ભારતીય હોકી ટીમે એશિયા કપ 2022ના સુપર-4 તબક્કામાં જીત સાથે શરૂઆત કરી છે. શનિવારે રમાયેલી મેચમાં ભારતે જાપાનને 2-1થી હરાવ્યું હતું. ભારત તરફથી મનજીત (8મી મિનિટ) અને પવન રાજભર (35મી મિનિટ)એ ગોલ કર્યા હતા. તે જ સમયે, મેચની 18મી મિનિટે જાપાન માટે એકમાત્ર ગોલ તાકુમા નિવાએ કર્યો હતો.

અગાઉની હારનો લીધો બદલો
જાપાન સામેની જીત સાથે ભારતીય ટીમે લીગ મેચમાં મળેલી હારનો બદલો પણ લીધો હતો. નોંધપાત્ર વાત એ છે કે, લીગ મેચમાં જાપાને ભારતને 5-2થી હરાવ્યું હતું. જાપાને લીગ તબક્કામાં તેની ત્રણેય મેચ જીતી હતી અને પૂલ-એમાં ટોચ પર રહી હતી. તે જ સમયે, ભારત અને પાકિસ્તાન બંનેના ચાર પોઈન્ટ હતા, પરંતુ ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે વધુ સારા ગોલ તફાવતને કારણે આગળના રાઉન્ડમાં જગ્યા બનાવી હતી.
India defeated Japan by one goal in today’s Hero Asia Cup 2022, which was held in Jakarta, Indonesia.
— Hockey India (@TheHockeyIndia) May 28, 2022
Comment “Bharat Mata Ki Jai”
IND 2-1 JPN#IndiaKaGame #HockeyIndia #HeroAsiaCup #MatchDay #INDvsJPN @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SA pic.twitter.com/87SMwAuzaH
ભારતની આગામી મેચ મલેશીયા સાથે
ભારત ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા અને મલેશિયાએ સુપર-4 સ્ટેજમાં જગ્યા બનાવી છે. આ તમામ ટીમો એકવાર સામસામે ટકરાશે ત્યાર બાદ ટોચની બે ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાશે. ભારતીય ટીમ હવે રવિવારે તેની આગામી મેચમાં મલેશિયા સામે ટકરાશે.
બીરેન્દ્ર લાકડા છે ટીમના કપ્તાન
ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટમાં ઘણા નવા ચહેરાઓને તક આપી છે. ટીમનું નેતૃત્વ અનુભવી બિરેન્દર લાકડા કરી રહ્યા છે, જ્યારે સરદાર સિંહ કોચની ભૂમિકામાં છે. એશિયા કપની છેલ્લી સિઝન 2017માં રમાઈ હતી, જ્યારે ભારતીય ટીમે મલેશિયાને હરાવીને ત્રીજી વખત ટ્રોફી કબજે કરી હતી.