GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

દેશમાં આ નેતાઓએ કર્યું હોળીનું આયોજન, અખિલેશ યાદવે ઉજવી ફૂલોની હોળી

દેશભરમાં રંગોત્સવની ઉજવણી થાય છે. લોકો એકબીજાને રંગીને ખુશીઓ મનાવે છે તો વિદેશીઓ પણ તેમાંથી બાકાત રહ્યા નથી. દિલ્હીમાં ફરતા વિદેશીઓ પણ ભારતના પરંપરાગત રીતે ઉજવાતા રંગોત્સવ પર્વમાં જોડાયા હતા. દિલ્હીની ગલીઓમાં ફરતા કેટલાક વિદેશીઓ સ્થાનિકોને રંગોથી રમતા જોઈને પોતાને પણ રોકી શક્યા ન હતા. લોકોએ પણ વિદેશીઓને રંગમાં રંગી લીધા અને તેમની સાથે સેલ્ફી પણ લીધી. તો બીજી તરફ દેશમાં નેતાઓએ આ રીતે હોળીની ઉજવણી કરી અને સાથે જ શુભકામનાઓ પાઠવી.

પીએમ નરેન્દ્ર મોદીએ વહેલી સવીરે ટ્વીટ કરીને આપી હોળીના પર્વની શુભકામના

અખિલેશ યાદવે કર્યું ફૂલની હોળીનું આયોજન

હોળીના પર્વનું ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં વધુ મહત્વ છે. તેમાંય કૃષ્ણ મંદિરોમાં ફૂલોની હોળીનું લોકોમાં વધુ આકર્ષણ રહે છે. ત્યારે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ ફૂલની હોળીનું આયોજન કર્યું હતું. તેમણે તેમના પૈતૃક ગામ સૈફઈમાં ફૂલોની હોળી ઉજવી હતી. જેમાં સપાના નેતાઓ, હોદ્દેદારો, કાર્યકરો સહિત સ્થાનિકો જોડાયા હતા. અખિલેશ યાદવે ફૂલો ઉડાડીને લોકો સાથે પર્વની ઉજવણી કરી.

યોગી આદિત્યનાથ રંગોના પર્વ પર ધૂળેટીના રંગે રંગાયા

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ રંગોના પર્વ પર ધૂળેટીના રંગે રંગાયા છે. યુપીના ગોરખપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા  ફાલ્ગુનોત્સવની ઉજવણી થઈ છે. જ્યાં સીએમ યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સમગ્ર યુપી અને દેશવાસીઓને ધૂળેટીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

પી.સી.શર્માએ ભોપાલમાં ઉજવી હોળી

હોળીના પર્વમાં રાજનેતાઓ પણ મસ્ત બની ગયા છે. મધ્યપ્રદેશના કેબીનેટ પ્રધાન પી.સી.શર્માએ ભોપાલમાં લોકો સાથે ધૂળેટી મનાવી. ઢોલ નગરાના તાલે સંગીતના સૂરે લોકો સાથે રંગોત્સવ મનાવ્યો. લોકસભાની ચૂંટણી ટાળે તહેવારને લઈને રાજનેતાઓ પણ પોતાના મતવિસ્તારમાં ફરીને મતદારોને આકર્ષી રહ્યા છે.

મમતા બેનર્જીએ ઉજવી હોળી

દેશભરમાં રંગોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં રાજનેતાઓ પણ બાકાત રહ્યા નથી. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકારમાં ઉર્જા પ્રધાન સોગંદેબ બેનર્જીએ કોલકાતામાં રંગોત્સવ મનાવ્યો. તૃણમુલ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો સહિત લોકો સાથે જોડાઈને સોગંદેબ બેનર્જીએ ધૂળેટીનો પર્વ મનાવ્યો.

મનોજ તિવારી રંગોત્સવના રંગમાં રંગાયા

દિલ્હી પ્રદેશ ભાજપ પ્રમુખ મનોજ તિવારી રંગોત્સવના રંગમાં રંગાયા હતા. દિલ્હીમા પ્રદેશ ભાજપે રંગોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ મનોજ તિવારી સહિના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. અને એકબીજાને રંગોથી રંગીને પર્વની શુભકામના પાઠવી હતી.

મનિષ સિસોદિયાના નિવાસસ્થાને હોળી પર્વની ઉજવણી

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતા અને નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયાના નિવાસસ્થાને હોળી પર્વની ઉજવણી થઈ. આપના નેતાઓ અને કાર્યકરો મનિષ સિસોદિયાના નિવાસ સ્થાને ભેગા થયા હતા. અને એકબીજાએ પર્વની શુભેચ્છા આપી હતી. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષ રંગોત્સવ દ્વારા મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Read Also

Related posts

મોદી સરકારની આ યોજનાથી 66 કરોડ લોકોને ચાંદી જ ચાંદી, ફૂટપાથ પર ધંધો કરનારને પણ મળશે 10 હજાર રૂપિયા

Harshad Patel

અલ્પેશ ઠાકોર બની રહ્યો છે સીએમ રૂપાણી માટે માથાનો દુખાવો, હવે સરકાર સામે કરી આ માગ

Nilesh Jethva

ખેડૂતો માટે ખરીફ ટેકાના ભાવ થયા જાહેર, એમએસપીમાં 2.1 ટકાથી 12.7 ટકા થયો વધારો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!