GSTV

Big Breaking / ભારતીય પુરુષ હોકી ટીમે ગ્રેટ બ્રિટનને હરાવ્યું, 4 દાયકા પછી સેમી ફાઇનલમાં પહોંચી Team

Last Updated on August 1, 2021 by Zainul Ansari

ટોક્યો ઓલમ્પિકમાં આજે ભારતનો સારો દિવસ રહ્યો છે. પીવી સિંધુએ ચીનની બિંગ જિયાઓને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો. બીજી બાજુ ભારતીય પુરુષ હોકી ટીમે પણ ગ્રેટ બ્રિટન સામે જીત મેળવી છે. ભારતે ગ્રેટ બ્રિટનને 3-1થી હરાવ્યું છે. આ મેચની સાથે જ ભારતની પુરુષ હોકી ટીમ સેમિફાઇનલમાં પ્રવેશી છે. ભારતીય પુરુષ હોકી ટીમ 4 દાયકા પછી સેમી ફાઇનલમાં પહોંચી છે.

સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો

બ્રોન્ઝ મેડલ માટે આજે એટલે રવિવારે ભારતીય પીવી સિંધુનો મુકાબલો ચાઇનાની બિંગજિયાઓ સાથે હતો. જેમા જેમા પીવી સિંધુએ ચાઇનાની બિંગજિયાને હરાવી છે. પહેલો સેટ સિંધુએ 21-13થી પોતાના નામે કર્યો, જ્યારે બીજો સેટ 21-15થી પોતાને નામે કર્યો. બંને ખેલાડીઓ વચ્ચે બ્રોન્ઝ મેડલ માટે મુકાબલો થયો હતો. ઉલ્લેખનીય છે કે ઓલમ્પિકનો આજે 10મો દિવસ છે. ભારતીય બોક્સરો પાસેથી મેડલની અપેક્ષા હતી, પરંતુ તે આશા નિરાશામાં ફેરવાઇ ગઇ છે. ભારતને એક માત્ર મેડલ વેટલિફ્ટિંગમાં મળ્યો છે. મીરાબાઇ ચાનુએ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે.

પીવી સિંધુએ ઇતિહાસ રચ્યો

પીવી સિંધુએ ટોક્યો ઓલમ્પિકમાં ઇતિહાસ રચ્યો છે. તેમણે બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. સિંધુએ ચીનની બિંગજિયાઓને સીધા સેટમાં 21-13, 21-15થી હરાવી બ્રોન્ઝ મેડલ પર કબજે કર્યો.પીવી સિંધુએ ઓલમ્પિકના વ્યક્તિગત ઇવેન્ટમાં બે મેડલ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. પુરુષોમાં કુસ્તીબાજ સુશીલ કુમાર (બ્રોન્ઝ-બીજિંગ 2008, સિલ્વર- લંડન 2012)એ આ પરાક્રમ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે સિંધુને વિશ્વની નંબર વન ખેલાડીએ હાર આપી હતી. ભારતને મેડલની આશા હતી એ ધૂળમાં રગદોળાઈ હતી. પીવી સિંધુથી દેશને ગોલ્ડ મેડલની મોટી આશાઓ હતી પણ આ આશાઓ નિરાશામાં ફેરવાઈ ગઈ હતી. સિંધુ ફાઇનલની રેસમાંથી બહાર નીકળી ગઈ હતી. જેને ચીનની તાઈપે જૂ ચિંગે સેમિફાયનલના મુકાબલમાં સીધી ગેમમાં 21-18, 21-12થી હરાવી હતી.

પુરુષ બોક્સરોએ નિરાશ કર્યા

ભારતીય બોક્સર સતીશ કુમાર ટોક્યો ઓલંપિકની ક્વાર્ટર ફાઈનલમાં હારી ગયા છે. તેની સાથે કોઈ પણ ભારતીય પુરૂષ બોક્સર મેડલ જીતી શક્યા નથી. કુલ 5 બોક્સર ઉતર્યા હતા. સતીશ ક્વાર્ટર ફાઈનલમાં ઉજ્બેકિસ્તાનના બોક્સર બખોદિર જલોલોવે 5-0થી હરાવ્યા હતા.

