GSTV
Home » News » હોળી પર શોર-બકોર કરવાની પરંપરા કેમ? જાણો હોળીની અજાણી 6 વાતો

હોળી પર શોર-બકોર કરવાની પરંપરા કેમ? જાણો હોળીની અજાણી 6 વાતો

હોળીનો તહેવાર વાતાવરણને રંગ અને ઉમંગથી ભરી દેવા માટે અને ખુશીઓનો તહેવાર માનવામાં આવે છે. આ તહેવારનું પૌરાણિક મહત્વ છે.હોળીનો સંબંધ માત્ર હોલીકા-પ્રહલાદ સાથે નથી, પરંતુ ભગવાન શિવ-પાર્વતી અને રાધા-કૃષ્ણ સાથે પણ છે. હોળીનાં તહેવાર પાછળ અનેક પ્રકારની માન્યતાઓ છે. આ માન્યતાને આધારે જ પુરાણોમાં હોળીની અનેક વાર્તાઓનો ઉલ્લેખ જોવા મળે છે.

1.રાધા-કૃષ્ણની કહાની

ભારતનાં વ્રજ ક્ષેત્ર એટેલે કે મથુરા,વૃંદાવન,ગોકુલ,બરસાના અને નંદગાંવનાં આરાધ્ય દેવ ભગવાન કૃષ્ણ અને રાધાનાં પ્રેમની કહાનીને પણ હોળી સાથે જોડવામાં આવે છે. વસંત ઋતુમાં રંગ સાથે રમવું ભગવાન કૃષ્ણની લીલાઓ પૈકીની એક છે. ત્યારે ધૂળેટી તહેવારનાં એક દિવસ અગાઉ હોળીકા દહન એટલે કે બુરાઇની હાર અને અહંકારનાં અંત સ્વરૂપે જોવામાં આવે છે.

2.શિવ-પાર્વતી અને કામદેવ

પુરાણોમાં જણાંવ્યા પ્રમાણે દેવી પાર્વતી ભગવાન શિવ સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ ભગવાન શિવ આ વાતથી અજાણ પોતાની તપસ્યામાં લીન હતાં. તેવામાં કામદેવે પાર્વતીની મદદ કરવાનાં હેતૂ સાથે શિવની તપસ્યા ભંગ કરી. ક્રોધિત શિવ ભગવાને કામદેવને ભસ્મ કરી દીધા હતાં. પરંતુ જ્યારે શિવે પાર્વતીને પોતાની પત્ની સ્વરૂપે જોયા તો  સ્વીકાર કરી લીધા હતા. પરંતુ પતિનાં મૃત્યુથી દુખી કામદેવની પત્ની રતીએ ભગવાન શિવે પ્રાર્થના કરી જેથી પ્રભુ શિવે કામદેવને ફરી જીવીત કર્યા. ત્યારથી રંગોનો તહેવાર હોળી-ધૂળેટીની ઉઝવણી શરૂ થઇ.

3.ભક્ત પ્રહલાદ અને હોલીકા

ભક્ત પ્રહલાદની ભગવાન વિષ્ણુ ભગવાન પ્રત્યેની ભક્તિ જોઇને તેનાં નાસ્તિક પિતા હિરણ્યકશ્યપે તને પોતાની બહેન હોલીકાનાં ખોળામાં બેસાડીને મારી નાંખવાનું ષડયંત્ર રચ્યું. જો કે બાજી ઉલટી પડી. સદગુણની દુર્ગુણ પર જીત થઇ. હોલીકા બળીને રાખ થઇ ગઇ અને ભક્ત પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો.

