GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાતમાં આ તારીખ સુધી નહિ મળે રાહત, કેન્દ્ર સરકારના આ આદેશની થશે મોટી અસર

કોરોના વાયરસ મહામારી અત્યારે દેશભરમાં હાહાકાર મચાવી રહી છે. ગુજરાતમાં પણ કોરોનાની બીજી લહેરને કારણે આરોગ્ય સેક્ટર પર ઘણો બોજો પડી રહ્યો છે. ત્યારે હવે ઘણા સમય પછી કેસ ઘટી રહ્યા છે. જેને લઈને લોકોને હવે રાહત મળશે તેવી આશાઓ સેવાઈ રહી છે. લોકો આશા રાખી રહ્યા છે કે કોરોના મહામારીને કારણે જે પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે તે હવે હળવા થશે. જોકે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક આદેશ જાહેર કર્યો છે.

લોકડાઉન ગુજરાત

ગૃહ મંત્રાલય (MHO)એ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 30 જૂન સુધી કોરોના સંક્રમણ અટકાવવા માટે અમલી કરવામાં આવેલ ગાઈડલાઇનનું પાલન કરાવવા આદેશો આપ્યા છે. મંત્રાલયે ગુરુવારે ભારત સરકારના મંત્રાલયો અને વિભાગોના સચિવોને અને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પ્રશાસકોને એક આદેશ જાહેર કર્યો છે અને તેમને 25 એપ્રિલના રોજ સ્વાસ્થ્ય અને પરીવાલઃ કલ્યાણ મંત્રાલય દ્વારા બતાવવામાં આવેલ કોવિડ-19 ગાઈડલાઇનનું પાલન કરવા કહ્યું છે. સાથે જ જણાવ્યું છે કે સ્થાનિક સ્થિતિનું મૂલ્યાંકન કરીને તબક્કા વાર તેમાં છૂટછાટ આપવામાં નિર્ણય કરવા કહ્યું છે.

Gujarati news,
live Gujarati news,
Gujarat Samachar,
Online News Gujarati Live,
News in Gujarati,
Gujarati News Live,
Breaking News Gujarati,
Latest News in Gujarati,

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યોએ કોરોના વાયરસ મહામારીને લઈને આવેલા પ્રતિબંધો 30 જૂન 2021 સુધી રાખવા. તેનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકારે જુદા જુદા રાજ્યોને કોરોના ગાઇડલાઇન સહિતના કેટલાંક રાજ્યોમાં લોકડાઉન સહિતના જે પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે તે હમણાં હળવા નહિ કરવામાં આવે અને તે જૂન મહિના સુધી ચાલુ રાખવામાં આવશે.

ઘણા લોકો આશા રાખી રહ્યા હતા કે ટૂંક સમયમાં શાળા કોલેજો સહીત, રેસ્ટોરાં, હોટલ, પાર્ક, સિનેમા હોલ, લગ્ન પ્રસંગોમાં મહેમાનોની સંખ્યા, જાહેર સમારંબો વગેરે બાબતોને લઈને રાહત મળશે. પરંતુ સરકારનો નવો પરિપત્ર જાહેર થયા બાદ આ તમામમાં રાહત મળવાની આશા પર પૂર્ણવિરામ લાગી ગયું છે.

શું નહિ ખુલે

  • શાળા-કોલેજ
  • હોટલ
  • રેસ્ટોરન્ટ
  • બાગ-બગીચા
  • પાર્ક
  • પ્રાણી સંગ્રહાલયો
  • જાહેર કાર્યક્રમો
લોકડાઉન

દેશભરમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં એક લાખ 86 હજાર 364 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 24 કલાકમાં 3 હજાર 660 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસમી સંખ્યા બે કરોડ 75 લાખ 55 હજારથી વધુ કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆક ત્રણ લાખ 18 હજાર 895 થયોછે.

કોરોના

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2.11 લાખ કેસો સામે આવ્યા છે. જે સાથે જ કુલ કેસોનો આંકડો 2.73 કરોડે પહોંચી ગયો છે.ફરી રીકવરી રેટ વધીને 90 ટકાએ પહોંચી ગયો છે. બીજી તરફ 24 કલાકમાં વધુ 3847 લોકોના મોત સાથે મૃત્યુઆંક 3.15 લાખે પહોંચી ગયો છે. એક જ દિવસમાં કોરોનાના 21 લાખથી વધુ ટેસ્ટ કરાયા હતા. જે સાથે જ કુલ ટેસ્ટનો આંકડો 33.70 કરોડે પહોંચ્યો છે.

એક્ટિવ કેસો હવે ચોવીસ લાખે પહોંચી ગયા છે. અને કુલ સાજા થયેલાની સંખ્યા પણ વધીને હવે 2.45 કરોડે પહોંચી ગઇ છે. દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે કેન્દ્ર સરકારે તાત્કાલીક ધોરણે અમેરિકાની કોરોના સામેની મહત્વપૂર્ણ ગણાતી ફાઇઝર રસીની ખરીદી કરી લેવી જોઇએ કેમ કે તેનાથી બાળકોને પણ ફાયદો થશે. ફાઇઝર કંપનીએ પણ કેન્દ્ર સરકારને તાત્કાલીક રસી ખરીદી અંગે જવાબ આપવા કહ્યું છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે રાજ્યો પાસે હજુ પણ 1.84 કરોડ રસીના ડોઝ પડયા છે અને ટૂંક સમયમાં વધુ 11 લાખ ડોઝ રાજ્યોને પહોંચતા કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા

Hardik Hingu

અંકલેશ્વર / હાંસોટ-કોસંબા રોડ કાર નહેરમાં ખાબકી, કારમાં સવાર હતા પતિ-પત્ની

Nakulsinh Gohil

સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…

Rajat Sultan
GSTV