સતીશે પ્રી ક્વાર્ટર ફાઈનલ મેચમાં જમૈકાના બોક્સર રિકાર્ડો બ્રાઉનને પરાસ્ત કર્યો હતો. તે અગાઉ નંબર 1 અમિત પંઘાલ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં હારીને બહાર થઈ ગયા હતા. જો કે, ટક્કર પહેલા સતીશ કુમાર ઈજાગ્રસ્ત થયો હતો અને તેને ટાંકા આવ્યા હતા. તેમ છતાં પણ તે ટક્કર આપવા માટે ઉતર્યા હતા. તે ત્રણેય રાઉન્ટમાં જલોલોવ પર હાવી થઈ શક્યા નહોતા.

ભારત માટે વધુ એક મેડલની આ મહિલાબોક્સરે આપી ખાતરી

ભારત માટે બોક્સિંગમાં લવલીના બોરગોહેને મેડલની ખાતરી આપી છે અને તે સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.

ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ

31 જુલાઈ ટોક્યો ઓલિમ્પિક 2020 માં ભારતીય હોકી માટે ઐતિહાસિક દિવસ સાબિત થયો છે. ભારતીય મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. ઓલિમ્પિકના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. કેપ્ટન રાની રામપાલની ટીમે ગ્રુપ સ્ટેજમાં 2 મેચ જીતી હતી, જ્યારે 3 માં તેનો પરાજય થયો હતો. આ પછી, ભારતીય ટીમની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની આશાઓ ગ્રેટ બ્રિટન અને આયર્લેન્ડ વચ્ચેના પરિણામ પર ટકેલી, જ્યાં બ્રિટને મેચ જીતી, ભારત માટે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાનો રસ્તો સાફ કર્યો. આ સાથે ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો.

ટોક્યો ઓલમ્પિકના બીજા સપ્તાહનો પ્રારંભ થયો છે ત્યારે હોકીમાં ભારતીય મહિલા ટીમે ગ્રુપનો અંતિમ મુકાબલો પોતાના નામે કર્યો અને દક્ષિણ આફ્રિકાને 4-3થી હરાવ્યું. ભારતીય મહિલા હોકી ટીમ પોતાના ગ્રુપની અંતિમ મેચ જીતવામાં સફળ રહી હતી. દક્ષિણ આફ્રિકા સાથે થયેલા મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ 4-3થી વિજય મેળવ્યો હતો. ટોક્યો ભારતીય મહિલા હોકી ટીમે ઓલમ્પિકમાં બીજો વિજય મેળવ્યો હતો. વંદના કટારિયા આ મેચની સ્ટાર પ્લેયર રહી હતી. તેણે મેચમાં 3 ગોલ કર્યા હતા. આ સાથે વંદના ઓલિમ્પિક મેચમાં ગોલની હેટ્રિક લગાવનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે. ભારતીય મહિલા ટીમની મેચ બાદ બ્રિટનની ટીમે આયર્લેન્ડને 2-0થી હરાવ્યું હતું. આયર્લેન્ડની ટીમ હારી જતા ભારતીય મહિલા હોકી ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી છે.

Read Also

Related posts

ભારતમાં કોરોના મહામારીની જબરદસ્ત અસર, આટલા વર્ષ ઘટી ગયો લોકોનો જીવન કાળ

Damini Patel

મિશન કાશ્મીર/ કલમ 370 નાબૂદ થયા બાદ અમિત શાહ પહેલીવાર જમ્મુ-કાશ્મીરના પ્રવાસે, આતંકના ખાતમા માટે ચાણક્યનો આ છે માસ્ટર પ્લાન

Bansari

ખેડૂતો સાથે સરકારની ક્રૂર મજાક/ અધુરા સર્વે કરીને ઠોકી બેસાડ્યું સહાય પેકેજ, મોટા ભાગના ગામોમાં સાહેબોની ટીમ પહોંચી જ નથી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!