GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

Holi 2020: આજે ઉજવવામાં આવશે હોળીનો પર્વ, જાણો પ્રાગટ્ય માટે કયુ છે શુભ મુહૂર્ત

હોલિકા

ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે અમદાવાદ સહિત ગુજરાતભરમાં હોળી (holi) નું પર્વ આસ્થાપૂર્વક મનાવાશે. દુષ્ટતા-બુરાઇ પર ભલમનસાઇ-અચ્છાઇની જીતના ઉત્સવ તરીકે હોળી (holi) નું પર્વ મનાવાય છે. સોમવારે સાંજે 6:45થી 7:33 સુધી હોળી પ્રાગટય માટે શુભ મુહૂર્ત છે. રાત્રે 11:19 બાદ હોળાષ્ટકની સમાપ્તિ થશે જ્યારે મંગળવારે રંગ-ઉલ્લાસના પર્વ ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે. હોળી-ધૂળેટીના પર્વનું એક આગવું મહત્વ છે. આ પર્વમાં કટ્ટર શત્રૂ સાથે પણ રાગ-દ્વેષ ભૂલાવીને તેને અબીલ-ગુલાલના માધ્યમથી સ્નેહના રંગમાં રંગી દેવામાં આવે છે.

ધાર્મિક દ્રષ્ટિએ ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર ધારણ કરીને ભગવાન પ્રહલાદનું રક્ષણ કર્યું હતું. જેની સાથે આ આસુરી વૃતિઓનો નાશ થયો હતો અને આ જ ભાવનાને ધ્યાનમાં રાખીને આદિ-અનાદિકાળથી સમગ્ર ભારતમાં અનેક ઔષધિય ગુણધર્મ ધરાવતા લાકડા, ગાયનું છાણ, હવનમાં ઉપયોગમાં લેવાતા અન્ય ઔષધો દ્વારા હોળી પ્રગટાવાય છે, તેનું પૂજન-અર્ચન કરાય છે. કુમકુમ-ધાણી-ચોખા-કાચી કેરી-શ્રીફળ-કપૂર-લવિંગ-ખજૂર-અનાજ તેમજ પાણીના કળશથી પાંચ કે સાત ફેરા ફરીને આ તમામ સામગ્રી સાથે પૂજન કરાય છે.

પ્રદક્ષિણા વખતે ‘ઓમ્ વિષ્ણવે નમ: ‘ મંત્રનો જાપ કરવાનો મહિમા છે. હોળીનો તાપ ખાસ લેવામાં આવે છે જેનાથી આપણી તંદુરસ્તી જળવાઇ રહે છે. જ્યોતિષીઓના મતે આવતીકાલે બપોરે 1:11ના ભદ્રા (વિષ્ટિ) સમાપ્ત થાય છે. હોળીની જ્વાળા કઇ તરફ જાય છે કે ઉપર તરફ જાય છે તે મુજબ તેના ફળ મળતા હોય છે. જેમકે, પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર-ઇશાન-અગ્નિ-નૈઋત્ય-વાયવ્ય વગેરે પરથી શુભાશુભ બાબત તે વર્ષ પૂરતું જણાતું હોય છે. જેમાં ગરમી, વરસાદ, દુકાળ, પૂર, રોગચાળો, મોંઘવારી, દુર્ઘટના જેવા શુભાશુભ વરતારાઓ જે-તે પ્રાંત બાબતે જોવામાં આવે છે.

holi

હોળીના દિવસે ખજૂર ખાવાનું ધામક અને વૈજ્ઞાનિક મહત્વ છે. આ દિવસે લોકો ખજૂર ખાય પણ છે અને હોળીની જ્વાળામાં ખજૂર હોમવામાં પણ આવે છે. હોળીનાં એક જ દિવસે અમદાવાદમાંથી 80 ટનથી વધુ ખજૂરનું વેચાણ થશે. અમદાવાદમાં મોટાભાગનું ખજૂર ઇરાન, ઇરાક, સાઉદી અરેબિયાથી આવે છે. હિંદુ પંચાગ મુજબ હોળી વર્ષનો અંતિમ તહેવાર છે. કેમકે, સનાતન ધર્મ અનુસાર ચૈત્ર મહિનાથી હિંદુ નવ વર્ષનો પ્રારંભ થાય છે.આવતીકાલે ફાગણી પૂનમ હોવાથી ડાકોરમાં સેંકડો ભક્તો ઉમટી પડશે.

