GSTV
Home » News » Nokia નો સૌથી સસ્તો એન્ડ્રોઇડ સ્માર્ટફોન, જુઓ શું છે તેના ખાસ ફીચર્સ

Nokia નો સૌથી સસ્તો એન્ડ્રોઇડ સ્માર્ટફોન, જુઓ શું છે તેના ખાસ ફીચર્સ

ફિનલેન્ડની કંપની નોકિયા ભારતમાં એક બજેટ સ્માર્ટફોન Nokia 2 લોન્ચ કરવાનું એલાન કર્યું હતું. જોકે તેની કિંમતો બતાવામાં આવી નહોતી. ત્યારે Nokia 2ની કિંમતોનું એલાન થઇ ગયું છે.

Nokia 2 ભારતમાં 6299 રૂપિયામાં મળશે. તેને દેશના લીડિંગ રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાશે. 24 નવેમ્બરથી તેનું વેચાણ શરૂ થશે તથા તે ત્રણ કલરમાં ઉપલબ્ધ બનશે.

Nokia 2 ત્રણ કલર વેરિએન્ટ -પ્યૂટર બ્લેક, પ્યૂટર વ્હાઇટ અને કોપર બ્લેકમાં ઉપલબ્ધ બનશે. ગ્રાહકો માટે સારી બાબત એ છે કે આ સ્માર્ટફોનની સાથે કેટલીક ઓફર્સ પણ મળી રહી છે. રિલાયન્સ જિયોની એક ઓફર છે, જે હેઠળ Nokia 2 ના કસ્ટમર્સને 45GB એકસ્ટ્રા ડેટા આપવામાં આવશે. તેના માટે કસ્ટમર્સે દર મહિને 309 કે તેનાથી વધારે રિચાર્જ કરાવવું પડશે. આ ઉપરાંત ગ્રાહકે 9 મહિના કરતા વધુ સમય માટે રિચાર્જ કરાવવું પડશે.

હવે વાત કરીએ Nokia 2ની તો, ડ્યુઅલ સિમ સપોર્ટ વાળા Nokia 2માં 5 ઇંચ LTPS HD (720×1280 પિક્સલ) ડિસપ્લે આપવામાં આવશે. ગ્રાહકને તેમાં ત્રણ કલર ઓપ્શન આપવામાં આવ્યા છે. તેમાં 1.3GHz ક્વોલકોમ સ્નેપડ્રેગન 212 પ્રોસેસર આપવામાં આવ્યો છે.

Nokia 2માં 1 GB રેમ આપવામાં આવી છે. તથા તેની ઇન્ટરનલ મેમરી 8GB સુધીની છે. જેને કાર્ડની મદદથી 128GB સુધી વધારી શકાય છે. આ સ્માર્ટફોન આઉટ ઓફ ધ બોક્સ એન્ડ્રોઇડ 7.1 નૂગટ પર ચાલશે. સાથે તેમાં ઓરિયો અપડેટ પણ આપવામાં આવી છે.

ફોટોગ્રાફી માટે તેમાં રિયરમાં LED ફ્લેશ સાથે 8 મેગાપિક્સલનો કેમેરો અને ફ્રન્ટમાં 5 મેગાપિક્સલનો કેમેરો મળશે. આ હેન્ડસેટમાં ગુગલ આસિસ્ટેન્ટ આપવામાં આવ્યા છે. જે પહેલી વાર આ પ્રાઇસ સેગમેન્ટ વાળા કોઇ સ્માર્ટફોનમાં આપવામાં આવ્યો છે.

કનેક્ટિવિટી માટે Nokia 2માં 4G VoLTE, Wi-Fi 802.11 b/g/n, Bluetooth v4.1, GPS/ A-GPS, FM રેડિયો, માઇક્રો-USB અને એક 3.5 mm નો ઓડિયો જેક મળશે. મહત્વનું છે કે Nokia 2 સ્માર્ટફોનનો મુકાબલો બજારમાં Xiaomi Redmi 4A અને Moto C સાથે થશે.

Related posts

આ છે દુનિયાના 10 સૌથી મોટા બ્રાંડની લિસ્ટ, જાણો શા માટે લિસ્ટની બહાર ગયું ફેસબુક

Kaushik Bavishi

Truecallerએ પણ WhatsAppની જેમ જોડ્યું ગ્રૃપચેટ ફિચર, જાણો કેવી રીતે કરશે કામ

Kaushik Bavishi

48MP સાથે Huawei Enjoy 10 થયો લોન્ચ, કિંમત અને ફિચર્સ જાણી થઈ જશે ખરીદવાનું મન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!