GSTV

Holi 2021 : હોળી ઉપર ભાંગની ઠંડાઈ પીધા બાદ ભૂલથી પણ ન કરતા આ ભૂલ, નહીં તો આવશે મુસીબતોનો પહાડ

Last Updated on March 27, 2021 by Pritesh Mehta

હોળી ઉપર ભાંગ પીવાનું ચલણ ઘણુ જુનુ છે. પરંતુ તેનો સંબંધ કોઈ પરંપરાથી નથી. કારણ કે, હોળી ખુશી અને ઉલ્લાસનો તહેવાર છે અને ભાંગ લીધા બાદ વ્યક્તિ ઘણો ખુશ થઈ જાય છે. કારણ કે ભાંગમાં ડોપામાઈન હોર્મોનનું સ્તર વધારે છે. ડોપામાઈનને હૈપ્પી હોર્મોન માનવામાં આવે છે. જે આપણા મૂડને સારૂ બનાવવા માટે કામ કરે છે.

આજ કારણ છે કે, હોળી ઉપર લોકો ભાંગ પીવાની કોઈ તક નથી છોડતા. મોટાભાગના લોકો તેની ઠંડાઈ બનાવીને પીવે છે તો કેટલાક લોકો તેને પીસીને તેનું સેવન કરે છે. જો તમે પણ હોળીનો તહેવાર ભાંગની ઠંડાઈ પીધા બાદ ઉજવણી કરો છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું આવશ્યક છે.

  • ખાલી પેટ ભાંગ લેવાની ભૂલ ન કરતા અને સીધી રીતે ખાતા નહીં. તેનું સેવન દૂધની સાથે કે ઠંડાઈના રૂપમાં જ કરો. કારણ કે તેને પીધા બાદ તમે તમારા નિયંત્રણમાં રહો.
  • જો ભાંગ લીધી છે તો ઉત્સાહમાં આવીને આલ્કોહોલ લેવાની ભુલ ન કરતા નહીં તો તગડું નુકશાન તમારે ઉઠાવવું પડી શકે છે.
  • ભાંગ લીધા બાદ ડ્રાઈવિંગ કરશો નહીં કારણ કે ભાંગના નશામાં વ્યક્તિ હોશમાં રહેતો નથી. તેવામાં દુર્ઘટના થઈ શકે છે.
  • ભાંગ પીધા બાદ શરીરમાં પાણી ઓછી થાય છે હવે તે ઉણપને પૂર્ણ કરવા માટે વ્યાપક પ્રમાણમાં પાણી પીવો, નહીં તો તમને નુકશાન થઈ શકે છે.
  • ઠંડાઈ પીધા બાદ કોઈ કોઈ પણ પ્રકારની દવાનું સેવન કરશો નહીં. તેનાથી રિએક્શન આવી શકે છે. તેમાં તમને માથુ દુખવું, ઉલ્ટી કે પેટમાં ગડબડી થઈ શકે છે.

નશો વધારે હોય તો શું કરશો

  • ભાંગનો નશો વધારે હોય તો ખાટા ફળો જેવા કે, મોસંબી, સંતરા, દ્રાક્ષ ખાવ. માત્ર લીંબુનો રસ લેવાથી પણ નશો ઘણો ઓછો થઈ જાય છે. તમે ઈચ્છો તો આંબલીનું પાણી પણ પી શકો છો.
  • અડદની દાલનું પાણી પીવાથી ભાંગના નશામાં ઘટાડો થાય છે. તે સિવાય નારિયેળ પાની પણ ભાંગનો નશો ઓછો કરવામાં મદદરૂપ થાય છે.
  • જો કંઈ પણ સમજાય નહીં તો આદુના ટુકડાને મોંમાં રાખીને ધીમે ધીમે તેનો રસ લો. તેનાથી પણ નશો ઘણો ઓછો થઈ જાય છે.

Related posts

Agriculture : ભારતમાં શરૂ થઈ છે આ વિશેષ છોડની ખેતી, નથી પડતી ખાતરની જરૂર અને 25 દિવસમાં તૈયાર થઈ જાય છે પાક

Vishvesh Dave

તમારા કામનું / 1લી ઓગસ્ટથી લાગૂ થતા એ નિયમ વિશે જાણો, જેનાથી તમારી સેલરી, પેન્શન પર થશે સીધી અસર

Zainul Ansari

ફાયરિંગ/ અમદાવાદમાં ક્રાઈમ પેટ્રોલ ભજવાઈ : સીરિયલ જોઈને સંબંધી વેપારી પાસે માગી 5 લાખની ખંડણી, આ હતો પ્લાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!