હોળીનો તહેવાર રંગ અને ઉલ્લાસથી ભરપૂર હોય છે. આ તહેવાર લોકો ધામધૂમથી ઉજવે છે. પરંતુ આ તહેવારમાં જોશમાં તમે ક્યાંક અજાણતા કાયદાના સકંજામાં ફસાઇ શકો છો. કારણ કે હોળીમાં મહિલાઓ પણ રંગોથી રમતી હોય છે. તેવામાં જો કોઇ પુરુષ તેની સાથે જબરદસ્તી કરે અથવા તેને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કરે તો તેની સામે સખત કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે.

હકીકતમાં ભારતીય દંડ સંહિત એટલે કે IPC મહિલાઓને વિશેષ સુરક્ષા આપે છે. તેથી તહેવાર પર પણ તેની સાથે કોઇ જબરદસ્તી કરવી કોઇને પણ ભારે પડી શકે છે. મહિલાઓ સાથે સાથે બાળકો સાથે પણ જબરદસ્તી અથવા છેડતીના કેસમાં સખત કાર્યવાહી થઇ શકે છે. પોલીસ મહિલાઓ સાથે થતી આવી ઘટનાઓમાં આરોપી વિરુદ્ધ ધારા 354 હેઠળ કેસ દાખલ કરાવી શકે છે. ચાલો જાણીએ શું છે આઇપીસીની ધારા 354
શું છે IPCની ધારા 354
ભારતીય દંડ સંહિતાની ધારા 354નો ઉપયોગ એવા કેસમાં કરવામાં આવે છે જ્યાં સ્ત્રીની મર્યાદા અને માનસન્માનને હાનિ પહોંચાડવા માટે તેની સાથે જબરદસ્તી કરવામાં આવે. તેને ખોટી રીતે સ્પર્શવામાં આવે. અથવા તેના પર વાંધાજનક ટિપ્પણી કરવામાં આવે અથવા તો તેના પર ખરાબ ઇરાદા સાથે હુમલો કરવામાં આવે. ખોટા ઇરાદા સાથે મહિલા સાથે ગેરવર્તણુક પણ આ ધારા હેઠળ આવે છે.
શું છે સજા
ભારતીય દંડ સંહિતા અનુસાર જો કોઇ વ્યક્તિ કોઇ મહિલાની મર્યાદા ભંગ કરવા માટે તેનાપર હુમલો અથવા જબરદસ્તી કરે તો તેના પર આઇપીસીની ધારા 354 લાગુ કરવામાં આવે છે. જેની અંતર્ગત આરોપી પર દોષ સિદ્ધ થવા પર બે વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંનેની સજા થઇ શકે છે.
શું છે પૉક્સો એક્ટ?
બાળકો સાથે જબરદસ્તી અથવા છેડતી અથવા શોષણના કેસમાં પૉક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. આ શબ્દ અંગ્રેજીથી આવે છે. તેનો પૂર્ણઅર્થ થાય છે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ એક્ટ 2012 એટલે કે લૈંગિક શોષણથી બાળકોના સંરક્ષણનો અધિનિયમ 2012. આ એક્ટ હેઠળ બાળકો સાથે થતાં યૌન શોષણ અને છેડતીના કેસમાં કાર્યવાહી કરવામાં આવે છે.
Read Also
- અક્ષય કુમારે અયોધ્યા રામમંદિર માટે આપ્યું દાન, યુઝર્સે કર્યો સવાલ- ‘રામસેતુ’ ફિલ્મનું પ્રમોશન તો નથી ને…
- મમતાના ગઢમાં હવે શિવસેના પણ કૂદી, ઉદ્ધવે કરી બંગાળ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત
- ચીખલી/ સોલધરા ગામે તળાવમાં બોટ પલટી ખાતા બે લોકોના મોત, 15 લોકો હતા સવાર
- વડોદરા શહેરમાં યુવતીઓની છેડતી કરતા રોમિયોની ખેર નથી, આ રીતની કરી છે તૈયારી
- ભાવનગર/ જૂના પાદર ગામના યુવકને પોલીસે ઢોર માર માર્યો, ખોટા કેસમાં ફસાવ્યાનો આરોપ