હોળી સ્પેશિયલ : આર્થિક તંગીમાંથી મુક્તિ મેળવવી હોય તો જલ્દી કરો આ ઉપાય

રંગોનો તહેવાર હોળી સૌકોઇના દિલની ખૂબ જ નજીક હોય છે. લોકો રંગોના આ તહેવારને ઘણાં ઉત્સાહ સાથે ઉજવે છે. આ દિવસે મનદુખ ભૂલીને લોકો મિત્રો અને પરિવારજનો સાથે રંગ-ગુલાલ ઉડાવે છે. પરંતુ જો તમે આ તહેવારમાં પૈસાની તંગીના કારણે ઉજવણી કરવામાં ખચકાતા હોય તો હોળીના આ ખાસ ઉપાય કરો.

હોળીના ઉપાય

સૌથી પહેલા ઉપાયમાં હોળીના દિવસે પીળા કપડામાં કાળી હળદર, ચાંદીનો સિક્કો, 11 ગોમતી ચક્ર,કોડીઓ બાંધીને 108 વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનો જાપ કરતા હોળીકાની પ્રદક્ષિણા કરો. તે બાદ તમે તમારા ધંધાના સ્થળે જાઓ પરંતુ તે ધ્યાન રાખો કે આ દરમિયાન પાછળ ફરીને ન જુઓ. તે બાદ  તમા વસ્તુઓને તે સ્થાને રાખો જ્યાં તમે તમારા પૈસા મૂકો છો. પ્રયાસ કરો કે આવું કરતી વખતે તમારી સામે કોઇ બાધા ઉતપન્ન ન થાય. નહી તો તમને નુકસાન પણ થઇ શકે છે. આ ઉપાયને યોગ્ય રીતે કરવામાં આને તો પૈસા સાથે સંબંધિત પરેશાનીને દૂર કરી શકાય છે.

જો તમારો વેપાર સાથે સંબંધિત હોય તો હોલીના દિવસે મશીન પર ગંગા જળમાં પીસેલી હળદર અને કેસર મિક્સ કરીને સ્વસ્તિક બનાવો. આ ઉપાય તમારા ધંધા માટે શુભ રહેશે.

આ ઉપરાંત હોળીના દિવસે તમે પીળા કપડામાં ચાંદીનો સિક્કો અને કાળી હળદર બાંધીને દુકાનના ગલ્લામાં મુકી દેશો તો આખુ વર્ષ મા લક્ષ્મીની કૃપા રહેશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter