Holi 2019 Tips: પ્રાકૃતિક રંગોના નામે છેતરાઇ ન જતાં, આ રીતે ચેક કરો કલર અસલી છે કે નકલી

holi color 2019

રંગોના તહેવાર હોળી પર રંગોનું વિશેષ મહત્વ છે પરંતુ માર્કેટમાં નકલી અને કેમિકલ વાળા રંગો તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. નકલી અને કેમિકલ વાળા રંગોને ઓળખવા ખૂબ જ સરળ છે. ચાલો અમે તમને જણાવીએ કે કેવી રીતે ઓળખી શકાય કે રંગ અસલી છે કે નકલી.

આ રીતે કરો ચેક

કેમિકલયુક્ત રંગોની આડઅસરને જોતા આજકાલ લોકો ર્ગેનિક કલર્સ વધુ પસંદ કરે છે. પરંતુ ઘણીવાર જે રંગો ઉપર ઇકોફ્રેન્ડલી, નેચરલ કે ઓર્ગેનિકનું લેબલ લગાવી દેવામાં આવે છે અને આપણે તેને ખરીદી પણ લઇએ છીએ.

આવા ખોટા લેબલ વાળી પ્રોડક્ટ્સથી બચીને રહો. રંગ ખરીદતી વખતે ધ્યાન આપો કે રંગમાં કોઇપણ પ્રકારના કેમિકલ અથવા પેટ્રોલની ગંધ તો નથી આવી રહી.

રંગ ખરીદતી વખતે થોડો રંગ લઇને પાણીમાં ઘોળીને ચેક કરી લો. જો રંગ પાણીમાં મિક્સ ન થાય તો તેનો અર્થ એ છે કે તેમાં કેમિકલ છે.

રંગ ખરીદતી વખતે તેમાં ચમકદાર કણ હોય તો ન ખરીદો. કારણ કે નચરલ કલર્સમાં ચમક નથી હોતી. સાથે જ તે ડાર્ક શેડના પણ નથી હોતા.

તમે ઘરે પણ નેચરલ કલર્સ બનાવી શકો છો. તેના માટે બેસન અને હળદરને મિક્સ કરીને પીળો કલર તૈયાર કરી શકો છો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter