GSTV
Home » News » મથુરાની ‘લઠમાર’ હોળીનો પ્રારંભ, દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે ‘વ્રજધામ’ની આ ખાસ હોળી

મથુરાની ‘લઠમાર’ હોળીનો પ્રારંભ, દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે ‘વ્રજધામ’ની આ ખાસ હોળી

હોળીનો તહેવાર નજીક આવતાની  સાથે મથુરામાં લઠમાર હોળીની શરૂઆત કરવામાં આવી છે. અહીંની લઠ્ઠમાર હોળીમાં સ્ત્રીઓ પુરુષો પર લાકડીના પ્રહાર કરે છે અને પુરુષો તેનાથી બચવાનો પ્રયત્ન કરે છે.

લઠ્ઠમાર હોળી જોવાનો લહાવો મળે તો પણ મન પુલકિત થઈ જાય છે. જેથી લઠ્ઠમાર હોળી દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે લઠમાર હોળી માટે કપડામાંથી લાઠી બનાવીને ગોપીઓ બાળગોપાળો પર પ્રહાર કરે છે. વ્રજધામની અસલી હોળીની મજા મથુરામાં લઈ શકાય.

અહીં આવેલા તમામ રાધા-કૃષ્ણનાં મંદિરોમાં અલગ-અલગ દિવસે હોળી સંપૂર્ણ ઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે. ત્યારે  મથુરામાં હોળીની તૈયારીના ભાગ રૂપે  વહીવટી તંત્ર દ્વારા  પાર્કિગ સહિત સુરક્ષાની પણ તૈયારી શરૂ કરી છે.

મથુરામાં હોળીનો તહેવાર  15મી માર્ચથી જ શરૂ થયો છે. આ ઉપરાંત મથુરામાં હોળીનો મેળો પણ ભરાય છે જેમા મોટી સંખ્યામાં લોકો આવે  છે.

Read Also

Related posts

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભો લોકોને મળી રહે માટે નાયબ મુખ્યમંત્રીએ આરોગ્ય કર્મીઓને આહવાન કર્યુ

Mansi Patel

માંડવી નગરપાલિકામાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર

Nilesh Jethva

અમદાવાદમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી, બાજુના અન્ય બે ઘરોને પણ નુકશાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!