GSTV
ANDAR NI VAT Trending

બીએમસી અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવો: અમિત શાહને ઉદ્ધવ ઠાકરેનો પડકાર

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પડકાર ફેંક્યો છે કે બીએમસી અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવો અને અમને હરાવીને બતાવો. જે લોકો શિવસેનાને ખતમ કરવાની વાત કરી રહ્યા છે તેમને આકરો જવાબ આપવામાં આવશે. ઠાકરે પરિવાર અને શિવસેનાને ખતમ કરવા માંગતા લોકો સંગઠિત થઈ ગયા છે. હું કહું છું કે થઈ જાય સંગઠિત, અને મુકાબલો કરે, અમે તૈયાર છીએ. મુન્નાભાઈ પણ તેમની સાથે આવી ગયા છે, કાંઈ વાંધો નહીં અમે બધાનો મુકાબલો કરશું. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ અમારી છેલ્લી ચૂંટણી છે એવી રીતે અમારે લડવુ જોઈએ. હું કહું છું કે આ તેમની છેલ્લી ચૂંટણી છે. હું મારા કાર્યકરોને એવું કહું છું કે આ તમારી પહેલી ચૂંટણી હોય એવી રીતે કામ કરજો.

અમિત શાહ

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મેં સાંભળ્યું છે કે પી.એમ. મોદી મુંબઈ આવવાના છે. હું અમિત શાહને પડકાર ફેંકું છું તેઓ હિંદુ-મુસ્લિમ કરીને બતાવે. મુંબઈનો દરેક સમાજ અમારી સાથે છે. ગુજરાતીઓ પણ અમારી સાથે છે, હિંદુઓ પણ અમારી સાથે છે.

READ ALSO:

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV