આપણી આજુ બાજુ ઘણા પ્રકારની જગ્યા હાજર છે. ઘણી જગ્યા પર જવાથી શાંતિ મળી છે, ત્યારે ઘણી જગ્યા એટલી રહસ્યમય અને ડરામણી હોય છે, જ્યાં જવાથી લોકો ગભરાય છે. રોમાનિયાના ટ્રાન્સલ્વેનિયા પ્રાંત પણ આવી જ એક જગ્યા છે. ટ્રાન્સલ્વેનિયામાં એવી ઘણી અજીબ ગરીબ ઘટના થઇ છે કે હવે લોકો ત્યાં જવાથી ગભરાય છે . તો જાણીએ ટ્રાન્સલ્વેનિયા પ્રાંતના એવા જ એક જંગલ અંગે.

‘હોય બસ્યું’ દુનિયાની સૌથી ડરામણા જંગલ માંથી એક માનવામાં આવે છે, જે ટ્રાન્સલ્વેનિયા પ્રાંતના ક્લૂઝ કાઉન્ટીમાં સ્થિત છે. જંગલમાં બનતી રહસ્યમય ઘટનાઓ જોઈ ‘ટ્રાન્સલ્વેનિયાના બરમુડા ટ્રાયેંગલ’ની સંજ્ઞા આપવામાં આવે છે. આ જંગલ લગભગ 700 એકરમાં ફેલાયેલું છે. એવું માનવામાં આવે છે કે આ જંગલની અંદર આવ્યા પછી લોકો રહસ્યમય રીતે ગાયબ થઇ જાય છે. જણાવી દઈએ કે આ જંગલમાં અત્યાર સુધીમાં હજારો લોકો ગાયબ થઇ ગયા છે, જેમની અત્યાર સુધી કોઈ જાણકારી મળી નથી.

હોયા બસ્યુ જંગલમાં ઝાડ મોળેલા છે અને આળા-અવળા દેખાય છે, જે દિવસના ઉજ્વાળામાં પણ ઘણા ડરામણા દેખાય છે. આ જગ્યાને લોકો યુએફઓ અને ભૂત-પ્રેતો સાથે પણ જોડીને જોય છે. એ ઉપરાંત કહેવામાં આવે છે કે અહીંયા ઘણા લોકો રહસ્યમય રીતે ગાયબ થઇ ગયા છે. ત્યારે લોકોમાં આ જંગલ અંગે રસ જાગ્યો, જયારે એક ચારવાહ આ જંગલમાં ગાયબ થઇ ગયો. સદીઓ જૂની કિંવદંતી અનુસાર, એ વ્યક્તિ જંગલમાં ગયાની સાથે જ ગાયબ થઇ ગયો. હેરાનીની વાત એ છે કે એ સમયે એની સાથે 200 ભેડ પણ હતા.

કેટલાક વર્ષ પહેલા એક સૈન્ય ટેક્નિશિયને આ જંગલમાં યુએફઓને જોયું હોવાનો દાવો કર્યો હતો. એ ઉપરાંત વર્ષ 1968માં પણ એમિલ બરનિયા નામના વ્યક્તિએ અહીં આકાશમાં એક અલોકિક શરીર જોયું હોવાનો દાવો કર્યો હતો. અહીં ફરવા આવતા કેટલાક પ્રવાસીઓએ પણ આવી જ ઘટનાઓ અંગે ઉલ્લેખ કર્યો હતો.

વર્ષ 1870માં પણ એક છોકરી ભૂલથી જંગલમાં જતી રહી હતી એ ત્યાર પછી ગાયબ થઇ ગઈ હતી. રિપોર્ટ મુજબ, લોકો એ સમયે હેરાન થઇ ગયા, જયારે એ છોકરી પાંચ વર્ષ પછી જંગલની બહાર આવી. પરંતુ તે પોતાની યાદશક્તિ ગુમાવી ચુકી હતી. જો કે થોડા સમય પછી જ એ છોકરીની મોત થઇ ગઈ. આવી કેટલીક ઘટનાઓ જંગલને ડરામણું બનાવે છે.
Read Also
- 1લી માર્ચથી રાજ્યમાં 60 વર્ષથી ઉપરના લોકોને અપાશે કોરોના વેક્સિન, અહીં અપાશે વિના મૂલ્યે
- સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ
- રસીકરણ મહાઅભિયાનનો બીજો તબક્કો: કોને લાગશે રસી, કેટલા આપવા પડશે રૂપિયા, આ રહી સમગ્ર વિગતો, જે તમારા કામમાં લાગશે
- કામની વાત/ LPG સિલિન્ડરની કિંમતથી લઇને ATM ટ્રાન્જેક્શનના નિયમો સુધી, 1 માર્ચથી થઇ રહ્યાં છે આ 5 મોટા બદલાવ
- મહિલા જજને હેપ્પી બર્થ ડે કહેવું વકીલને ભારે પડ્યું: 20 દિવસથી જેલમાં છે બંધ, પરિવારના લોકો જામીન માટે કરી રહ્યા છે આંટાફેરા