4.કંસ અને પૂતનાની કહાની

માતા દેવકીની કૂખે ભગવાન કૃષ્ણએ જન્મ લીધા બાદ આકાશવાણી થઇ હતી, કે કંસની મોત કૃષ્ણનાં હાથે થશે. ત્યારબાદ કંસ કૃષ્ણને મારી નાંખવા માટે અનેક ચાલ રમતા રહ્યા. તેવામાં કંસે રાક્ષસી પૂતના પાસે મદદ માગી.પૂતનાએ સુંદર સ્ત્રીનો વેશ ધારણ કરીને ઘોડીયામાં રમતા કનૈયાને પોતાનાં ઝેરીલા સ્તનપાન કરાવવાનો પ્રયાસ કર્યો. ત્યારે તેને સત્ય હકિકત વિશે ખબર પડી અને તેનો વધ કરી નાંખ્યો. ત્યારે ફાગણ પૂનમ હતી ત્યારથી પૂતનાનાં વધની ખુશીમાં હોળીનો તહેવાર મનાવવામાં આવે છે.

5.રાક્ષસી ઢુંઢી અને હોળી પર દેકારો મચાવવાની પરંપરા

લોકકથા પ્રમાણે ભગવાન રામનાં પૂર્વજ મહારાજ રઘુનાં સમયયમાં ઢૂંઢી નામની એક રાક્ષસી હતી. તે બાળકોની હત્યા કરીને તેન ખાઇ જતી. તેને વરદાન પ્રાપ્ત હતું કે  કોઇ દેવતા,માનવ,અસ્ત્ર,શસ્ત્ર તેમજ શિયાળો કે ઉનાળો તેમજ ચોમાસું તેને મારી શકે નહિં. રાજા રઘુનાં રાજ પુરોહિતે તેને મારવાનો એક ઉપાય બતાવ્યો. રાજપુરોહિતે જણાંવ્યું કે ફાગળ માસની પૂનમે જ્યારે વધારે ગરમી કે વધારે ઠંડી ન હોય ત્યારે તમામ બાળકો પોતાનાં ઘરેથી લાકડીઓ લઇને સળગાવે. ઉંચા સ્વરે  દેવતાઓનાં મંત્રોચ્ચાર કરે, ખુબ શોર-બકોર કરે તો તેનાં લીધે રાક્ષસીને મારી શકાય. બાળકોએ આવું જ કર્યુ અને શોર-બકોર કરીને જ્યારે રાક્ષસી ત્યાં પહોંચી તો બાળકોએ તેનાં પર કાદવ-કીચક ઉછાળીને અને ગંદકી ફેલાવીને તે રાક્ષસીને નગર બહાર ખદેડી હતી. આવી રીતે તા રાક્ષસીનો અંત થયો અને ત્યારથી હોળી ઉપર શોરબકોર કરવાની પરંપરા શરૂ થઇ.

6.હોલીકા અને ઇલોજીની કહાની 

બધાને ખબર છે કે પોતાનાં ભત્રીજા પ્રહલાદને મારી નાંખવાના બદઇરાદા સાથે હોલીકાએ આગમાં બેસીને ખુદ સળગી ઉઠી હતી. હકિકતે હોલીકા ઇલોજી નામનાં રાજકુમાર સાથે પ્રેમ કરત હતી. બન્ને જણાં ફાગણ પૂનમનાં રોજ વિવાહ કરવા માગતા હતા. હિરણ્યકશ્યપે જ્યારે હોલીકાને પ્રહલાદને સળગાવવાની વીત કહી ત્યારે પહેલા તો તે તૈયરી થઇ શકી નહિં. પાછળથી હોલીકાએ ઇલોજી સાથે લગ્ન કરાવવાની ધમકી આપી તો હોલીકા પ્રહલાદને સળગાવવા માટે તૈયાર થઇ ગઈ હતી. હોલીકાએ પોતાનાં ભાઈનાં આદેશનું પાલન કર્યુ અને પ્રહલાદને ખોળામાં લઇને આગમાં બેસી ગઇ. પરંતુ ચુપચાપ પ્રહલાદને અગ્નિદેવનાં વરદાનથી બચાવી લીધી અને સ્વયં બળીને ખાક થઇ ગઇ.

READ ALSO

Related posts

મુખ્ય ન્યાયાધીશ ગોગોઇને ફસાવવા મહિલાએ જુઠા આરોપ લગાવ્યા: વકીલે સુપ્રીમને પુરાવા સોંપ્યા

Mayur

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

પગના દુખાવાથી કંટાળ્યાં છો, આ ઉપાયથી પીડા થઇ જશે છૂમંતર

Bansari