GSTV

ફફડાટ/ ધૂળેટીની ઉજવણીને લઇ મોટા સમાચાર : આ શહેરોમાં ઉજવણી નહીં થાય, ક્લબો પણ બંધ રહેશે

ધૂળેટી

Last Updated on March 13, 2021 by Karan

તો કોરોનાના વધતા કેસોની વચ્ચે અમદાવાદથી સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. આ વખતે કોરોનાના વધતા કેસની સીધી અસર હોળી ધૂળેટીની ઉજવણી પર પડવાની શરૂ થઇ ચૂકી છે. કોરોનાના કેસનો રાફડો ફાટતા આ વર્ષે ધૂળેટી ધામધૂમથી નહિ ઉજવાય. શહેરની બે સૌથી મોટી ક્લબ રાજપથ અને કર્ણાવતી કલબે ધુળેટીની ઉજવણી નહી કરવાનો નિર્ણય લીધો છે. કલબ મેમ્બરોને પોતાના ઘરે ધૂળેટી ઉજવવા અપીલ કરી છે. ગત વરસે પણ કોરોનાના કેસ વધતા કલબોમાં ધૂળેટીની ઉજવણી બંધ રહી હતી.વધતા કોરોનાના કેસ વચ્ચે સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. રાજયમાં મહાનગરોમાં ધૂળેટી ઉજવણી પર પ્રતિબંધ લાગશે. અમદાવાદ સુરત, વડોદરા, રાજકોટમાં ધુળેટીના જાહેર કાર્યક્રમો પર બંધી મૂકવામાં આવશે. ક્લબ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટમાં ધુળેટીની ઉજવણીની મંજૂરી નહી અપાય. અમદાવાદ અને સુરત શહેરને લઈને સરકારે આ નિર્ણય લીધો છે.જ્યારે વડોદરા, રાજકોટ મનપા વિસ્તારમાં વિચારણા ચાલી રહી છે. ગ્રામીણ વિસ્તરામાં ધુળેટીને સરકાર આશિક છૂટછાંટ આપશે. ગલી, મહોલ્લામાં ધુળેટી ઉજવવાની છુટ મળી શકે છે.

ધૂળેટી

સુરતમાં મોટા મોલ્સ અને શોપિંગ સેન્ટર બંધ કરાયા

ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ સુરતમાં ૧૯૬ નોંધાયા છે. જેના પગલે તંત્ર વધુ સાબદુ બન્યુ છે. સુરતમાં મોટા મોલ્સ અને શોપિંગ સેન્ટર બંધ કરાયા છે. ખાસ કરીને શાળા – કોલેજોમાં કોરોના ટેસ્ટિંગની કામગીરી સઘન બનાવાઇ છે. શુક્રવારે સુરતની 37 શાળા- કોલેજોમાં વિધાર્થી- કર્મચારીઓનું ટેસ્ટિંગ કરાયું હતું. શુક્રવારે 2 હજાર 484 વિધાર્થીઓ અને કર્મચારીઓના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા જેમાંથી 6 વિધાર્થીઓ અને 2 શિક્ષકો કોરોના સંક્રમિત મળ્યા હતા. કોરોનાગ્રસ્ત શિક્ષકો અને વિધાર્થીઓને હોમ આઇસોલેશનમાં મોકલીને જે તે શાળાઓ બંધ કરવામાં આવી હતી. સુરતમાં કોરોના એ ફરી એક વખત માથું ઉંચકતા તંત્ર ચિંતિત બન્યું છે.મોલ અને કોમ્પેલક્ષ જેવા સ્થળો પર વિકેન્ડના દિવસે ભારે ભીડ એકત્ર ના થાય તે માટે શહેરના ડુમસ રોડ પર આવેલ મોલ ને બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા છે.જેના પગલે આજ અને આવતીકાલે ડુમસ રોડ પર આવેલ અલગ અલગ મોલને બંધ રાખવાનો નિર્ણય સંચાલકો તરફથી કરવામાં આવ્યો છે.. શહેરમાં આવેલી ખાનગી શાળા- કોલેજોમાંથી દરરોજ આઠથી દસ કેસ કોરોના પોઝીટીવ આવી રહ્યા છે.જેના કારણે શાળા- કોલેજોના વર્ગખંડને પણ બંધ કરવામાં આવી રહ્યા છે.

ધૂળેટી

સુરતમાં હોળી -ધૂળેટીના જાહેર કાર્યક્રમો રદ

સુરતમાં હોળી -ધુળેટીના જાહેર કાર્યક્રમો રદ કરાયા છે. પાલિકા કમિશ્નરની અલગ અલગ સમાજના આગેવાનો જોડે બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો. સુરતમાં કોરોનાની સ્થિતિ ફરી ગંભીર બનતા નિર્ણય કરાયો. સુરતમાં દર વર્ષે હોળી-ધૂળેટીના મોટી સંખ્યામાં જાહેર કાર્યક્રમો થતા હોય છે.જો કે આ વર્ષે કોરોના મહામારીને કારણે કાર્યક્રમો પર રોક લાગી છે.

રાજ્યમાં ફરીથી કોરોનાએ માથુ ઉચક્યું છે. રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના 700થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 715 કેસ નોંધાયા છે તો 495 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. સુરતમાં કોરોના વકરી રહ્યો છે. સુરતમાં 196 કેસ નોંધાયા છે તો અમદાવાદમાં 145 અને વડોદરામાં 117 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં 1-1 દર્દીનું મોત થયું છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુઆંકડ 4 હજાર 420 પર પહોંચ્યો છે. હાલ રાજ્યમાં 4 હજાર 6 એક્ટિવ કેસ છે. જેમાંથી 51 દર્દીઓ વેન્ટીલેટર પર છે. એક તરફ કેસ વધી રહ્યાં છે. બીજી તરફ વેક્સિનેશન પણ થઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1.49 લાખથી વધુ લોકોએ કોરોનાની રસી લીધી છે.

Read Also

Related posts

ફાયરિંગ/ અમદાવાદમાં ક્રાઈમ પેટ્રોલ ભજવાઈ : સીરિયલ જોઈને સંબંધી વેપારી પાસે માગી 5 લાખની ખંડણી, આ હતો પ્લાન

Pritesh Mehta

BIG BREAKING : કોરોના રસીકરણમાં પણ ગુજરાત દેશમાં નંબર 1, અત્યારસુધી આટલા કરોડથી વધુ લોકોને અપાઈ રસી

Pritesh Mehta

Tokyo Olympics 2020 : ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!