હોળીની જ્વાળા અને ભડલીના વચનો

હોળીના પ્રાગટ્ય વખતે તેની જ્વાળા કઇ બાજુ જાય છે તેના પરથી વાષક વરતારા કરવામાં આવે છે. હોળીના વરતારા પરાપૂર્વથી થાય છે અને તે માટેના ભડલી વચનો પણ છે જ. જે સંક્ષિપ્તમાં આ મુજબ છે : હોળી દિન કરો વિચાર, શુભ અને અશુભ ફળ સાર, પશ્ચિમનો વાયુ જો વાય, સમય એ જ સારો કહેવાય, વાયુ જો પૂરવનો વાય, કોરોને કંઇ ભીનો જાય, દક્ષિણ વાયુ ધનનો નાશ, એ સમય ન ઉપજે ઘાસ, ઉત્તરનો વાયુ બહુ હોય, પૃથ્વી ઉપર પાણી બહુ જોય, જો વંટોળો ચારે વાય, પ્રજા દુ:ખમાં ઝૂરે રાય, જો વાયુ આકાશે જાય, પૃથ્વી રણસંગ્રામ બતાવ, ફાગણની પૂનમને દિન, હોળી સમયે પારખ કીન. આમ, હોળીના પવન પરથી શુભાશુભનો વિચાર કરવો જોઇએ.

ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે સવારે 7:15થી રાત્રે 8:30 વિશિષ્ટ આયોજનો

ભાડજ ખાતે આવેલા હરેક્રિષ્ના મંદિર ખાતે 9 માર્ચે ગોર પૂર્ણિમાની વિશિષ્ટ ઉજવણી કરાશે. ઉત્સવની પૂર્ણાહૂતિમાં ભક્તોને અનુકલ્પા મિષ્ટાન અપાશે, જેને અનાજ સિવાયના તત્વોમાંથી બનાવાઇ હોય છે. સોમવારે  સવારે  7:15થી રાત્રે 9 સુધી દર્શન કરી શકાશે. સવારે 9થી રાત્રે 9 મહાસંકિર્તન, સાંજે 6:15ના પાલકી ઉત્સવ, સાંજે 7:15ના મહાઅભિષેક, રાત્રે 8:15ના લીલા ઓફ ચૈતન્ય પ્રભુ ડ્રામાની રજૂઆત તેમજ રાત્રે 8:30ના મહામંગલા આરતી કરાશે.

ઈસ્કોન મંદિરમાં આજે 2 હજાર કિગ્રાથી વધુ ફૂલોથી હોળી રમાશે

અમદાવાદના ઈસ્કોન મંદિરમાં 9 માર્ચ સોમવારના રોજ ભગવાન ચૈતન્ય મહાપ્રભુનો આવિર્ભાવ દિવસ અને હોળી એમ બંને તહેવાર ઉજવાશે. 2 હજાર કિગ્રાથી પણ વધારે ફૂલોથી હોળી અને ગૌર પૂર્ણિમા ઉત્સવ યોજાશે. સવારે 10 થી સાંજે 7 દરમિયાન દર્શનાર્થીઓ ભગવાન સાથે ફૂલોની હોળી રમી શકશે. સવારે 4:30 કલાકે મંગળા આરતી બાદ ભક્તો સવારે 7:15 સુધી હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરશે, શ્રૂંગાર આરતી થશે. સવારે 9 થી રાત્રે 9 અખંડ હરિનામ ધૂન થશે. 5:30થી ભગવાનનો વિવિધ પ્રકારના ફળોના રસ, પંચગાવ્ય વસ્તુઓ સાથે અભિષેક કરાશે. આ પછી ભગવાનને છપ્પન ભોગ ધરાવાશે. સાંજે 6 કલાકે ભગવાનના વિશેષ અભિષેકના દર્શનનો લાભ ભક્તો લઇ શકશે.

કોરોના : રંગોથી નહીં પણ ફુલોથી જ ફૂલદોલોત્સવ ઉજવાશે

સ્વામિનારાયણ મંદિર-કુમકુમ -મણિનગર ખાતે મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં 10 માર્ચ-મંગળવારના સવારે 8 થી 10 સુધી ફુલદોલોત્સવની ઉજવણી કરાશે. કોરોના વાયરસની સાવધાનીના ભાગરૂપે આ વર્ષે રંગોથી નહીં પણ માત્રથી ફુલોથી જ ફુલદોલોત્સવ ઉજવાશે. રંગબેરંગી ફુલોથી ભગવાનનો અભિષેક કરાશે અને ફુલો સંતો તથા ભક્તો ઉપર છંટકાવ કરાશે. આ ઉપરાંત સ્વામિનારાયણ ભગવાનને ચાંદીની પિચકારી પણ ધરાવાશે.

કલ્યાણ પુષ્ટિ હવેલીમાં બે દિવસીય આયોજન

કલ્યાણ પુષ્ટિ હવેલી-વસ્ત્રાપુર ખાતે ષષ્ઠપીઠાધીશ્વર ગોસ્વામી 108 દ્વારકેશલાલજી મહારાજની નિશ્રામાં હોળી-ધૂળેટી નિમિત્તે વિશિષ્ટ આયોજન કરાશે. 9 માર્ચે મંગળાના દર્શન સવારે 6:30થી સવારે 7:15, શ્રૂંગાર દર્શન સવારે 9:15થી 9:45, રાજભોગ સવારે 10:45થી 11:45, હોળી પ્રદીપન શયનમાં સાંજે 7 કલાકથી થશે. 10 માર્ચે ડોલોત્સવ દ્વિતિય ખેલ સવારે 10:30થી 11, તૃતિય ખેલ સવારે 11:30થી 12, ચતુર્થ ખેલ 12:30થી 1 કલાક થશે.

  • વાયુ-વાતાવરણ શુદ્ધ, જંતુમુક્ત રાખવા
  • હોલિકા દહનમાં પંચગવ્યથી આહુતિ આપવામાં આવે : મુખ્યમંત્રી રૂપાણી
  • હોળીમાં ગુગળ-ગાયનું ઘી-સૂકા લીમડાના પાન-સરસવ-કપૂરની આહુતિથી વાતાવરણ શુદ્ધ થશે

સોમવારે હોળીના પર્વ વખતે હોલિકા દહનમાં ગુગળ-ગાયનું ઘી-સૂકા લીમડાના પાન-સરસવ અને કપૂર એમ પંચગવ્યથી આહુતિ આપવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘જ્યાં જ્યાં સામૂહિક હોળી પ્રગટાવવામાં આવે છે ત્યાં સૌ કોઇ હોલિકાની અગ્નિ જ્વાળામાં પ્રવર્તમાન સ્થિતિમાં વાયુ-વાતાવરણ શુદ્ધ અને જંતુમુક્ત રાખવાના રક્ષણાત્મક ઉપાયો માટે હોળીમાં પરંપરાગત આહુતિ ઉપરાંત પંચતત્વની આહુતિ આપે.

વિશ્વની  પ્રવર્તમાન આરોગ્યલક્ષી પરિસ્થિતિમાં વાતાવરણ શુદ્ધિ અને જંતુમુક્તિની આવશ્યક્તા હેતુસર હોળીમાં ગુગળ, ગાયનું ઘી, સૂકા લીમડાના પાન, સરસવ અને કપૂર એવા પાંચ દ્રવ્યોની આહુતિ આપવી જરૂરી છે. જેના પરિણામે સમગ્ર વાતાવરણ વધુ શુદ્ધ થશે-વિષાણુ મુક્ત તેમજ રોગના જંતુઓ નાશ પામશે. આટલું જ નહીં જંતુનાશ-ફ્યુમિગેશન થવાને કારણે રોગચાળો-બિમારી ફેલાતી અટકાવી શકાશે.’

Read Also

Related posts

આરોગ્ય વિભાગના સબ સલામતના દાવા વચ્ચે પાલનપુર અને ડીસા શહેરો બન્યા હોટસ્પોટ

Nilesh Jethva

એનસીપી નેતા રેશમા પટેલને પાર્ટીમાં મળી આ નવી જવાબદારી

Nilesh Jethva

ATMની ટેકનોલોજી બદલવા RBIના આદેશોને ઘોળીને પી જતી બેંકો, માત્ર 2 બેન્કોના ATM સેફ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!