દેશમાં આટલા પ્રકારની હોળી રમાય છે, ક્યાંક લઠ્ઠમાર તો ક્યાંક દિયર-ભાભી… દરેક રાજ્યમાં છે અલગ મહત્વ અને રીવાજ

different types of holi in india

આપણો દેશ વિવિધતાઓથી પરિપૂર્ણ છે અને તેનું ઉદાહરણ એજ વાતથી મળે છે કે હોળીનો તહેવાર દેશના દરેક રાજ્યમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. આમ તો આ પૌરાણિક માન્યતાઓનો પર્વ છે પરંતુ દરેક રાજ્યોની પરંપરાઓ અનુસાર આ તહેવારને ઉજવવામાં આવે છે.

ઉત્તર પ્રદેશમાં બ્રઝની હોળી

ઉત્તર પ્રદેશના પશ્ચિમમાં બ્રઝની હોળી દેશ ભરમાં પ્રચલિત છે. બ્રઝમાં મથુરા, વૃંદાવન, બરસાના અને નંદગામમાં લઠ્ઠમાર હોળી રમવામાં આવે છે. અહીં હોળીના અવસર પર મહિલાઓ પુરુષોને લાકડી મારે છે અને પુરુષો તેનો બચાવ કરે છે અને ચારે બાજુ રંગ જ રંગ હોય છે.

ઉત્તરાખંડની હોળી

ઉત્તરાખંડની કુમાઉંની હોળીના નામથી પ્રચલિત છે આ તહેવાર. અહીં હોળીનો તહેવાર વસંત પંચમીથી શરૂ થઈ જાય છે. અહીં લોકો પહાડોનો પારંપરિક પોશાક પહેરીને નૃત્ય કરે છે અને રમે છે.

પંજાબી હોળી

હોળીને પંજાબમાં ‘હોલા મોહલ્લા’ના નામે પણ ઓળખવામાં આવે છે. પંજાબના પ્રસિદ્ધ તીર્થ સ્થળ શ્રી આનંદપુર સાહિબ હોળીને હોલા મોહલ્લા તહેવારના નામે ઉજવવામાં આવે છે. અહીં હોળીના તહેવારને પુરુષોના પર્વના રૂપમાં જોવામાં આવે છે. અહીં નિહંગ હાથમાં સિખોનું નિશાન ઉઠાવીને ભાલા અને તલવારની સાથે પુરુષોનું પ્રદર્શન કરે છે.

હરિયાણાની ચર્ચિત દેવર-ભાભી હોળી

હરિયાણાની હોળી પોતાના મસ્તી વાળા અંદાજને લઈને દેશ ભરમાં જાણીતી છે. અહીં ધૂળેટી પર દિયર દ્વારા ભાભીને પરેશાન કરવાની પરંપરા છે. દિયર ભાભીને રંગ લગાવવાનો પ્રયત્ન કરે છે અને ભાભી દિયરને  લાકડી મારે છે.

રાજસ્થાની હોળી

રાજસ્થાન અને બ્રઝની હોળીમાં ખૂબ સમાનતા જોવા મળે છે. અહીં હોળી સુકા રંગ અને ગુલાલથી રમવાની પરંપરા છે અને લાકડીઓ પણ મારવામાં આવે છે.

બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુનો જન્મ દિવસ

બંગાળમાં હોળી ચૈતન્ય મહાપ્રભુના જન્મ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. તેને ડોલ યાત્રા અને ડોલ મહોત્સવના નામથી પણ જાણવામાં આવે છે. રાઘા-કૃષ્ણની પ્રતિમાઓને રથ પર બેસાડીને યાત્રા કાઢવામાં આવે છે અને મહિલાઓ રથની આગળ નૃત્ય કરતી જોવા મળે છે.

ગોવાની હોળી

ગોવામાં કોંકણી હોળી ઉજવવાનું ચલણ છે. હોળીને અહીં શિમગોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે. અહીં હોળીના દિવસે જુલુસ કાઢવામાં આવે છે. દરેક જાતિ અને ધર્મના લોકો આ જુલુસમાં શામેલ થાય છે.

બિહારની ભોજપુરી હોળી

દેશના પૂર્વના વિસ્તારો અને બિહારમાં હોળીને ફાહ ઉત્સવના નામે જાણવામાં આવે છે. અહીં ધણા સ્થાનો પર કિચડથી પણ પ્રખ્યાત કર્તા ફાડ હોળી રમવામાં આવે છે.  

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter