સ્કીન કેન્સર જ નહી, હોળીના રંગોથી થઇ શકે છે આ 4 ગંભીર બિમારીઓ

holi festival

રંગ જો નેચરલ હોય ત્યાં સુધી યોગ્ય છે પરંતુ તેમાં જરાં પણ ભેળસેળ હોય તો તમારી સ્કીન જ નહી પરંતુ સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે તે ભારે પડી શકે છે. તેના માટે ખૂબ જ જરૂરી છે કે સતર્ક અને સાવધ રહેવું. પરંતુ પહેલાં તે જરૂર જાણી લો કે રંગોથી તમારા સ્વાસ્થયને કેટલું નુકસાન થઇ શકે છે.

રંગોથી થઇ શકે છે આ બિમારીઓ

જો તમે અસ્થમાના દર્દી હોય અથવા શ્વાસ સંબંધિત સમસ્યા હોય તો સૂકા રંગોથી હોળી રમવી તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. તેથી પ્રયાસ કરો કે રંગોના સંપર્કમાં ઓછા આવો.

ભૂલથી પણ  રંગ તમારી આંખોમાં જશે તો મોટી સમસ્યા ઉભી થઇ શકે છે. તેનાથી ફક્ત આંખોને નુકસાન જ નહી પહોંચે પરંતુ તેનાથી તમારા મગજને પણ અસર થશે.

રંગોથી સ્કીન પર થતી એલર્જીને નકારી ન શકાય. તેનાથી બચવા માટે હોળી રમતા પહેલાં જ તૈયારી કરી લો અને ચીકણા પદાર્થ જેવા કે વેક્સનો પ્રયોગ જરૂર કરો. તેવામાં રંગ ઉતારતી વખતે પણ સુરક્ષિત ઉપાય અજમાવો.

જો ભાંગનું સેવન કરતાં હોય તો તમારા માથામાં દુખાવો, માથુ ભારે લાગવું જેવી સમસ્યાઓ થશે. તેની અસર જલ્દી દૂર નથી થતી. તેવામાં જ્યાં સુધી તેની અસર દૂર નહી થાય ત્યાં સુધી તે તમારા મગજને પ્રભાવિત કરશે.

કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવાથી કેન્સર પણ થઇ શકે છે. તેથી તે જરૂરી છે કે તમે સુરક્ષિત રંગોનો ઉપયોગ કરો  અને નકલી રંગોના ઉપયોગથી બચો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter