GSTV

મનુષ્ય માટે શરમજનક વાત, પોતાના બચ્ચાને સિગરેટનું ઠુઠુ ખવડાવી રહ્યું છે આ પક્ષી

Last Updated on June 29, 2019 by Mayur

સમુદ્રના કિનારે એક મધર બર્ડ પોતાના બચ્ચાને સિગરેટનું ઠુઠુ ખવડાવી રહ્યું છે. અમેરિકાના ફ્લોરિડાના લાર્ગોમાં રહેનારી કરેન મેસને આ તસ્વીર ક્લિક કરી છે. 20 જૂનના રોજ આ ફોટો લેવામાં આવ્યો હતો. હવે આ તસ્વીર સોશિયલ મીડિયા પર ઘણી શેર થઈ રહી છે. અને પર્યાવરણ તરફ લોકોને જાગૃત કરવાનું કામ કરી રહી છે.

ફેસબુક પર આ તસ્વીર શેર થઈ તેની નીચે લખેલું છે, જો તમે સિગરેટ પીઓ છો, તો સિગરેટના ઠુઠાને અહીં તહીં ન ફેંકો.

સ્કિમર ચિકને તેના પેરેન્ટ્સે સિગરેટ આપી. સમય આવી ગયો છે કે, આપણે આપણા સમુદ્રને સાફ કરી દઈએ. અને તેમની સાથે થતો આ વ્યવહાર બંધ કરી દઈએ.

જાગૃતતા ફેલાવવા માટે હાલ ફોટોગ્રાફર મેસનની લોકો તારીફ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું છે કે શાનદાર તસ્વીર છે. આશા રાખીએ કે લોકોમાં પણ આ તસ્વીર જોઈ જાગૃકતા આવે.

ગ્લોબલ વોર્મિંગની અસરના તળે અત્યારે જંગલ ખત્મ થઈ રહ્યા છે. વન્યજીવો ભોજનની ખોજમાં જ્યાં માણસો વસવાટ કરે છે તે વિસ્તારમાં આવવા લાગ્યા છે. સમુદ્રમાં પ્લાસ્ટિકનો કચરો વધી રહ્યો છે. એક અનુમાન પ્રમાણે સમુદ્રમાં માછલીઓ કરતાં વધારે પ્લાસ્ટિકનો કચરો થઈ ગયો છે.

આ તસ્વીર એ દર્શાવે છે કે સમય આવી ગયો છે આપણે ચેતી જવું જોઈએ. એ પહેલા કે લેટ થઈ જઈએ. વાત માત્ર સિગરેટના ઠુઠાની નથી પણ સમુદ્રના કિનારે એવો કચરો મનુષ્યો ફેંકી રહ્યા છે જેના કારણે પશુ પક્ષીઓનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે.

READ ALSO

Related posts

ફરી ઉભરાયો તાલિબાન પ્રત્યે પાકિસ્તાનનો પ્રેમ, કહ્યું – જો અમેરિકા માન્યતા નહીં આપે તો …

Vishvesh Dave

ખુશખબરી / એલપીજી સિલીન્ડર બુકિંગ પર મેળવો 2700 રૂપિયા સુધીનું કેશબેક અને બીજા ઘણા લાભ…

Zainul Ansari

કુદરતને ચેલેન્જ/ છેલ્લા 12 વર્ષથી રોજ માત્ર 30 મીનિટની ઉંઘ લે છે આ વ્યક્તિ, કામ માટે 16 કલાક પણ ઓછા પડ્યા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!