GSTV
India News ટોપ સ્ટોરી

અમિત શાહના વાક્ પ્રહાર/ ચૂંટણી આવતાં જ કોંગ્રેસવાળા નવા કપડા સિવડાવી નાખે છે, ક્યારેય લોકોના કામ નહીં કરે, મોદીના નેતૃત્વમાં જ ગરીબોનું કલ્યાણ થશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે શનિવારે દેહરાદુન ખાતે ‘ઘસિયારી કલ્યાણ યોજના’નો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે આયોજિત રેલી દરમિયાન શાહે કોંગ્રેસ પાર્ટી પર બરાબરનું નિશાન સાધ્યું હતું. શાહે કોંગ્રેસ પર તૃષ્ટિકરણનો આરોપ પણ લગાવ્યો હતો. 

અમિત શાહે કહ્યું કે, દેવભૂમિની રચના કરવાનું કામ શ્રદ્ધેય પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કર્યું હતું. રાજ્યની માગણી કરતા કરતા ના જાણે કેટલા યુવાનો શહીદ થઈ ગયા હતા. ભાજપ પણ ઉત્તરાખંડના યુવાનો સાથે આ માગણીને બુલંદ કરી રહ્યું હતું ત્યારે ઉત્તરાખંડના યુવાનો પર ગોળી કોણે ચલાવી હતી, તેને પણ યાદ કરજો. 

શાહે કહ્યું કે, ‘આગામી વિધાનસભા ચૂંટણીમાં ફરી ઉત્તરાખંડમાં ભાજપ પૂર્ણ બહુમતની સરકાર બનાવશે. કોંગ્રેસવાળા ચૂંટણી આવતાવેંત જ નવા કપડાં સીવડાવી લે છે. કોંગ્રેસ કદી લોકકલ્યાણનું કામ ન કરી શકે. કોંગ્રેસ પાર્ટી વચનભંગ કરનારી પાર્ટી છે. પહેલા હું જ્યારે કોંગ્રેસ સરકાર દરમિયાન અહીં આવ્યો હતો ત્યારે મારો કાફલો અટકી ગયો હતો. પછી કેટલાક લોકો મને મળ્યા અને કહ્યું કે, શુક્રવારે હાઈવે બ્લોક કરવાની અને ત્યાં નમાજ પઢવાની મંજૂરી છે. આવું તૃષ્ટિકરણનું રાજકારણ કરનારી કોંગ્રેસ પાર્ટી દેવભૂમિનો વિકાસ ન કરી શકે.’

વધુમાં અમિત શાહે જણાવ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં જ ગરીબોનું કલ્યાણ થશે. આજે ઉત્તરાખંડમાં બીજું બહું મોટુ કામ ‘મુખ્યમંત્રી ઘસ્યારી કલ્યાણ યોજના’ના શુભારંભનું થયું. ઉત્તરાખંડમાં આશરે 1,000 એકરની ખેતી અને 2,000 ખેડૂતો મકાઈની ખેતી કરશે તથા વૈજ્ઞાનિક રીતે પૌષ્ટિક પશુ આહાર બનાવવાની યોજના શરૂ થઈ છે. 

READ ALSO

Related posts

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda

હિન્દુઓ-મુસ્લિમો વચ્ચે એક્તા માટે વધારવો પડશે સંવાદ, વસતી નિયંત્રણ અંગે બોલ્યા મોહન ભાગવત

Damini Patel
GSTV