GSTV
Home » News » Holi 2019: હોળી એટલે આગામી વર્ષનો વરતારો નક્કી કરવાનો પર્વ, બાળકો માટે છે વિશેષ મહત્વ

Holi 2019: હોળી એટલે આગામી વર્ષનો વરતારો નક્કી કરવાનો પર્વ, બાળકો માટે છે વિશેષ મહત્વ

holi 2019

આજે હોળીનું પર્વ છે. આજે હોળીકા દહન થશે. અને હોળીકા દહનમાં અગ્નિની જવાળાની દિશા અને પવનને લઇને આગામી વર્ષનો વરતારો થશે. વરતારો એટલે આગામી વર્ષમાં કેવું રહેશે કેટલો વરસાદ રહેશે તે વાતનો અંદાજ વરતારા પરથી લગાવાયો હોય છે. સેંકડો વર્ષોથી ભારતીય સંસ્કૃતિમાં હોળી જેવા તહેવારોનું આગવું મહત્વ રહેલું છે. દરેક તહેવારોને હજારો વર્ષો પહેલેથી પ્રકૃતિ અને કૃષિજીવન સાથે જોડાણ છે.

આ બધા તહેવારોમાં હોળી ધૂળેટીનું પણ વિશેષ મહત્વ રહેલું છે. હોળીના પર્વની સાથે જ શિયાળાની ઠંડીની વિદાય થઇ જતી હોય છે. તો હોળીથી થતો ધૂમાડો વાતાવરણમાં રહેલા જંતુનો નાશ કરીને આરોગ્ય પ્રદાન કરનારો સાબિત થાય છે. નાના બાળકો માટે હોળીની પ્રદક્ષિણા ખૂબજ મહત્વ ધરાવે છે. હોળી-ધૂળેટીનો આ તહેવાર ફક્ત ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ પૂરતો મર્યાદિત નથી. પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં લોકો આ તહેવાર મસ્તીથી ઉજવે છે. તથા વિદેશોમાં પણ હોળી પોતાનું આગવું સ્વરૂપ લઈને ઉજવાતી હોય છે. દેશમાં વિવિધ શહેરોમાં વિવિધ પદ્ધતિએ હોળી પરંપરા મનાવવામાં આવે છે.

READ ALSO

Related posts

VIP સીટ વારાણસી મોદીને ભેટ ધરી દેવાઈ, સપા-બસપા અને કોંગ્રેસે મૂક્યા નબળા ઉમેદવાર

Mayur

રૂપાણી, નીતિનભાઈ અને વાઘાણીનું ભવિષ્ય નક્કી કરશે લોકસભાનું રિઝલ્ટ, મંત્રીમંડળમાં મોટા ફેરફારની શક્યતા

Karan

કાર્યકાળના પાંચ વર્ષમાં પહેલી વખત પ્રધાનમંત્રી અયોધ્યાની મુલાકાત લઈ શકે છે

Mayur