GSTV
Holi 2019 Trending ગુજરાત

ગુજરાતનું એક એવું ગામ જ્યાં 200 વર્ષથી નથી ઉજવાયો હોળીનો તહેવાર

હોળી એટલે હર્ષો ઉલ્લાસનો તહેવાર પરંતુ ડીસા તાલુકાના રામસણ ગામે હોળીનું પર્વ આવે એટલે ત્યાંના લોકો હોળીનું પર્વ મનાવવાને બદલે જૂની યાદોને વાગોળે કારણકે આ ગામમાં હોળીના પર્વે બની હતી એક ખતરનાક ઘટના.

આ છે બનાસકાંઠાના ડીસા તાલુકાનું રામસણ ગામ. આ ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી લોકો હોળીનું પર્વ ઉજવતા નથી. આ એજ સ્થળ છે જ્યાં આજથી 200 વર્ષ  પહેલા હોળી પ્રગટાવાતી હતી. ત્યારે વર્ષો પહેલાં હોળી પ્રગટાવતા જ ગામ માં ભયંકર આગ લાગી હતી.

જે આગમાં અનેક ઘરો બળીને રાખ થઇ ગયા હતા.જેથી આ વરવી યાદને લઇને રામસણ ગામે લોકો હોળી પ્રગટાવતા નથી. રામસણ ગામે વર્ષો પહેલા હોળીના પર્વે આગની ભયંકર ઘટનાને લઇને હવે સુરક્ષાના કારણે લોકો હોળી પ્રગટાવતા જ નથી.

તો એક વાયકા એવી પણ છેકે હોળીના દિવસે ઋષિ મુનિનું રાજાએ અપમાન કર્યુ હતું જેના શ્રાપના કારણે આગની ઘટના બની હતી. જેથી હોળીના દિવસે ગામ લોકો પોતાના બાળકોને ઢોઢડી ગામે ખજુર અને પતાસા વહેંચી હોળીની ઉજવણી કરે છે.

Read Also

Related posts

આર્થિક તંગીથી કંટાળેલા રત્ન કલાકારના પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ, માતા- પુત્રીનું કરૂણ મોત

pratikshah

સાઉથની રિમેક; બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ ફિલ્મ ‘શહેઝાદા’ના વેતન બાકી

Siddhi Sheth

Adipurush/ પ્રમોશનલ ઈવેન્ટમાં જ નિર્માતાઓએ કર્યો કરોડોનો ખર્ચ

Siddhi Sheth
GSTV