદ કરવામાં આવી છે. દરેક ફાયર સ્ટેશન પર 2-2 ટીમ સ્ટેન્ડબાય રહેશે. તમામ સાધનો સાથે 6-6 સભ્યોની ટીમ તૈયાર રાખવામાં આવશે. પરીસ્થિતિની જરૂરિયાત મુજબ ટીમને રવાના કરવામાં આવશે, તેમજ જરૂર પડશે તો રજા પર ગયેલા જવાનોને પણ બોલાવવામાં આવશે.

READ ALSO

Related posts

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

Antique coins / 1 રૂપિયાના સિક્કા માટે મળશે 20 લાખ… શું તમારી પાસે આ 3 પ્રકારના સિક્કા છે?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!