GSTV
Home » News » 3 માસની બાળકીના હૃદયમાં છિદ્ર, AIIMSએ આપેલી ઇલાજ માટેની તારીખ જાણી ગુસ્સો આવશે

3 માસની બાળકીના હૃદયમાં છિદ્ર, AIIMSએ આપેલી ઇલાજ માટેની તારીખ જાણી ગુસ્સો આવશે

ત્રણ મહિનાની એક બાળકીના હૃદયમાં કાણુ પડ્યુ છે. ગત એક મહિનાથી શ્વાસ લેવામાં તેને તકલીફ થાય છે. પરિવારજનોને દીકરીની તકલીફ જાણવામાં થોડો સમય લાગ્યો. પરંતુ હવે તેની સારવારમાં એમ્સ ખૂબ મોડું કરવા ઈચ્છે છે. બાળકીની સર્જરી માટે એમ્સ તરફથી મહિના નહીં, પરંતુ 6 મહિનાની રાહ જોવાનું કહ્યું છે. એક સંસ્થા તરફથી પૂછાયા બાદ પણ જવાબ આપવામાં આવ્યો નથી. બાળકીના માતા-પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરી શકાવે તેવી સ્થિતિમાં નથી. જોકે, હવે સંસ્થા દ્વારા જ બાળકીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવાનું કહેવામાં આવ્યું છે.

દિલ્હી સાથે જોડાયેલા ફરીદાબાદમાં રહેતા અજયકુમારે જણાવ્યું કે તેમની બાળકી નેન્સીને કેટલાંક સમયથી ઉધરસ આવી રહી હતી. જેને નજીકમાંથી દવા આપવામાં આવી હતી. પરંતુ દવાઓની કોઈ અસર થઈ નથી. ઉધરસ વધતી જતી હતી. ત્યારબાદ આ બાળકીને સફદરજંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેને દાખલ કરીને 19 દિવસ સારવાર ચાલી. તો બાળકીના હૃદયમાં કાણુ પડ્યાની માહિતી મળી. ત્યારબાદ તબીબે તેને એમ્સ લઈ જવાની સલાહ આપી.

બાળકીના પિતાએ જણાવ્યું, બાળકીના હૃદયમાં કાણુ પડ્યાની સારવાર વિશે જણાવવામાં આવ્યું કે ખાનગી હોસ્પિટલમાં 4 લાખ સુધીનો ખર્ચ બધા જણાવી રહ્યાં હતાં. તેમણે જણાવ્યું કે, મોંઘી સારવારનો ખર્ચ ન ઉઠાવવાને કારણે બાળકીને એમ્સ લાવી ચિકિત્સકોને બતાવવામાં આવ્યું. ત્યાં બાળકીને જોઈને 4 યુનિટ બલ્ડ અને લગભગ 50 હજાર રૂપિયા પણ ડીપોઝીટ ભરવાનું કહેવામાં આવ્યું. પરંતુ સારવારની તારીખ 6 વર્ષ બાદ 5 ફેબ્રુઆરી 2024 આપવામાં આવી. ઘણી રજૂઆતો કર્યા બાદ પણ ડોકટરો એકના બે ના થયાં.

હવે બાળકીને બચાવવા માટે હાર્ટ કેયર ફાઉન્ડેશન આગળ આવ્યું છે. ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ. અગ્રવાલે બાળકીની સારવાર માટે આપવામાં આવેલી 6 વર્ષના વેટિંગ પર એમ્સને પત્ર પણ લખ્યો. પરંતુ કોઈ સકારાત્મક જવાબ મળ્યો નથી. આ અંગે ડૉ. અગ્રવાલનું કહેવુ છે કે આ અંગે દિલ્હી સરકારે નિયમ બનાવ્યો છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, જો તેની માલિકીની હોસ્પિટલમાં સારવાર માટેનું વેઈટિંગ એક મહિનાથી વધુ હશે તો ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવશે. પરંતુ હજુ સુધી કંઈ થયુ નથી.

READ ALSO 

Related posts

ખાણીપીણીના શોખીન અમદાવાદીઓ માટે ખુશખબર, ફેબ્રુઆરીથી ખુલી જશે હેપ્પી સ્ટ્રીટ ફૂડ પ્લાઝા

Nilesh Jethva

બાળકને સતત ઉધરસ આવતા કરાવ્યો સિટી સ્કેન, રીપોર્ટ જોઈને ડોક્ટરની પણ આંખો ફાટી ગઈ

Ankita Trada

ઉમરની વધતી ઉંમર વાળો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ, 4 મહિનામાં આટલો બદલાવ આવ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!