GSTV

Holiday Calendar: 2021ની માફક 2022માં પણ આવે છે કુલ 42 રજાઓ, શનિવાર અને રવિવાર આપની 12 જાહેર રજા ખાઈ જશે, આખુ વર્ષ સાચવી રાખજો આ કેલેન્ડર

Last Updated on November 25, 2021 by Pravin Makwana

2022 શરૂ થવામાં હવે ફક્ત સવા મહિનો બાકી છે. સૌ કોઈને આશા છે કે, 2022 ખાલી ખુશીઓ જ નહીં પણ ખરાબ સમયનો પણ અંત લાવશે. રજાઓના હિસાબે પણ 2022 અત્યંત ખાસ રહેવાનું છે. 2021ની માફક 2022માં પણ કુલ 42 સરકારી રજાઓ આવશે. આ રજાઓ કઈ કઈ હશે, કઈ તારીખે આવે છે. એ જાણવું પણ જરૂરી છે. પરિવાર સાથે ફરવા જવાનું હોય કે, ગામડે જવાનું હોય, તો આ કેલેન્ડર જોઈ લો ત્યાર બાદ પ્લાન બનાવજો.

વર્ષ 2022માં 18 ગેજેટેડ હોલી ડે હશે, જ્યારે બાકી રિસ્ટ્રિક્ટેડ હોલીડે હશે. રિસ્ટ્રિક્ટેડ હોલીડે તે રજાઓ હોય છે, જેમાં સંસ્થા અથવા કોઈ કંપનીના માલિક ઈચ્છે તો કર્મચારીઓ માટે ઓફિસ ખોલી શકે છે. પણ સામાન્યત: આ દિવસે કાર્યાલય બંધ રહે છે. જેમ કે, નવું વર્ષ વસંત પંચમી, લોહડી, જન્માષ્ટમી, રક્ષા બંધ અથવા ગુરૂ નાનક જયંતિ તમામ રિસ્ટ્રિક્ટેડ હોલી ડેની શ્રેણીમાં આવે છે.

જાન્યુઆરી-ફેબ્રુઆરી

 • 1 જાન્યુઆરી (નવુ વર્ષ)
 • 14 જાન્યુઆરી (મકરસંક્રાતિ)
 • 14 જાન્યુઆરી (પોંગલ)
 • 26 જાન્યુઆરી (ગણતંત્ર દિવસ)
 • 5 ફેબ્રુઆરી (વસંત પંચમી)
 • 15 ફેબ્રુઆરી (હઝરત અલીનો જન્મ દિવસ)
 • 16 ફેબ્રુઆરી (ગુરૂ રવિદાસ જયંતિ)
 • 26 ફેબ્રુઆરી (મહર્ષિ દયાનંદ સરસ્વતી જયંતિ)
 • 18 ફેબ્રુઆરી (મહાશિવરાત્રી)

માર્ચ-એપ્રિલ

 • 17 માર્ચ- (હોળી દહન)
 • 18 માર્ચ- (ડોલીયાત્રા)
 • 20 માર્ચ- (શિવાજી જયંતિ)
 • 20 માર્ચ (પારસી ન્યૂ યર)
 • 1એપ્રિલ- (ચૈત્ર સુખસાદિ)
 • 13 એપ્રિલ- (બૈસાખી)
 • 14 એપ્રિલ-(આંબેડકર જયંતિ) (મહાવારી જયંતિ)
 • 15એપ્રિલ (ગુડ ફ્રાઈડે)
 • 17એપ્રિલ(ઈસ્ટર)
 • 29એપ્રિલ- (જમાત ઉલ વિદા)

મેથી ઓગસ્ટ સુધીની રજા

 • 7 મે (રવિન્દ્રનાથ જન્મદિવસ)
 • 15 મે (બુદ્ધ પૂર્ણિમા)
 • 30 જૂન (રથ યાત્રા)
 • 30 જૂલાઈ (મુહર્મ આશૂરા)
 • 11 ઓગસ્ટ- (રક્ષાબંધન)
 • 15ઓગસ્ટ-(સ્વતંત્રતા દિવસ)
 • 18ઓગસ્ટ-(જન્માષ્ટમી)
 • 30 ઓગસ્ટ- (ગણેશ ચતુર્થી-વિનાયક ચતુર્થી)

સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી રજા

 • 7 સપ્ટેમ્બર (ઓણમ)
 • 2 ઓક્ટોબર (મહાત્મા ગાંધી જયંતિ)
 • 4ઓક્ટોબર (દશેરા)
 • 8ઓક્ટોબર (મિલાદ ઉન નબી)
 • 9ઓક્ટોબર(મહર્ષિ વાલ્મિકી જયંતિ)
 • 24 ઓક્ટોબર ( નરક ચતુર્દશી)
 • 24 ઓક્ટોબર (દિવાળી)
 • 25 ઓક્ટોબર (ગોવર્ધન પૂજા)
 • 26 ઓક્ટોબર (ભાઈ બીજ)
 • 30ઓક્ટોબર (છઠ્ઠ પૂજા)
 • 24 નવેમ્બર( ગુરૂ તેગ બહાદુર શહીદી દિવસ)
 • 25 ડિસેમ્બર (ક્રિસમસ ડે)

શનિવાર-રવિવારમાં હોમાઈ ગઈ આટલી રજાઓ


શનિવાર અને રવિવારના દિવસે જો કોઈ તહેવાર આવે તો, સમજી લો આપની એક રજા બર્બાદ થઈ ગઈ. આ જ તહેવાર જો કોઈ બીજા દિવસે આવતો હોય તો, એ અઠવાડીયામાં વધુ એક રજા મળી જાય. 2022ના કેલેન્ડર પર નજર નાખીએ તો, આ વખતે પણ કેટલીય રજાઓ શનિવાર અને રવિવારની આડમાં ખોવાઈ જશે.

વર્ષ 2022ની શરૂઆત જ શનિવારના દિવસથી થઈ રહી છે. એટલે કે શનિવારના રોજ નવા વર્ષની રજાની શરૂઆતનું નુકસાન થશે. ફેબ્રુઆરીમાં 5 તારીખે વસંત પંચમી અને 26 ફેબ્રુઆરીએ દયાનંદ સરસ્વતી જયંતિ છે. આ બંને તારીખ શનિવારે આવે છે, તેથી બે રજાનું નુકસાન થશે. બાદમાં રવિવાર, 20 માર્ચે શિવાજી જંયતિ આવે છે. આ રજા પણ ખરાબ થશે. 17 એપ્રિલે ઈસ્ટર છે અને તે દિવસે પણ રવિવાર આવે છે. ત્યાર બાદ 15 મેના રોજ ગુડ ફ્રાઈડે છે અને તે દિવસે પણ રવિવાર છે. શનિવાર, 30 જૂલાઈ મુહર્રમ પડે છે અને તેની રજાનું પણ નુકસાન થશે.

ત્યાર બાદ ઓક્ટોબરમાં સતત ચાર રજા ખરાબ થશે. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ, 9 ઓક્ટોબર મહર્ષિ વાલ્મિકી જયંતિ અને 30 ઓક્ટોબર છઠ્ઠ પૂજા છે આ તમામ તહેવાર શનિવારના દિવસે આવે છે. જ્યારે 8 ઓક્ટોબરના રોજ મિલાદ ઉન નબી છે અને તે દિવસે પણ રવિવાર આવે છે. વર્ષના અંતિમ મહિનો ડિસેમ્બરમાં પણ એક રજા ખરાબ થશે. રવિવાર, 24 ડિસેમ્બરે ક્રિસમસની રજા રહેશે. આવી રીતે આખા વર્ષમાં કુલ 12 રજાઓનું નુકસાન થશે.

READ ALSO

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!